World

ભારત-પાકિસ્તાનના આ બે લોકો મારા માટે સૌથી ખાસ : અમેરિકા-ઈરાન મંત્રણા વચ્ચે જેડી વેન્સની ટિપ્પણી

By GS Team
21 Jun 20262 mins read
TukuTouch Logo
સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા-ઈરાનની વાતચીત દરમિયાન અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સનું એક નિવેદન ચર્ચામાં આવી ગયું છે. વેન્સે રમૂજી અંદાજમાં કહ્યું કે, 'તેમના જીવનમાં બે સૌથી મહત્વપૂર્ણ લોકોમાં એક ભારતીય અને એક પાકિસ્તાની સામેલ છે. ભારતીય મારી પત્ની ઉષા વેન્સ છે, અને પાકિસ્તાની ફીલ્ડ માર્શલ આસિમ મુનીર છે. આજે અમે કરારના તકનીકી પાસાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ, જે કદાચ દરેક મતભેદને ખતમ નહીં કરે. પરંતુ તેનાથી એટલું થયું છે કે, પહેલીવાર તમામ પક્ષો એક ટીમ તરીકે સાથે બેઠા છે. આનાથી અમને એ સમજવામાં મદદ મળશે કે, અલગ-અલગ પક્ષો માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દા કયા છે, તે મુદ્દાઓનું સમાધાન કેવી રીતે કરવામાં આવે અને વધુ સારા ભવિષ્ય તરફ કેવી રીતે આગળ વધવું.'

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-પાકિસ્તાનના આ બે લોકો મારા માટે સૌથી ખાસ : અમેરિકા-ઈરાન મંત્રણા વચ્ચે જેડી વેન્સની ટિપ્પણી

JD Vance Names Usha Vance And Asim Munir : સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા-ઈરાનની વાતચીત દરમિયાન અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સનું એક નિવેદન ચર્ચામાં આવી ગયું છે. વેન્સે રમૂજી અંદાજમાં કહ્યું કે, 'તેમના જીવનમાં બે સૌથી મહત્વપૂર્ણ લોકોમાં એક ભારતીય અને એક પાકિસ્તાની સામેલ છે. ભારતીય મારી પત્ની ઉષા વેન્સ છે, અને પાકિસ્તાની ફીલ્ડ માર્શલ આસિમ મુનીર છે. આજે અમે કરારના તકનીકી પાસાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ, જે કદાચ દરેક મતભેદને ખતમ નહીં કરે. પરંતુ તેનાથી એટલું થયું છે કે, પહેલીવાર તમામ પક્ષો એક ટીમ તરીકે સાથે બેઠા છે. આનાથી અમને એ સમજવામાં મદદ મળશે કે, અલગ-અલગ પક્ષો માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દા કયા છે, તે મુદ્દાઓનું સમાધાન કેવી રીતે કરવામાં આવે અને વધુ સારા ભવિષ્ય તરફ કેવી રીતે આગળ વધવું.'

વેન્સે જણાવ્યું કે, 'સંબંધિત દેશોનું રાજકીય નેતૃત્વ એટલા માટે અહીં હાજર છે, કારણ કે ટેકનિકલ પાસાઓની રૂપરેખા નક્કી કરી શકાય, અને ટીમોને એ ભરોસો અપાવી શકાય કે, તેમને સંપૂર્ણ રાજકીય સમર્થન પ્રાપ્ત છે. આપણે ઇચ્છીએ છીએ કે, આપણી ટીમો કોઈપણ અવરોધને દૂર કરવા માટે ગમે ત્યારે આપણો સંપર્ક કરી શકે છે.' અમેરિકાના ઉપપ્રમુખે કહ્યુ કે, 'હજુ ઘણું કામ બાકી છે, પરંતુ તમામ પક્ષો આ પ્રક્રિયાને લઈને ઉત્સાહિત છે. આપણે વિતેલા થોડા કલાકોમાં ઘણી પ્રગતિ કરી છે.'

આ પણ વાંચો : હોર્મુઝ વિવાદ બાદ ભારતે બદલી રણનીતિ! અમેરિકા પાસેથી ઘટાડી ખરીદી, રશિયામાં પાસેથી કર્યું રેકોર્ડ આયાત

જેડી વેન્સે જણાવ્યું કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમગ્ર મિડલ ઈસ્ટમાં સ્થાયી યુદ્ધવિરામ લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. આવા યુદ્ધવિરામ હંમેશા થોડા જટિલ હોય છે, પરંતુ આપણે વિતેલા થોડા દિવસોમાં એ સુનિશ્ચિત કરવામાં મોટી પ્રગતિ જોઈ છે કે, લેબનાનમાં યુદ્ધવિરામ જળવાઈ રહે.' જેડી વેન્સે કહ્યું કે, 'ટ્રમ્પે તેમને નવી શરૂઆત કરવા અને રાજદ્વારી સમાધાન શોધવા માટે અધિકૃત કર્યા છે.'

વેન્સે એવું પણ કહ્યું કે, 'ઈરાન લાંબા સમયથી પ્રાદેશિક અસ્થિરતાનું એક મોટું કારણ રહ્યું છે, પરંતુ હવે કૂટનીતિ દ્વારા મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)ને બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, અમેરિકી અને ઈરાની પ્રતિનિધિમંડળે કતારના મધ્યસ્થો સાથે ત્રિપક્ષીય બેઠક પણ કરી. વાતચીત શરૂ થતાં પહેલાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને મુખ્ય શરતો પર પણ વાત કરી. ઈરાને અમેરિકાને લેખિતમાં એ ખાતરી આપી છે કે, તે પરમાણુ બોમ્બ નહીં બનાવે.' બીજી તરફ, અમેરિકાએ કતારની બેંકોમાં ફ્રીઝ થયેલા 6 અબજ ડોલરના ફંડને ઈરાનને પરત કરવા પર સહમતિ પણ દર્શાવી છે.