‘લેબેનોનમાં સીઝફાયરની તારીખ ઈરાન નક્કી નહીં કરે’, ઈઝરાયલનો મોજતબા ખામેનેઈને આકરો મેસેજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel Iran Conflict : ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં હજુ પણ લેબેનોન મુદ્દે તણાવ ચાલી રહ્યો છે. ઈઝરાયેલે ઈરાનને આકરો મેસેજ આપ્યો છે કે, લેબેનોનમાં યુદ્ધવિરામ ક્યારે થશે તેની તારીખ ઈરાન નક્કી નહીં કરે.
...તો ઈરાનનો પ્રભાવ ઘટશે
ઈઝરાયેલના વિદેશ મંત્રી ગિદઓન સઆરે કહ્યું કે, લેબેનોનમાં યુદ્ધવિરામની શરતો નક્કી કરવાની છૂટ ઈરાનને આપવી મોટી ભૂલ ગણાશે, કારણ કે તેનાથી ત્યાં ઈરાનની પકડ વધુ મજબૂત બની શકે છે. સઆરનું માનવું છે કે, ઈઝરાયેલી સેનાની કાર્યવાહીથી હિઝબુલ્લાહ સતત નબળું પડી રહ્યું છે અને તેના નબળા પડવાનો અર્થ છે કે લેબેનોનમાં ઈરાનનો પ્રભાવ પણ ઘટશે.
યુદ્ધવિરામની શરતોમાં લેબેનોન સામેલ નહીં
ઈઝરાયેલ શરૂઆતથી જ કહી રહ્યું છે કે, અમેરિકા-ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામની શરતોમાં લેબેનોનનો સમાવેશ થતો નથી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) પણ આ વાતનું સમર્થન કરતા કહ્યું હતું કે, જ્યાં સુધી હિઝબુલ્લાહ જેવા આતંકવાદી સંગઠનો સક્રિય છે ત્યાં સુધી લેબેનોનને આ સમજૂતીમાં સામેલ કરી શકાય નહીં.
આ પણ વાંચો : 'હોર્મુઝ અમારા માટે ખુલ્લુ છે, તેમાં કોઈ દખલગીરી ના કરે', ટ્રમ્પની ધમકી પર ચીન ભડક્યું
યુદ્ધવિરામમાં લેબેનોન પણ સામેલ : ઈરાનનો દાવો
બીજી તરફ ઈરાન પોતાની માંગ પર અડગ છે. ઈરાનનું કહેવું છે કે, લેબેનોન યુદ્ધવિરામ પ્રસ્તાવના મુખ્ય ભાગમાં સામેલ છે અને તેને અલગ ન કરી શકાય. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફે ગુરુવારે સ્પષ્ટપણે કહ્યું છે કે, લેબેનોન અને 'રેઝિસ્ટન્સ એક્સિસ' ઈરાનના વ્યૂહાત્મક સાથી છે, તેથી તેમને સંઘર્ષવિરામથી બહાર રાખવા અશક્ય છે. ઈરાનનો સંકેત સ્પષ્ટ છે કે, જો લેબેનોનને સમજૂતીમાં સામેલ કરવામાં નહીં આવે તો શાંતિ સ્થાપવી મુશ્કેલ બનશે.
આ પણ વાંચો : ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ વચ્ચે કેનેડાની નવી ચાલ, ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો









