- નિયમ તે છે કે, માઈન્સ લેવિંગનો નકશો રાખવો પડે છે
- ન્યૂયોર્ક ટાઈમ્સ જણાવે છે કે ઈરાને હોર્મુઝ સમુદ્રધુનિમાં જ્યાં ત્યાં આડી-અવળી માઈન્સ પાથરી તો દીધી છે, પરંતુ તેનો નકશો રાખ્યો નથી હવે તો તેને પણ તે જડતી નથી
નવીદિલ્હી : યુદ્ધિ વિરામ થયો તો પણ હોર્મુઝની સમુદ્રધુનિ ખુલવાની તત્કાળ ખુલવાની શક્યતા દેખાતી નથી તેનું કારણ તે છે કે ઈરાને પોતે જ સમુદ્રધુનિમાં માઈન્સ પાથરી છે.
કોઈપણ દેશ પોતે માઈન્સ પાથરે ત્યારે તેનો નકશો પહેલેથી જ બનાવી તે પ્રમાણે માઈન્સ પાથરે છે સાથે વચ્ચેથી જહાજોને (પોતાનાં અને મિત્ર દેશોનાં) પસાર થવાનો માર્ગ પણ તે નકશામાં દોરેલો હોય છે. આવું કશું જ ઈરાનનાં નૌકાદળની બોટોએ કર્યું હોય તેમ લાગતું નથી. પરિણામે પોતે માઈન્સ ક્યાં ક્યાં પાથરી છે તેની તેના નેવીની બોટોને ખબર નથી. તેથી હવે હોર્મુઝ સમુદ્રધુનિ ખુલવામાં વાર લાગશે કારણ કે તે માઈન્સ શોધતાં વાર લાગશે.
ન્યૂયોર્ક ટાઈમ્સ જણાવે છે કે ઈરાને હોર્મુઝ સમુદ્રધુનિમાં જ્યાં ત્યાં ગમે તેમ માઈન્સ પાથર્યા કરી હતી હવે તેને જ તે જડતી નથી. હવે સૌથી મોટી મુશ્કેલી તો તેને પોતાને જ નડે તેમ છે. પોતાનાં જ જહાજોને બહાર નીકળવામાં કે અંદર લાવવામાં મુશ્કેલી તો પડશે જ. હવે તો તે જહાજોએ માઈન્સ-ડીરકેટર સંયંત્રો સાથે રાખી માઈન્સ એવોઈડ કરી ચાલવું પડશે.


