World

LIVE: 'ટ્રમ્પની શરતો માન્ય નથી', ઈરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં થઈ રહેલી વાતચીત નિષ્ફળ!

By GS TEAM
30 Mar 20264 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન આડેધડ હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઈરાન દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. ત્રણેય દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. ત્યારે દુનિયાભરમાં અનિશ્ચિતતા ફેલાઈ ગઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

LIVE: 'ટ્રમ્પની શરતો માન્ય નથી', ઈરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં થઈ રહેલી વાતચીત નિષ્ફળ!

Iran vs Israel and USA War Updates : અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન આડેધડ હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઈરાન દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. ત્રણેય દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. ત્યારે દુનિયાભરમાં અનિશ્ચિતતા ફેલાઈ ગઇ છે. 

Iran vs Israel and USA War Updates LIVE :

ઈરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં થઈ રહેલી વાતચીત નિષ્ફળ રહી છે. ઈરાને કહ્યું કે, 'અમેરિકાની શરતો માન્ય નથી.'

સ્પેને ટ્રમ્પને આપ્યો ઝટકો, અમેરિકાના સૈન્ય વિમાનો માટે એરસ્પેસ બંધ કર્યું, એરબેઝ પણ નહીં વાપરવા દે 

સ્પેનના અખબાર 'અલ પાઈસ' (El País) ના અહેવાલ અનુસાર, સ્પેને ઈરાન સામેના યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતી અમેરિકી સૈન્ય ફ્લાઈટ્સ માટે પોતાનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દીધું છે. આ ઉપરાંત, સ્પેને તેના રોટા અને મોરોન એર બેઝનો ઉપયોગ યુદ્ધ કે રિફ્યુઅલિંગ ઓપરેશન્સ માટે કરવા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ કડક વલણને કારણે વોશિંગ્ટનને મોરોન એર બેઝ પર B-52 અને B-1 બોમ્બર્સ તૈનાત કરવાનો પોતાનો પ્લાન રદ કરવાની ફરજ પડી છે. સ્પેન સરકાર સાથેની પરામર્શ બાદ અમેરિકાએ આ મોટો સૈન્ય નિર્ણય લેવો પડ્યો છે, જે મધ્ય પૂર્વના આ સંઘર્ષમાં અમેરિકા માટે એક મોટો રાજદ્વારી ફટકો માનવામાં આવી રહ્યો છે.


ઈઝરાયલની હાઈફા ઓઈલ રિફાઈનરી પર ઈરાનનો ભયાનક હુમલો, આગ ભડકી 

ઇરાન ઈઝરાયલ સાથે હવે જેવા સાથે તેવા જેવું વર્તન કરી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા સતત આડેધડ હુમલા કરવામાં આવી રહ્યા હતા ત્યારે ઈરાને પણ હવે એની જ ભાષામાં ઈઝરાયલને જવાબ આપ્યો છે. આ વખતે હાઇફામાં ઈઝરાયલની ઓઈલ રિફાઇનરીને નિશાન બનાવી છે. જેના પગલે ભારે ધૂમાડાની સાથે આગ ભડકતી દેખાઈ રહી છે. 


ઈરાનને ચારેકોરથી 50000 અમેરિકન સૈનિકોએ ઘેર્યું, ગમે ત્યારે હુમલાનો આદેશ આપી શકે ટ્રમ્પ 

ઈરાન વિરુદ્ધમાં દરરોજ કંઇક નવું થઇ રહ્યું છે. તેહરાન ઝૂકવા તૈયાર નથી ત્યારે અમેરિકા પણ યુદ્ધને ખતમ કરવા તૈયાર દેખાઇ રહ્યું નથી. આ સૌની વચ્ચે મિડલ ઈસ્ટમાં અમેરિકન સૈનિકોની સંખ્યા 50000ને વટાવી ગઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ 2500 મરીન અને 2500 નાવિકોના નવા જથ્થાના આગમનથી ઘેરાબંદી મજબૂત થઈ ચૂકી છે. હવે ટ્રમ્પ ગમે ત્યારે આ યુદ્ધને લઇને મોટો નિર્ણય કરી શકે છે જેનાથી ઈરાન સહિત આખી દુનિયામાં અસર દેખાશે. 

IRGC નેવીના કમાન્ડર તંગસીરીના મૃત્યુની ઈરાને કરી પુષ્ટિ 

ઈરાનની રેવોલ્યૂશનરી ગાર્ડ્સ (IRGC) ના નેવી કમાન્ડર અલીરેઝા તંગસીરીના મૃત્યુની પુષ્ટી થઈ ચૂકી છે. IRGCએ એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમને ઈઝરાયલ અને અમેરિકાના હુમલામાં અનેક ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેમની હાલત બગડી ગઈ હતી. ગત અઠવાડિયે જ ઈઝરાયલના ડિફેન્સ મંત્રી ઈઝરાયલ કાત્ઝે કહ્યું હતું કે અમારા હુમલામાં તે માર્યા ગયા છે. 

ઈરાન પર ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી: CENTCOM અને IDF ચીફ વચ્ચે ગુપ્ત બેઠક 

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના પ્રમુખ એડમિરલ બ્રેડ કૂપર અને ઈઝરાયેલના IDF ચીફ એયાલ અમીર વચ્ચે એક અત્યંત મહત્ત્વની બેઠક યોજાઈ છે, જેમાં ઈરાન વિરુદ્ધ આગામી સૈન્ય વ્યૂહરચના અને તેના હથિયાર કાર્યક્રમને રોકવા પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. અત્યાર સુધી આ યુદ્ધ માત્ર હવાઈ હુમલાઓ સુધી સીમિત હતું, પરંતુ હવે પેન્ટાગન દ્વારા ઈરાન પર કેટલાક અઠવાડિયા સુધી ચાલી શકે તેવા મોટા 'ગ્રાઉન્ડ ઓપરેશન' (જમીની હુમલા) માટેની યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જો આક્રમક વલણ અપનાવવાનો નિર્ણય કરે, તો અમેરિકન સેના લાંબા સમય સુધી ટકી શકે તેવા જમીની અભિયાન માટે સજ્જ છે. અત્યાર સુધીના ઓપરેશનમાં 900 થી વધુ હુમલાઓ અને ટોચના નેતાઓના મોતના પગલે હવે આ યુદ્ધ વધુ ખતરનાક વળાંક પર પહોંચ્યું હોય તેવું જણાય છે.

શારજાહમાં મોડી રાતે ધડાકો 


કુવૈતમાં પાવર અને પાણીના પ્લાન્ટ પર મિસાઈલ એટેક 

અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ અને અમેરિકાના અન્ય ઠેકાણાઓને નિશાન બનાવતા ઈરાની સેનાએ કુવૈતમાં મિસાઈલો ઝીંકી હતી. જેમાં પાવર પ્લાન્ટ તથા વૉટર ડિસેલિનેશન પ્લાન્ટને ગંભીર નુકસાન થયું હતું. આ હુમલામાં એક ભારતીય શ્રમિકનું પણ મોત નીપજ્યું હતું. 

ઈસ્લામાબાદમાં યોજાશે શાંતિ મંત્રણા, પાકિસ્તાનનો દાવ 

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે દાવો કર્યો હતો કે ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાનું આયોજન થશે. તેમાં મધ્યસ્થી કરનારા દેશો પણ હાજર રહેશે. આ યુદ્ધને કારણે લોકોના રોજગાર અને સામાન્ય જનજીવન પર ગંભીર અસર થઇ છે. 

ઈરાકમાં અમેરિકાના બેઝ પર હુમલો 


5 હર્મીજ ડ્રોન ધ્વસ્ત કર્યા : IRGC 

IRGC એ મોટો દાવો કરતાં કહ્યું હતું કે અમે 24 જ કલાકમાં જ ઈરાનના દક્ષિણમાં મોટી કાર્યવાહી કરતાં ઈઝરાયલ અને અમેરિકા દ્વારા હુમલા કરવા માટે વાપરવામાં આવી રહેલા પાંચ હર્મીજ ડ્રોનને ધ્વસ્ત કરી દીધા હતા. 

અમેરિકા-ઈઝરાયલે ઈરાનમાં તબરીઝ પેટ્રોકેમિકલ પ્લાન્ટને નિશાન બનાવ્યો 

અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં ભારે તબાહી મચાવી છે. આ વખતે ઉત્તર પશ્ચિમ ઈરાનમાં આવેલા તબરિઝ પેટ્રોકેમિકલ પ્લાન્ટને નિશાન બનાવ્યો હતો. પ્લાન્ટ પર હુમલા બાદ એક પ્રચંડ આગ ફેલાઈ હતી અને આકાશમાં કાળા ધૂમાડાએ કબજો જમાવી લીધો હતો.