World

ભારતને 500% ટેરિફની ધમકી આપનારા ટ્રમ્પના ખાસ સાંસદ લિંડસે ગ્રેહામનું 71 વર્ષની વયે નિધન

By GS Team
12 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ટ્રમ્પના નજીકના સાથી અને વરિષ્ઠ રિપબ્લિકન સીનેટર લિન્ડસે ગ્રેહામનું 71 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. સાઉથ કેરોલિનાથી ચૂંટાયેલા ગ્રેહામ યુક્રેનની મુલાકાત બાદ ઓછા સક્રિય હતા. ભારત પર 500% ટેરિફની ધમકી અને ક્રૂડ ઓઇલ અંગે કડક વલણ માટે તેઓ જાણીતા હતા. 2002થી સીનેટમાં સેવા આપી, તેમનું અવસાન રાજકીય જગત માટે મોટી ખોટ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતને 500% ટેરિફની ધમકી આપનારા ટ્રમ્પના ખાસ સાંસદ લિંડસે ગ્રેહામનું 71 વર્ષની વયે નિધન
IMAGE - IANS

US Senator Lindsey Graham passes away: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત નજીકના સાથી અને વરિષ્ઠ રિપબ્લિકન સીનેટર લિન્ડસે ગ્રેહામનું 71 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. સાઉથ કેરોલીનાથી સીનેટર તરીકે ચૂંટાતા લિન્ડસે ગ્રેહામ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના અવસાન અંગે રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

નિધન પહેલાં યુક્રેનની મુલાકાતે ગયા હતા લિન્ડસે

લિન્ડસે ગ્રેહામ ટ્રમ્પ વહીવટીતંત્રમાં ખૂબ જ પ્રભાવશાળી નેતા ગણાતા હતા. પોતાના નિધનના થોડા સમય પહેલાં જ તેઓ યુક્રેનની રાજધાની કીવના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેઓ જાહેર મંચ પર બહુ ઓછા સક્રિય દેખાતા હતા. કીવ મુલાકાત દરમિયાન તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે નિવેદન આપ્યું હતું કે, જો આ શાંતિ મંત્રણામાં વ્લાદિમીર પુતિનને સક્રિય રીતે સામેલ કરવામાં આવે, તો ચીનની મધ્યસ્થતાથી આ વૈશ્વિક સંઘર્ષનો વહેલી તકે અંત આવી શકે છે.

ભારત પર 500% ટેરિફની ધમકી અને ક્રૂડ ઓઇલ અંગે કડક વલણ

લિન્ડસે ગ્રેહામ પોતાની આક્રમક વિદેશ નીતિ અને ભારત પ્રત્યેના સખત વલણને કારણે હંમેશા ચર્ચામાં રહેતા હતા. ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓના કટ્ટર સમર્થક એવા લિન્ડસેએ એક સમયે ભારત પર 500 ટકા ટેરિફ લગાવવાની ખુલ્લી ધમકી આપી હતી.

જોકે, પાછળથી તેમણે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલની પ્રશંસા પણ કરી હતી. રશિયા અને યુક્રેન યુદ્ધ દરમિયાન પણ તેમણે ભારત પ્રત્યે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરે, તો અમેરિકા તેની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેમનું માનવું હતું કે રશિયા પાસેથી ઓઇલ ખરીદીને ભારત તેને મદદ કરી રહ્યું છે, જેની સજા ભારતને મળવી જોઈએ.

એરફોર્સથી સીનેટ સુધીની શાનદાર રાજકીય સફર

વર્ષ 2002માં લિન્ડસે ગ્રેહામ પહેલીવાર અમેરિકન સીનેટના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની લોકપ્રિયતા અને પકડ એટલી મજબૂત હતી કે તેઓ ત્યારબાદ 2008, 2014 અને 2020માં સતત સાંસદ તરીકે ચૂંટાતા રહ્યા. વર્ષ 2019થી 2021 દરમિયાન તેમણે ન્યાયપાલિકા પરની સીનેટ સમિતિના અધ્યક્ષ તરીકેની મહત્ત્વની જવાબદારી પણ સંભાળી હતી. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ વ્યવસાયે વકીલ હતા અને તે અગાઉ તેઓ અમેરિકન એરફોર્સમાં પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા હતા.

મધ્ય-પૂર્વ અને ઈરાન પર રાખતા હતા ચાંપતી નજર

લિન્ડસે વૈશ્વિક રાજદ્વારી વ્યૂહનીતિ અને ખાસ કરીને મધ્ય-પૂર્વના દેશોની હિલચાલ પર ખૂબ બારીકાઈથી નજર રાખતા હતા. પોતાના અંતિમ દિવસો અગાઉ તેમણે ઈરાન અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી રાખવા માટે ઈરાન સહમત થયું છે તે જાણીને તેમને આનંદ થયો છે. પરંતુ, તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેના આગામી કરારો અંગે ચિંતિત હતા, કારણ કે આ કરાર પર ઈરાન અને અમેરિકાના મંત્રણાકારોના દાવા અલગ-અલગ જોવા મળ્યા હતા. વૈશ્વિક રાજકારણમાં તેમનું આ યોગદાન અને ટ્રમ્પ પ્રત્યેની વફાદારી હંમેશા યાદ રાખવામાં આવશે.