World

'અમે ના હોત તો તમે ફ્રેન્ચ બોલતા હોત', કિંગ ચાર્લ્સે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની 'મજાક ઉડાવી'

By GS Team
29 Apr 20262 mins read
TukuTouch Logo
વ્હાઇટ હાઉસમાં આયોજિત એક ભવ્ય ડિનર દરમિયાન બ્રિટિશ મહારાજા કિંગ ચાર્લ્સ તૃતીયે પોતાની આગવી શૈલીમાં ઈતિહાસનો પાઠ ભણાવતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ફિરકી લીધી હતી. ઈરાન યુદ્ધ અને સંરક્ષણ ખર્ચ જેવા ગંભીર મુદ્દાઓ વચ્ચે બંને નેતાઓ વચ્ચે થયેલી આ હળવી ક્ષણોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

'અમે ના હોત તો તમે ફ્રેન્ચ બોલતા હોત', કિંગ ચાર્લ્સે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની 'મજાક ઉડાવી'
 The White House X

King Charles White House Dinner Trump: વ્હાઇટ હાઉસમાં આયોજિત એક ભવ્ય ડિનર દરમિયાન બ્રિટિશ મહારાજા કિંગ ચાર્લ્સ તૃતીયે પોતાની આગવી શૈલીમાં ઇતિહાસનો પાઠ ભણાવતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ફિરકી લીધી હતી. ઈરાન યુદ્ધ અને સંરક્ષણ ખર્ચ જેવા ગંભીર મુદ્દાઓ વચ્ચે બંને નેતાઓ વચ્ચે થયેલી આ હળવી ક્ષણોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

શું હતો સમગ્ર મામલો?

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ યુરોપિયન સાથી દેશો પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, "જો અમેરિકા ન હોત, તો યુરોપના દેશો આજે જર્મન ભાષા બોલતા હોત." આ નિવેદનનો વળતો જવાબ આપતા કિંગ ચાર્લ્સે રમૂજમાં કહ્યું, "મિસ્ટર પ્રેસિડેન્ટ, તમે કહ્યું હતું કે અમેરિકા વગર યુરોપિયનો જર્મન બોલતા હોત, પણ મારે કહેવું જોઈએ કે જો અમે (બ્રિટિશરો) ન હોત, તો તમે આજે કદાચ ફ્રેન્ચ બોલતા હોત!"

આ સાંભળીને આખું હોલ હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કિંગ ચાર્લ્સનો ઇશારો અમેરિકાની આઝાદી પહેલા ઉત્તર અમેરિકામાં ચાલેલા બ્રિટન અને ફ્રાન્સ વચ્ચેના વર્ચસ્વના જંગ તરફ હતો.

વ્હાઇટ હાઉસને બાળવાની ઘટના પર પણ કરી મજાક

કિંગ ચાર્લ્સે માત્ર ટ્રમ્પ જ નહીં, પણ બ્રિટિશ ઇતિહાસ પર પણ જોક્સ કર્યા હતા. 1814માં બ્રિટિશ સૈનિકોએ વ્હાઇટ હાઉસના કેટલાક ભાગો સળગાવી દીધા હતા, તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, "અમે બ્રિટિશરોએ પણ એક સમયે વ્હાઇટ હાઉસના રિયલ એસ્ટેટ રીડેવલપમેન્ટનો પ્રયાસ કર્યો હતો!" આ ઉપરાંત, તેમણે અમેરિકન ક્રાંતિની પ્રખ્યાત બોસ્ટન ટી પાર્ટી'નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજની સાંજ તે ઘટના કરતાં ઘણી સુખદ છે.

આ પણ વાંચો: વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર

ટ્રમ્પનો મજેદાર જવાબ

બ્રિટિશ રાજવી પરિવારના ચાહક ગણાતા ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મજાકને ખેલદિલીથી લીધી હતી. તેમણે કિંગ ચાર્લ્સના સંસદ(કોંગ્રેસ)ના સંબોધનને યાદ કરતાં મજાક કરી કે, રાજાએ ડેમોક્રેટ્સને પણ માન આપવા ઊભા કરી દીધા, જે હું અત્યાર સુધી ક્યારેય કરી શક્યો નથી.

ગંભીર સંદેશ

અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે કિંગ ચાર્લ્સે બંને દેશોના ખાસ સંબંધો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ભલે ભૂતકાળમાં વિવાદો રહ્યા હોય, પરંતુ આજે યુકે અને યુએસ વચ્ચેનું જોડાણ માનવ ઇતિહાસનું સૌથી મહત્ત્વનું જોડાણ છે. તેમણે દેશોને 'અંતર્મુખી' બનવાને બદલે સાથે મળીને કામ કરવા વિનંતી કરી હતી.