Get The App

રમઝાનમાં કરાંચી બેહાલ : 15 કલાકનો અઘોષિત ગેસ કાપ : 50% આપૂર્તિ ઘટી

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
રમઝાનમાં કરાંચી બેહાલ : 15 કલાકનો અઘોષિત ગેસ કાપ : 50% આપૂર્તિ ઘટી 1 - image

- સરકારે 12 થી 15 કલાકનો અચાનક 'ગેસ-કાપ' અમલી કરી દીધો, કરાંચીના 70 ટકા વિસ્તારમાં LPG સપ્લાય જ બંધ થઈ ગયો

કરાચી : રમઝાનના પવિત્ર મહિનામાં પાકિસ્તાનના સૌથી પહેલા પાટનગર અને વર્તમાન સમયમાં સિંધ પ્રાંતના પાટનગર કરાચીમાં ગેસ-સંકટે હાહાકાર મચાવી દીધો છે. ત્યાં ગેસનો પૂરવઠો લગભગ બંધ થઈ ગયો છે. તેથી સેહરી અને ઇફતાર તૈયાર કરવામાં જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જનતાની તે અંગેની ફરિયાદ સાંભળનાર જ કોઈ નથી.

સુઈ-સાઉદન ગેસ કંપની (એસએસજીસી) માં ગેસ પ્રેશર એટલુ ઓછુ છે કે ૧૨ થી ૧૫ કલાક અઘોષિત લોડશેડિંગ થઈ રહ્યું છે. પહેલા તો સરકારે માત્ર રાત્રીના જ સપ્લાય કામની જાહેરાત કરી હતી. પરંતુ ગેસ ન મળતા લોકોને ના છૂટકે ૩૦૦૦ થી ૪૦૦૦ રૂપિયે સીલીન્ડર ખરીદવું પડે છે.

તે સર્વવિદિત છે કે ઇરાને સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝ પર નાકાબંધી કરતાં આ મુશ્કેલી ઉભી થઈ છે. તેથી મિડલ સાઇડ નેચરલ ગેસની આયાત ઉપર બહુ માઠી અસર થઈ છે.

બીજી તરફ એસએસજીસીએ ગેસ સપ્લાયનું નવું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે.

(૧) શહેરો માટે સવારે ૩.૩૦ થી ૬.૦૦ વાગ્યા સુધી. (૨) ઇફતાર પહેલા સાંજે ૩.૩૦ થી ૭.૦૦ વાગ્યા સુધી. પરંતુ આ પુરવઠો માત્ર કાગળ ઉપર જ રહ્યો છે. તેટલું જ નહીં પરંતુ સીધો ૫૦ ટકા કાપ પણ મુકી દેવાયો છે. તેથી લોકોની મુશ્કેલી પારાવાર બની છે.