બેઇજિંગ, તા. ૧૦
બેઇજિંગમાં જિનપિંગ અને તાઇવાનનાં નેતાની મહત્ત્વપૂર્ણ
મુલાકાતે એશિયાનાં રાજકારણમાં નવી હિલચાલ પેદા થઇ છે. ચીનના પ્રમુખ જિનપિંગ અને
તાઇવાનની વિપક્ષી પાર્ટી કુઓમિતાંગ (કેએમટી)નાં નેતા ચેંગ લી વુન સાથે બેઠક કરી
હતી.
આ બેઠક પછી પ્રશ્ર ઉઠી રહ્યો છે કે શું ચીન યુદ્ધ વગર જ
તાઇવાનને પોતાની સાથે જોડવાની રણનીતિ પર કાર્ય કરી રહ્યું છે? આ મુલાકાત અનેક
દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક દાયકામાં પ્રથમ વખત તાઇવાનની
વિપક્ષી ર્પ્ટીનાં નેતાએ ચીનની મુલાકાત લીધી છે. બેઇજિંગમાં મંત્રણા દરમિયાન
જિનપિંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બંને તરફનાં લોકો એક થશે.
આ ઇતિહાસની અનિવાર્ય ઘટના છે. અમને આ અંગે સંપૂર્ણ વિશ્વાસ
છે. તેમનું આ નિવેદન સીધી રીતે ચીનનાં પોતાના જૂના વલણને દર્શાવે છે જેમાં તે
તાઇવાનને પોતાનો અભિન્ન હિસ્સો ગણે છે.
ચીન લાંબા સમયથી જણાવે છે કે તાઇવાન એક દિવસ તેની સાથે
જોડાઇ જશે. આ કામ શાંતિથી થશે અથવા સૈન્ય કાર્યવાહીથી. પરંતુ આ વખતે જે રીતે
તાઇવાનનાં વિપક્ષી પાર્ટીનાં નેતાને આમંત્રણ આપવામાં આવ્યું છે તેનાથી આ રણનીતિને
નવો વળાંક મળ્યો છે.
આ રણનીતિને સોફ્ટ પાવર અથવા રાજકીય પ્રભાવ દ્વારા તાઇવાનને
નજીક લાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
બીજી તરફ ચેંગ લી વુને પણ મંત્રણામાં શાંતિની વાત જણાવી
હતી. તાઇવાન હવે સંઘર્ષનું કેન્દ્ર બનવા માંગતું નથી. બંને પક્ષોએ રાજકીય મતભેદથી
ઉપર ઉઠીને અવુ સમાધાન શોધવું જોઇએ જેનાથી યુદ્ધને ટાળી શકાય.
જો કે તાઇવાનનાં સત્તાધારી પક્ષ અને વર્તમાન પ્રમુખ લાઇ
ચિંગ આ સમગ્ર પ્રક્રિયાને શંકાની નજરથી જોઇ રહ્યાં છે.


