AI ને શક્તિશાળી બનતા અટકાવવાની નોકરી, પગાર 3.7 કરોડ રૂપિયા, Open AIની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Open Ai news: દુનિયાની સૌથી જાણીતી એઆઈ કંપનીઓમાંની એક ઓપનએઆઈએ એવી નોકરી માટે ભરતી શરૂ કરી છે, જેના કામનું વર્ણન સાંભળીને જ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ગયા છે. કંપની એવા સંશોધકોને શોધી રહી છે, જે ભવિષ્યમાં અતિ બુદ્ધિશાળી એઆઈથી ઊભા થઈ શકતા જોખમોને અટકાવવા પર કામ કરશે. આ માટે કંપની તેમને વર્ષના લગભગ રૂપિયા 3.7 કરોડ સુધીનો પગાર આપવા તૈયાર છે.
આ નોકરી કંપનીની પ્રીપેર્ડનેસ ટીમ માટે છે. આ ટીમનું મુખ્ય કામ એ છે કે, ભવિષ્યમાં એઆઈ ટેકનોલોજી વધુ શક્તિશાળી બની જાય તો માનવજાત માટે શું જોખમ ઊભાં થશે તેનું મૂલ્યાંકન કરવું. નોકરીની જાહેરાતમાં રિકર્સિવ 'સેલ્ફ ઈમ્પ્રૂવમેન્ટ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો અર્થ થાય કે ભવિષ્યમાં એઆઈ સિસ્ટમો એટલી તાકતવર થઈ શકે છે જે માણસોની સહાયતા વગર જ નવા મોડલ્સ બનાવશે, ટ્રેનિંગ સુધારશે, પોતાની ક્ષમતાઓ વધારશે. આ સંભાવનાઓને દુનિયાના ઘણા એઆઈ એક્સપર્ટ્સ 'સુપરઈન્ટેલિજન્સ રિસ્ક' ગણાવી રહ્યા છે.
આ નોકરીમાં સંશોધકોએ ભવિષ્યમાં ઊભા થઈ શકે તેવા એઆઈ જોખમોનો અભ્યાસ કરવો પડશે. એડવાન્સ એઆઈ મોડલ્સ પર સેફ્ટી એક્સપિરિમેન્ટ્સ ચલાવવા પડશે. એઆઈનું અણધાર્યું વર્તન શોધવા માટે મોનિટરિંગ સિસ્ટમ્સ બનાવવાની રહેશે. આ સિવાય ડેટા પોઈઝનિંગ જેવા સાયબર એટેક સામે મોડલ્સને સુરક્ષિત બનાવવાના રહેશે. એઆઈ સિસ્ટમ્સ કેવી રીતે વિચારે છે અને નિર્ણય લે છે તે સમજવા ટૂલ્સ ડેવલપ કરવાના રહેશે.
નોકરીની જાહેરાતમાં એક રસપ્રદ લાઇન પણ હતી. ઓપનએઆઈએ લખ્યું કે આ ભૂમિકા માટે માત્ર ટેકનિકલ રીતે મજબૂત લોકો પૂરતા નથી, પરંતુ એવા લોકો જોઈએ જેઓ 'ટેસ્ટફૂલ અને સ્ટ્રેજક' હોય એટલે કે લાંબા ગાળાના પરિણામો સમજવાની ક્ષમતા ધરાવતા હોય તેમની જરૂરત છે.









