Get The App

પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને ઈટાલીએ ઈઝરાયેલ સાથેનાં કરારો સસ્પેન્ડ કર્યા

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને ઈટાલીએ ઈઝરાયેલ સાથેનાં કરારો સસ્પેન્ડ કર્યા 1 - image

- ઈઝરાયલ સાથે ઈટાલીને સંરક્ષણ ઉદ્યોગો, સૈનિકોની તાલિમ અને શિક્ષણ સહિત બહુવિધ ક્ષેત્રે કરારો છે જે મેલોનીએ સસ્પેન્ડ કર્યા છે

રોમ : ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ મંગળવારે જાહેર કર્યું  હતું કે પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ઈઝરાયલ સાથેના સંરક્ષણ કરારો નિલંબિત (સસ્પેન્ડ) કરે છે.

ઉલ્લેખનીય છે કે આ કરારોમાં મીલિટરી ઈક્વીપમેન્ટસ તથા ટેકનોલોજીની આપલે સમાવિષ્ટ છે.

ઈટાલિયન ન્યૂઝ એજન્સી, 'આન્સા' મેલોનીને ટાંકતાં જણાવે છે કે તેઓએ કહ્યું હતું કે પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સરકારે ઈઝરાયલ સાથેના કરારો સ્વયમેવ ફરી તાજા થઈ શકે તે બાબત હાલ પૂરતી નિલંબિત રાખી છે.

એ.એફ.પી. એક ઈટાલિયન રાજદ્વારીએ કહ્યું હતું કે, તે (કરારો) અત્યારે ચાલુ રાખવા રાજકીય દ્રષ્ટિએ મુશ્કેલ છે.

રીપોર્ટસ જણાવે છે કે, ૨૦૦૬માં ઈઝરાયલે જ તે સ્વીકાર્ય ગણ્યા હતા, અને દર પાંચ વર્ષે તે રીન્યુ કરવાનો પણ તેમાં ક્લોઝ હતો. તે પ્રમાણે ઈટાલી અને ઈઝરાયલ વચ્ચે સંરક્ષણ ઉદ્યોગો, સૈનિકોની તાલિમ અને શિક્ષણ તથા રીસર્ચ અને ડેવલપમેન્ટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજી સહિત ઘણી બાબતો આવરી લેવામાં આવી હતી.

લેબેનોનમાં યુએનના નેજા નીચે પીસ ડ્રીપીંગ કોર્પ્સના ભાગરૂપે ઈટાલિયન સૈનિકોને લઈ જતાં જહાજ ઉપર ઈઝરાયલી જહાજમાંથી વોર્નિંગ શોટસ છોડાયા પછી બંને દેશો વચ્ચે તંગદિલી પ્રસરી રહી છે.

આ પૂર્વે પણ ઈટાલીએ લેબેનોન પર કરાયેલા ઈઝરાયલી હુમલાની ઉગ્ર ટીકા કરી હતી. ઈટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો, તાજાનીએ લેબેનોનના નાગરિકો ઉપર પણ કરાયેલા હુમલાને અસ્વીકાર્ય કહ્યા હતા. તે પછી બંને દેશો વચ્ચે તંગદિલી વધી રહી છે. ઈઝરાયલે સોમવારે ઈટાલીના રાજદૂતને પણ બોલાવી વિરોધ દર્શાવ્યો હતો.