Get The App

ટ્રમ્પ અને નેતન્યાહૂ કરતાં ખામનેઇની સંપત્તિ વધુ છે : આ બેસુમાર સંપત્તિનો વારસ કોણ હશે ?

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પ અને નેતન્યાહૂ કરતાં ખામનેઇની સંપત્તિ વધુ છે : આ બેસુમાર સંપત્તિનો વારસ કોણ હશે ? 1 - image


ખામનેઇનું નિધન થયું છે તેમ નિશ્ચિત લાગે છે

ઇરાનના સર્વોચ્ચ નેતાની સંપત્તિ પહેલાં કેટલી હતી ? અને પછીય કેટલી વધી તેના આંકડા જાણી તમોને આંચકો લાગી જશે

તહેરાન: ઇઝરાયલ અમેરિકાના સંયુક્ત હુમલામાં ઇરાની સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેનેઇનું તથા ઇરાનના સંરક્ષણ મંત્રી અને ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડઝના ૭ ટોપ સૈન્ય અધિકારીઓ સાથે નિધન થયું છે.

પૂર્વે જેલવાસ ભોગવનારા ખામનેઇ પછીથી ઇરાનના સર્વે સર્વા બની રહ્યાં. ૧૯૮૯માં ઇરાનમાં ઇસ્લામિક ક્રાંતિથી જેહાદ જગાવી તેઓે રાજા શાહી દૂર કરાવી દેસમાં પ્રજાસતાક તો સ્થાપ્યું પરંતુ તે ઇસ્લામધર્મી આધારિત રહ્યું. તેઓ પાસે ૨૦૦ બિલિયન ડૉલર જેટલી સંપત્તિ હોવાનો અંદાજ છે. જો કે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી તે જુદી વાત છે.

૨૦૧૩માં રોઇટર્સે હાથ ધરાયેલાં ઇન્વેસ્ટિગેટિવ રીપોર્ટીંગ ઉપરથી પણ જાણવા મળે છે કે તેમની પાસે ૨૦૦ બિલિયન ડોલરની સંપત્તિ હશે.

૨૦૨૫ના રીપોર્ટ પ્રમાણે ડૉનાલ્ડ ટ્રમ્પની નેટવર્થ ૭.૩ બિલિયન ડૉલર હોવાનું જાણવા મળ્યું છે. જે ૨૦૨૪માં ૩.૯ બિલિયન ડૉલર્સ જેટલી હતી. જ્યારે નેતન્યાહૂની નેટવર્થ ૧૩ મિલિયન ડોલર્સ હતી. આ આંકડા ઉપરથી સ્પષ્ટ થઇ જાય છે કે આયાતોલ્લાહ પાસે, ટ્રમ્પ કે નેતન્યાહૂ બંનેની સંપત્તિ કરતાં ખામનેઇ પાસે ઘણી બધી વધુ સંપત્તિ છે. પ્રશ્ન તે સંપત્તિના વારસો ઉપસ્થિત થાય તે સહજ છે. રીપોર્ટસ મુજબ ઇસ્લામિક રીવોલ્યુશનની ગાર્ડ કોર્પ્સના વડા તરીકે તેમના પુત્ર મોજતયા ખામેનેઇ વારસ બને તે સહજ છે. તેઓ લંડનમાં આલીશાન ઘર ધરાવે છે. દુબઈમાં પૉશ વિલા સાથે અબજોની સંપત્તિ ધરાવે છે.