World

અમારું અપમાન થયું, ધરતીથી નામોનિશાન મિટાવી દઈશું', હમાસ પર ભડકેલા ઈઝરાયલે આપી ધમકી

By GS TEAM
15 Oct 20252 mins read
TukuTouch Logo
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સાતમી ઑક્ટોબર 2023થી ચાલી રહેલા યુદ્ધમાં આખરે શુક્રવારે (10મી ઑક્ટોબર) યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 20 મુદ્દાના પ્રસ્તાવો પરનો યુદ્ધવિરામ કરાર આજે ગાઝામાં અમલમાં આવ્યો છે. આ વચ્ચે હવે ઈઝરાયલી આર્મી (IDF)ના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ ઈયાલ ઝમીરે કહ્યું કે, 'જ્યાં સુધી અમે તમામ બંધકોને પરત ન લઈ આવીએ ત્યાં સુધી સેના શાંતિથી નહીં બેશે. તમામ બંધકોને પરત લાવવા એ ઈઝરાયલી સૈન્યની નૈતિક, રાષ્ટ્રીય અને યહૂદી ફરજ છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

અમારું અપમાન થયું, ધરતીથી નામોનિશાન મિટાવી દઈશું', હમાસ પર ભડકેલા ઈઝરાયલે આપી ધમકી

Israel Threatens Hamas: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સાતમી ઑક્ટોબર 2023થી ચાલી રહેલા યુદ્ધમાં આખરે શુક્રવારે (10મી ઑક્ટોબર) યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 20 મુદ્દાના પ્રસ્તાવો પરનો યુદ્ધવિરામ કરાર આજે ગાઝામાં અમલમાં આવ્યો છે. આ વચ્ચે હવે ઈઝરાયલી આર્મી (IDF)ના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ ઈયાલ ઝમીરે કહ્યું કે, 'જ્યાં સુધી અમે તમામ બંધકોને પરત ન લઈ આવીએ ત્યાં સુધી સેના શાંતિથી નહીં બેશે. તમામ બંધકોને પરત લાવવા એ ઈઝરાયલી સૈન્યની નૈતિક, રાષ્ટ્રીય અને યહૂદી ફરજ છે.'

હમાસે હજુ પણ 21 મૃત બંધકોના મૃતદેહ પોતાની પાસે રાખ્યા છે, છેલ્લા બે દિવસમાં તેણે માત્ર 7 મૃતદેહ પરત કર્યા છે. આ પહેલા સોમવારે હમાસે તમામ 20 જીવિત બંધકોને મુક્ત કરી દીધા હતા. મૃત બંધકોના મૃતદેહો અંગે IDF ચીફ ઝમીરે કહ્યું કે, 'રાજકીય નેતૃત્વ સાથે મળીને અમે તમામ કરારો લાગુ કરવા પર અડગ રહીશું. પરંતુ જ્યાં સુધી અમે તમામ બંધકોને પરત નહીં લાવીએ ત્યાં સુધી અમે શાંતિથી નહીં બેસીશું.' 

હમાસે મૃતદેહો પરત કરવામાં ઈઝરાયેલ સાથે દગો કર્યો

બુધવારે હમાસે ચાર મૃત બંધકોના મૃતદેહ ઈઝરાયલને સોંપ્યા હતા. જોકે, ઈઝરાયલી મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હમાસ દ્વારા પરત કરાયેલા મૃતદેહોમાંથી એક ઈઝરાયલી બંધકનો નથી. હમાસે ઈઝરાયલી બંધક ગણાવીને જે મૃતદેહ મોકલ્યો છે તે ગાઝા પટ્ટીના એક વ્યક્તિનો છે. 

મીડિયા સાથે વાત કરતા એક ઈઝરાયલી અધિકારીએ કહ્યું કે, હમાસે જે મૃતદેહો પરત કર્યા છે, તેમાંથી એક મૃતદેહ ઈઝરાયલી બંધકનો નથી પરંતુ તે એક પેલેસ્ટિનિયનનો છે 

ખોટો મૃતદેહ આપવા પર ઈઝરાયલ ભડક્યું

ખોટો મૃતદેહ સોંપવા પર ઈઝરાયલના ધૂર-દક્ષિણપંથી મંત્રી ઈતમાર બેન ગ્વીર ભડકી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'અમારું ખૂબ અપમાન થયું. સેંકડો ટ્રકો માટે રસ્તો ખોલ્યાના થોડી જ વાર બાદ હમાસે ઝડપથી પોતાની ચાલ જેવી કે જૂઠાણું, દગો અને પરિવારો તથા મૃતદેહો સાથે ધોખા પર ઉતરી આવ્યું છે. નાઝી આતંકવાદ માત્ર હથિયારોની ભાષા જ સમજે છે. તેનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો એ જ છે કે, ધરતીથી તેનું નામોનિશાન મિટાવી દેવું.'

આ પણ વાંચો: ગાઝામાં શાંતિ કરાર પર હસ્તાક્ષર બાદ હમાસે 8 લોકોને ગદ્દાર ગણાવી માથામાં ગોળી મારી

આ વર્ષની શરૂઆતમાં પણ હમાસે ઈઝરાયલને એક ખોટો મૃતદેહ સોંપી દીધો હતો. હમાસે દાવો કર્યો હતો કે, આ મૃતદેહ મૃતક બંધક શિરી બીબસનો છે. જોકે, ઈઝરાયલે જણાવ્યું કે, આ મૃતદેહ બીબસનો નહીં પણ ગાઝાના એક પેલેસ્ટિનિયન વ્યક્તિનો છે. ઈઝરાયલે ભારે હોબાળો મચાવ્યા બાદ હમાસે અસલી મૃતદેહ ઈઝરાયલને સોંપ્યો હતો.