Get The App

કેરલનો MMA ફાયટર કેનેડામાં રીંછના હુમલામાં માર્યો ગયો : તેની ઇચ્છા તો પ્રોફેશનલ ફાયટર થવાની હતી

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
કેરલનો MMA ફાયટર કેનેડામાં રીંછના હુમલામાં માર્યો ગયો : તેની ઇચ્છા તો પ્રોફેશનલ ફાયટર થવાની હતી 1 - image

- ઉત્તર કેનેડાનાં સાસ્કાનયેવાન પાસે યુરેનિયમ ખોદકામ ટેક્નિશ્યન તરીકે ધ્યાન રાખવામાં વ્યસ્ત હતો ત્યારે કેનેડાનાં બીગ બેરે હુમલો કર્યો

ઓટાવા : ઉત્તર કેનેડાનાં સાસ્કાનયેવાન પાસે યુરેનિયમ એક્સપ્લોરેશન સાઇટ ઉપર એક ભારતીય કામ કરતો હતો, ત્યારે એક રીંછે તેની ઉપર હુમલો કરતાં તે માર્યો ગયો હતો. આ યુવાનનું નામ હૃષિકેશ કોલોથ હોવાનું સીબીસી કેનેડાએ જણાવ્યું હતું.

હૃષિકેશ ઝૂ બે પ્રોપર્ટી નામક કંપનીમાં ટેકનિશ્યન તરીકે કામ કરતો હતો. આ કંનપી, વાનકુવર સ્થિત યુરેનિયમ ઠ ડીસ્કવરી કોર્પોરેશનની પેટા કંપની છે. આ યુરેનિયમ સાઇટ સાસ્કેનન શહેરથી ૮૫૦ કી.મી. ઉત્તર પૂર્વે નોર્ડ બે લેઇક નજીક આવેલી છે.

આ સાઇટ ઉપર હૃષિકેશ કામ કરતો હતો ત્યારે જંગલમાંથી ઓચિંતુ એક બ્લેક બેર ધસી આવ્યું અને તેની ઉપર હુમલો કર્યો. તુર્ત જ તેના એક સાથીએ ગોળીમારી તે રીંછને તો મારી નાખ્યું. પરંતુ હૃષિકેશ અત્યંત ઘાયલ થયો હતો. પરિણામે તેનું નિધન થયું હતું. પછીથી માર્યા ગયેલાં રીંછને સાસ્કેનન સ્થિત વેસ્ટર્ન કોલેજ ઓફ વેટરનરી મેડીસીનમાં નેક્રોપ્સી માટે મોકલવામાં આવ્યું.

મૂળ કેરલનાં વતની તેવો હૃષિકેશ કોલોથ ત્રણ વર્ષ પહેલાં કેનેડા જઈ વસ્યો હતો તે માર્શલ આર્ટમાં પણ એક્ષપર્ટ હતો અને પ્રોફેશનલ ફાયટર થવા માગતો હતો તે તેના મોટાભાઈ અર્જુન કોલોથા સાથે બ્રિટિશ કોલંબિયાનાં પેન્ટીકરનમાં રહેતો હતો.

હૃષિકેશનાં નિધનથી અત્યંત ખિન્ન થયેલા તેના મોટા ભાઈ અર્જુન કોલોથે કહ્યું હતું કે હૃષિકેશ એક ટેક્નિશ્યન તો હતો જ પરંતુ યુ.એફ.સી.માં તે વ્યાવસાયિક બોક્સર તરીકે પણ નામના મેળવવા માગતો હતો.