Get The App

LIVE: શાંતિ મંત્રણાની તૈયારી વચ્ચે ઈઝરાયલની લેબેનોનમાં એર સ્ટ્રાઈક, પાકિસ્તાન વિઝા ઓન અરાઈવલ આપશે

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
LIVE: શાંતિ મંત્રણાની તૈયારી વચ્ચે ઈઝરાયલની લેબેનોનમાં એર સ્ટ્રાઈક, પાકિસ્તાન વિઝા ઓન અરાઈવલ આપશે 1 - image

US-Iran peace talks Pakistan : અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવ્યા બાદ હવે ફી વસૂલવાના મુદ્દે નવો વિવાદ છેડાયો છે. વાંચો આજની પળેપળની અપડેટ... 

Iran vs Israel-USA War Updates Live : 

લેબેનોનમાં ઈઝરાયલે ફરી એર સ્ટ્રાઈક કરી 

ઇઝરાયલ અને લેબનોન વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે ઇઝરાયેલી વાયુસેનાએ આજે વહેલી સવારથી દક્ષિણ લેબનોનના અનેક વિસ્તારોમાં ભીષણ હવાઈ હુમલા કર્યા છે. લેબનોનની નેશનલ ન્યૂઝ એજન્સી (NNA) ના અહેવાલ મુજબ, ઇઝરાયલ દ્વારા સારાફંડ શહેરને નિશાન બનાવીને બે એર સ્ટ્રાઈક કરવામાં આવી છે, જ્યારે અલ-બાયસરિયાહના બહારના વિસ્તારમાં આવેલા ખિરબત અલ-દુવૈર ક્ષેત્ર પર પણ મિસાઈલ મારો ચલાવવામાં આવ્યો છે. સતત વધી રહેલા આ હુમલાઓને કારણે સરહદી વિસ્તારોમાં દહેશતનો માહોલ છે અને પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ વધુ ગંભીર બની છે.

શાંતિ મંત્રણા માટે પાકિસ્તાને વીઝા ઓન અરાઈવલ જાહેર કર્યું 

ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધવિરામ અંગે ઇસ્લામાબાદમાં યોજાનારી મહત્ત્વની વાટાઘાટો પૂર્વે પાકિસ્તાને એક મોટો નિર્ણય લેતા તમામ પ્રતિનિધિઓ અને પત્રકારો માટે 'વીઝા ઓન અરાઈવલ'ની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે, 'ઇસ્લામાબાદ ટોક્સ 2026' માં ભાગ લેવા આવતા તમામ દેશોના ડેલીગેટ્સ અને મીડિયાકર્મીઓને પાકિસ્તાન પહોંચવા પર જ વીઝા આપી દેવામાં આવશે. આ સુવિધાને પગલે તમામ એરલાઇન્સને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ વીઝા વગર જ આવા વ્યક્તિઓને બોર્ડિંગની મંજૂરી આપે. પાકિસ્તાન આ પગલા દ્વારા આંતરરાષ્ટ્રીય વાટાઘાટો માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા અને પ્રક્રિયાને ઝડપી બનાવવા પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાનના દાવાઓ 'જૂઠા' સાબિત થયા

ઈરાને તે તમામ અહેવાલોને સદંતર ફગાવી દીધા છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાની પ્રતિનિધિમંડળ વાતચીત માટે પાકિસ્તાન પહોંચ્યું છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી લેબેનોનમાં યુદ્ધવિરામ (સીઝફાયર) લાગુ નહીં થાય, ત્યાં સુધી તે અમેરિકા કે ઈઝરાયલ સાથે કોઈ પણ પ્રકારની શાંતિ વાટાઘાટોમાં સામેલ થશે નહીં. આ નિવેદન સાથે ઈરાને પાકિસ્તાનના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે.

કુવૈત પર હુમલાના આરોપોને ઈરાને નકાર્યા

કુવૈત દ્વારા કરવામાં આવેલા હુમલાના દાવા પર ઈરાની સૈન્ય (IRGC) એ આકરો જવાબ આપ્યો છે. કુવૈતનો આરોપ હતો કે ઈરાન અને તેના સમર્થિત જૂથોએ તેમના પર હુમલો કર્યો છે, પરંતુ ઈરાને આ અહેવાલોને જૂઠા ગણાવ્યા છે. ઈરાની સેનાએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, જો મીડિયામાં પ્રકાશિત આ અહેવાલો સાચા હોય, તો તેમાં કોઈ શંકા નથી કે આ કૃત્ય 'યહૂદી દુશ્મન' (ઈઝરાયલ) અને અમેરિકાનું જ ષડયંત્ર છે. કુવૈતે આ હુમલા પાછળ ઈરાન અને તેના સમર્થક લડાકૂઓને જવાબદાર ઠેરવ્યા છે. બીજી બાજુ સાઉદી અરબે પણ તેની ઈસ્ટ વેસ્ટ પાઈપ લાઈનને નુકસાન થયાની પુષ્ટી કરી છે. જેના કારણે લગભગ 7 લાખ પ્રતિ દિવસ બેરલ ઓઈલનો સપ્લાય ઠપ થઇ ગયો છે. 

ઈરાન ફી વસૂલવાનું બંધ કરે: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી પસાર થતા તેલના ટેન્કરો પાસેથી ઈરાન ફી વસૂલી રહ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "આવું ન થવું જોઈએ, અને જો ઈરાન આવું કરી રહ્યું હોય તો તેણે તાત્કાલિક અસરથી આ ટેક્સ વસૂલાત બંધ કરવી જોઈએ."

LIVE: શાંતિ મંત્રણાની તૈયારી વચ્ચે ઈઝરાયલની લેબેનોનમાં એર સ્ટ્રાઈક, પાકિસ્તાન વિઝા ઓન અરાઈવલ આપશે 2 - image

પાકિસ્તાન પંજાબ વિધાનસભામાં 'નોબેલ' ની માંગ

પાકિસ્તાનના પંજાબ વિધાનસભામાં એક અજીબોગરીબ પ્રસ્તાવ રજૂ થયો છે. PML-N ના નેતા રાણા મોહમ્મદ અરશદે વડાપ્રધાન શહેબાઝ શરીફ, સેના પ્રમુખ આસિમ મુનીર અને વિદેશ મંત્રી ઈશાક ડારને 'નોબેલ શાંતિ પુરસ્કાર' આપવાની ભલામણ કરી છે. તેમના મતે આ નેતાઓએ વૈશ્વિક શાંતિ સ્થાપવામાં મોટી ભૂમિકા ભજવી છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડનું શક્તિ પ્રદર્શન

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સોશિયલ મીડિયા પર C-17 ગ્લોબમાસ્ટર III વિમાનની ખાસિયતો જણાવી હિલચાલ તેજ કરી છે. આ વિમાન 1.70 લાખ પાઉન્ડથી વધુ વજનના કાર્ગો સાથે માત્ર 3500 ફૂટના ટૂંકા રનવે પર ઉતરી શકે છે, જે મધ્ય-પૂર્વમાં અમેરિકાની મજબૂત લશ્કરી પકડ દર્શાવે છે.

ઇસ્લામાબાદમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત

11 એપ્રિલે ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિમંડળ વચ્ચે પાકિસ્તાનમાં બેઠક યોજાવાની છે. આ બેઠકની સુરક્ષાની સમીક્ષા કરવા અમેરિકાથી 30 સભ્યોની એડવાન્સ ટીમ ઇસ્લામાબાદ પહોંચી છે. પાકિસ્તાન આ ઐતિહાસિક શાંતિ વાટાઘાટો માટે કોઈ કચાસ છોડવા માંગતું નથી.

લેબેનોન પર હુમલા

ઇઝરાયેલની સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના લોન્ચ સાઈટ્સ પર હવાઈ હુમલા શરૂ કર્યા હોવાની પુષ્ટિ કરી છે.

નાટો (NATO) પર દબાણ

નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટે જણાવ્યું કે, ટ્રમ્પ ઈચ્છે છે કે યુરોપિયન દેશો હોર્મુઝની સુરક્ષા માટે ઠોસ પ્રતિબદ્ધતા આપે.

માનવીય સંવેદના

લેબનોનમાં વધી રહેલી હિંસા પર જાણીતી હસ્તી મિયા ખલીફાએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે.