World

ઇઝરાયેલી સેના લેબનોનમાં ઘૂસી, 26 વર્ષમાં પહેલી વાર કિલ્લા પર કબજો

By GS Team
1 Jun 20261 min read
ઇઝરાયેલી સેના લેબનોનમાં  ઘૂસી, 26 વર્ષમાં પહેલી વાર કિલ્લા પર કબજો

હિઝબુલ્લાહ સામે ઓપરેશન વધુ ઝડપી બનાવાયું 

હિઝબુલ્લાહના સ્થળો, આસપાસનો વિસ્તાર ખાલી કરવા લેબનોનના લોકોને ઇઝરાયેલની ચેતવણી

તેલ અવીવ: અમેરિકા અને ઇરાનના વિવાદ વચ્ચે ઇઝરાયેલે લેબનોન પર હુમલા વધારી દીધા છે, એટલુ જ નહીં લેબનોનના વિસ્તારો પર કબજો કરવાનું પણ શરૂ કરી દીધુ છે. તાજેતરમાં જ ઇઝરાયેલી સૈન્યએ લેબનોનના એક પહાડી વિસ્તાર પર કબજો કરી લીધો હતો જ્યાં જુનો કિલ્લો પણ આવેલો છે.

આતંકી સંગઠન હિઝબુલ્લાહ સામે ઓપરેશન ચલાવી રહેલા ઇઝરાયેલે લેબનોનના બ્યૂફોર્ટ કેસ્ટલ પર કબજો જમાવ્યો છે, આ પહાડ પર કિલ્લો પણ આવેલો છે જ્યાં ઇઝરાયેલી સૈનિકો હથિયારો સાથે જોવા મળ્યા હતા. જેની તસવીર પણ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવી છે. ઇઝરાયેલી સૈનિકો આ વિસ્તારમાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છે.  ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે એક નિવેદન જાહેર કરીને ચેતવણી આપતા કહ્યું છે કે જે પણ લોકો ઝહરાની નદીમાં કે આસપાસ હોય તો તેઓ આ વિસ્તારને તાત્કાલીક ખાલી કરી દે. 

હિઝબુલ્લાહના જેટલા પણ સ્થળો હોય ત્યાંથી આમ નાગરિકો દૂર જતા રહે. ઇઝરાયેલી સૈન્યએ એમ પણ કહ્યું હતું કે હિઝબુલ્લાહ સામેના ઓપરેશનમાં સૈનિકો વધુ ને વધુ વિસ્તારો પર કબજો કરી રહ્યા છે. અત્યાર સુધી ઇઝરાયેલ માત્ર પોતાની હદમાં રહીને જ હિઝબુલ્લાહ સામ કાર્યવાહી કરી રહ્યું હતું હવે લેબનોનમાં ઘૂસી ગયું છે.