કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા પ્લાનિંગ! ઇવાન્કા ટ્રમ્પની હત્યાના કાવતરાથી અમેરિકામાં ખળભળાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ivanka Trump Assassination Plot Foiled: અમેરિકન તપાસ એજન્સીઓએ એક મોટી આતંકી સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે, જેમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યા કરવાનું ગંભીર કાવતરું ઘડવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, પકડાયેલો આરોપી ઇવાન્કા ટ્રમ્પના ઘરનો નકશો લઈને ફરી રહ્યો હતો અને તેની ગતિવિધિઓ શંકાસ્પદ જણાતા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી.
ઈરાન સાથે જોડાયેલા છે તાર
અમેરિકન સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કાવતરા પાછળ ઈરાન સમર્થિત આતંકી નેટવર્કનો હાથ છે. પકડાયેલો આરોપી ઈરાનના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા ઈચ્છતો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા અમેરિકી એરસ્ટ્રાઈકમાં કાસિમ સુલેમાની માર્યો ગયો હતો, ત્યારથી ઈરાન સમર્થિત સંગઠનો અમેરિકન નેતાઓ અને તેમના પરિવારોને નિશાન બનાવવાની ફિરાકમાં રહે છે.
સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ
આ ખુલાસા બાદ ઇવાન્કા ટ્રમ્પ અને પ્રમુખના પરિવારની સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. તપાસ એજન્સીઓ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શંકાસ્પદ લોકોની પણ શોધખોળ કરી રહી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સાઉદી-ઈરાન વચ્ચેના ગુપ્ત સંઘર્ષો વચ્ચે અમેરિકાની ધરતી પર આ પ્રકારના કાવતરાનો પર્દાફાશ થવો એ વૈશ્વિક રાજકારણ માટે ચિંતાનો વિષય છે.









