World

જાપાનમાં મધ્યસ્થ ચૂંટણીમાં 'આયર્ન લેડી'એ રચ્યો ઈતિહાસ, LDPને મળી બહુમતી, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

By GS TEAM
8 Feb 20262 mins read
TukuTouch Logo
જાપાનના રાજકીય ઈતિહાસમાં રવિવાર દિવસ ખૂબ મહત્વપૂર્ણ હતો. વડાપ્રધાન સનાએ તાકાઈચીના નેતૃત્વ હેઠળના ગઠબંધને 'વિન્ટર સ્નેપ પોલ'માં પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવી છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન 'આયર્ન લેડી' માર્ગારેટ થેચરથી પ્રેરિત તાકાઈચી જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે. ચૂંટણી પરિણામોમાં તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મતદાન પૂર્ણ થયાના માત્ર બે જ કલાકમાં સત્તાધારી પક્ષ LDPએ નીચલા ગૃહની 465 બેઠકોમાંથી બહુમતી માટે જરૂરી 233નો આંકડો એકલા હાથે પાર કરી લીધો. આ જીતને જાપાનના ઈતિહાસમાં LDP પાર્ટીના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાંનું એક માનવામાં આવી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જાપાનમાં મધ્યસ્થ ચૂંટણીમાં 'આયર્ન લેડી'એ રચ્યો ઈતિહાસ, LDPને મળી બહુમતી, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

Japan Election: જાપાનના રાજકીય ઈતિહાસમાં રવિવાર દિવસ ખૂબ મહત્વપૂર્ણ હતો. વડાપ્રધાન સનાએ તાકાઈચીના નેતૃત્વ હેઠળના ગઠબંધને 'વિન્ટર સ્નેપ પોલ'માં પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવી છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન 'આયર્ન લેડી' માર્ગારેટ થેચરથી પ્રેરિત તાકાઈચી જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે. ચૂંટણી પરિણામોમાં તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મતદાન પૂર્ણ થયાના માત્ર બે જ કલાકમાં સત્તાધારી પક્ષ LDPએ નીચલા ગૃહની 465 બેઠકોમાંથી બહુમતી માટે જરૂરી 233નો આંકડો એકલા હાથે પાર કરી લીધો. આ જીતને જાપાનના ઈતિહાસમાં LDP પાર્ટીના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાંનું એક માનવામાં આવી રહ્યું છે.

PM મોદીએ પાઠવી શુભેચ્છા

ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સનાએ તાકાઈચીને ખાસ શુભેચ્છા પાઠવતા કહ્યું છે કે પ્રતિનિધિ સભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ સનાએ તાકાઈચીને શુભેચ્છા, આપણી વિશેષ રણનૈતિક અને વૈશ્વિક ભાગીદારી દુનિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મને વિશ્વાસ છેઃ કે તમારા સક્ષમ નેતૃત્વમાં ભારત અને જાપાનની દોસ્તી નવી ઊંચાઈઓ સુધી પહોંચશે. 


અમેરિકાના રાજદૂતે શું કહ્યું?

જાપાનમાં અમેરિકાના રાજદૂત જોર્ડ એડવર્ડ ગ્લાસે પણ પ્રભાવશાળી જીત બદલ સનાએ તાકાઈચીને અભિનંદન આપ્યા છે. કહ્યું છે કે તેમની સરકાર સાથે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત કરવા માટેના કામ માટે ઉત્સાહિત છે. 

36 વર્ષ બાદ 'મિડ વિન્ટર' ચૂંટણી

સનાએ તાકાઈચીએ પાછલા વર્ષે ઓકટોબરમાં જાહેરાત કરી હતી કે તેમની પાર્ટીના નેતૃત્વમાં ચૂંટણી જીત્યા બાદ 36 વર્ષમાં પ્રથમ વખત શિયાળાના મધ્યમાં ચૂંટણી યોજશે. આ ચૂંટણીનો ઉદ્દેશ્ય જનતાનો નવો જનાદેશ પ્રાપ્ત કરવાનો હતો.

આ પણ વાંચો: 'ચીનને ટક્કર આપી શકે તેવું ટેલેન્ટ માત્ર ભારત પાસે જ', ટ્રમ્પના મંત્રીનું મોટું નિવેદન

મોટો રાજનૈતિક દાવ 

આ નિર્ણય સૌથી મોટો રાજનૈતિક દાવ માનવામાં આવ્યો, કેમ કે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) સંસદમાં બંને સદનમાંથી બહુમત ખોઈ ચૂકી હતી. સાથે જ કોમેતો પાર્ટી સાથે જૂનું ગઠબંધન પણ તૂટી ગયું હતું. જેથી મધ્યસ્થ ચૂંટણીમાં જનતાએ ફરી વિશ્વાસ મૂકી બમ્પર બહુમતી આપતા હવે ફરી વડાપ્રધાન સનાએ તાકાઈચીનું રાજ આવશે.