Get The App

ના હોર્મુઝ ખુલશે, ના વાત થશે: યુદ્ધમાંથી ટ્રમ્પના 'એક્ઝિટ પ્લાન' બાદ ઈરાનની ધમકી

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
Hormuz Strait Row


Hormuz Strait Row: મિડલ ઈ+સ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયલને કડક સંદેશ આપતા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો કે કોઈપણ પ્રકારની મંત્રણા કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. ઈરાની સંસદના ડેપ્યુટી સ્પીકરે ભારપૂર્વક જણાવ્યું છે કે, યુદ્ધ, શાંતિ કે વાતચીત અંગેના તમામ નિર્ણયો માત્ર ઈરાનના સર્વોચ્ચ નેતાના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને હાલમાં આવી કોઈ પરવાનગી આપવામાં આવી નથી. આટલું જ નહીં, ઈરાને હવે આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી પસાર થતાં જહાજો પર ટોલ ટેક્સ વસૂલવાની નવી યોજનાને પણ મંજૂરી આપી દીધી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ વધ્યો છે.

જહાજોની અવરજવર ઠપ થતાં ઓઇલ પુરવઠો ખોરવાયો

હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર લગભગ ઠપ થઈ જવાથી વૈશ્વિક ઓઇલ પુરવઠા પર માઠી અસર પડી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો આવતાં દુનિયાભરની અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો છવાયા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ વોશિંગ્ટન સાથેના પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંદેશા વ્યવહારના તમામ અહેવાલોને નકારી કાઢ્યા છે. ઈરાનનું વલણ સ્પષ્ટ છે કે તે કોઈપણ દબાણ હેઠળ નમીને વાતચીત કરવા તૈયાર નથી.

આ પણ વાંચો: નેતન્યાહૂનું મિશન 'ગ્રેટર ઈઝરાયલ', લેબેનોનમાં 6 લાખ લોકો બેઘર, હવે ત્યાં વસવાટ કરવા નહીં દે

ઈરાને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું જ પડશે

બીજી તરફ, અમેરિકાએ આ મામલે આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ચેતવણી આપી છે કે ઈરાને કાં તો આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું પડશે, અન્યથા અમેરિકા સમર્થિત ગઠબંધન આ દરિયાઈ માર્ગને ખુલ્લો રાખવાની ખાતરી કરશે. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે પણ આ જળમાર્ગની સુરક્ષા માટે સૈન્ય તૈયારીઓનો સંકેત આપ્યો છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એક મહત્ત્વનું નિવેદન આપતાં કહ્યું છે કે, અમેરિકા બે-ત્રણ અઠવાડિયામાં આ સંઘર્ષમાંથી બહાર નીકળી શકે છે અને યુદ્ધ સમાપ્ત કરવા માટે ઈરાનને કોઈ સમજૂતીની જરૂર નથી. અમેરિકાના હટ્યા બાદ હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ સાથે તેને કોઈ લેવાદેવા રહેશે નહીં.

ના હોર્મુઝ ખુલશે, ના વાત થશે: યુદ્ધમાંથી ટ્રમ્પના 'એક્ઝિટ પ્લાન' બાદ ઈરાનની ધમકી 2 - image