અમેરિકન સેનેટમાં ડેમોક્રેટ્સ છવાયા, 100માંથી 51 બેઠકો કબજે કરી, ટ્રમ્પે જેમને જેહાદી કહ્યા એ પણ લીડમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Midterm Election Results 2026 LIVE: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે વર્ષના કાર્યકાળ બાદ યોજાયેલી મિડટર્મ ચૂંટણીઓ (Midterm Elections 2026) ના પ્રારંભિક પરિણામો અને ટ્રેન્ડ્સે વોશિંગ્ટનના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો છે. તમામ પૂર્વ-ચૂંટણી સર્વેના અંદાજો સાચા ઠેરવતા ડેમોક્રેટિક પાર્ટીએ રિપબ્લિકન પાર્ટીના પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારોમાં ભારે ગાબડું પાડ્યું છે.
સેનેટ (Senate) અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (House of Representatives) બંનેમાં ડેમોક્રેટ્સે મોટો ઉછાળો માર્યો છે. આ ચૂંટણીમાં ભારતીય સમુદાય માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ફ્લોરિડાથી ભારતીય મૂળના ડેમોક્રેટ ઉમેદવાર પિયા ડાંડિયા અને વર્જિનિયાથી સુહાસ સુબ્રમણ્યમ વિજેતા બન્યા છે.
LIVE UPDATES: અમેરિકન મિડટર્મ ચૂંટણી 2026 ના પળેપળની અપડેટ
ટ્રમ્પે જેમને જેહાદી કહ્યા હતા એ અબ્દુલ સઇદને પણ લીડ
અમેરિકાથી એક ચોંકાવનારા અહેવાલ એ છે કે મિડટર્મ ચૂંટણીમાં મિશિગનની હાઈપ્રોફાઈલ સેનેટ સીટ પર ડેમોક્રેટિક ઉમેદવાર અબ્દુલ અલ સઈદને લીડ મળી રહી છે. તે હરીફ ઉમેદવાર કરતા 3% વૉટ સાથે આગળ છે. આ બેઠક પર સૌની નજર છે કેમ કે ટ્રમ્પ અબ્દુલ અલ સઈદને જેહાદી ગણાવી ચૂક્યા હતા.
સેનેટમાં ટ્રમ્પની પાર્ટીનો કારમો પરાજય
સેનેટ એટલે કે ભારતની જેમ અમેરિકાની રાજ્યસભામાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનો કારમો પરાજય થયો છે. તેમાં ડેમોક્રેટિક પાર્ટીને જબરદસ્ત બહુમતી મળી છે. ડેમોક્રેટ્સ પાસે હવે ઉપલા ગૃહમાં 100 માંથી 51 બેઠકો આવી ચૂકી છે.
હું ચૂંટણી પરિણામ સ્વીકારવા તૈયાર
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના મધ્યસત્રના ચૂંટણીના પરિણામમાં હાર સ્વીકારવા તૈયારી બતાવી દીધી છે. આ સાથે તેમણે સવાલો ઊઠાવતા કહ્યું કે બેલેટ પેપર પર મારું નામ હોત તો કદાચ અમે ભારે બહુમતથી ચૂંટણી જીતી ગયા હોત. જોકે હું હાર સ્વીકારીને ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે આ હારથી ટ્રમ્પને હવે મોટો ઝટકો લાગશે અને તે યુદ્ધમાં બેફામ નિર્ણયો લેતા અટકી શકે છે. ટ્રમ્પે કહ્યું કે હું ચૂંટણી મેદાનમાં નહોતો. જો હું ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતર્યો હોત તો રિપબ્લિકન્સ ભારે બહુમતથી જીત્યા હોત. જોકે લોકો ટ્રમ્પની આ પ્રતિક્રિયાની મજાક પણ ઉડાવી રહ્યા છે.
વિવેક રામાસ્વામી ગર્વનરની ચૂંટણી હાર્યા
ઓહિયો ગવર્નર પદની રેસમાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી હારી ગયા છે. ડેમોક્રેટ એમી એક્ટને રિપબ્લિકન નેતા વિવેકને હરાવી દીધા છે.
અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર ડેમોક્રેટ્સનો કબજો, સીએનએનનો દાવો
અમેરિકાના મિડટર્મ ચૂંટણી પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સીએનએન (CNN) ના અંદાજ મુજબ, ડેમોક્રેટિક પાર્ટીએ સત્તાધારી રિપબ્લિકન પાર્ટીને માત આપીને સંસદના નિચલા સદન 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' પર નિયંત્રણ મેળવી લીધું છે. આ પરિણામથી અમેરિકાના રાજકારણમાં સત્તાનું સંતુલન બદલાશે અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પોતાના એજન્ડા અને નીતિઓ આગળ ધપાવવા મોટા પડકારો ઉભા થશે.
સાઉથ કેરોલિનામાં રિપબ્લિકનને ઝટકો, લિન્ડસે ગ્રેહામની સીટ પણ ગુમાવી
અમેરિકામાં ટ્રમ્પની પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ રિપબ્લિકન પક્ષ પાસેથી સાઉથ કેરોલિનાની સીનેટ સીટ છીનવી લીધી છે. છેલ્લા ત્રણ દાયકાથી આ સીટ સ્વર્ગસ્થ સાંસદ લિન્ડસે ગ્રેહામ પાસે હતી, જ્યાં હવે ડેમોક્રેટિક પાર્ટીના એની એન્ડ્રુઝે જીત હાસિલ કરી છે.
જ્યોર્જિયા અને ફ્લોરિડામાં ઇતિહાસ રચાયો, અશ્વેત ગવર્નર ચૂંટાયા
અમેરિકાની ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામો સામે આવ્યા છે. ડેમોક્રેટિક ઉમેદવાર કીશા લાન્સ બોટમ્સ અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ અશ્વેત મહિલા ગવર્નર બનવા જઈ રહ્યા છે. બીજી તરફ, ફ્લોરિડામાં રિપબ્લિકન સાંસદ બાયરન ડોનાલ્ડ્સે ગવર્નરની ચૂંટણી જીતી લીધી છે, જેઓ ફ્લોરિડાના પ્રથમ અશ્વેત ગવર્નર બનશે. આ બંને પરિણામોને અમેરિકી રાજકારણમાં મોટા ઐતિહાસિક બદલાવ તરીકે જોવામાં આવી રહ્યા છે.
હાઉસ અને સેનેટ બંનેમાં ડેમોક્રેટ્સનો દબદબો
વર્તમાન ટ્રેન્ડ્સ મુજબ, 100 સીટો વાળી સેનેટમાં સત્તાનો બેલેન્સ સંપૂર્ણપણે બદલાતો દેખાઈ રહ્યો છે.
સેનેટ ચિત્ર: ડેમોક્રેટ્સ 45 સીટો પક્કી કરી ચૂક્યા છે અને 7 સીટો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે રિપબ્લિકન પાર્ટી 35 સીટો જીતી શકી છે અને 8 પર આગળ છે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ: 435 સીટો ધરાવતા હાઉસમાં ડેમોક્રેટ્સે 71 સીટો પર જીત મેળવી લીધી છે અને 116 સીટો પર મજબૂત સરસાઈ જાળવી રાખી છે. રિપબ્લિકન પાર્ટી માત્ર 32 સીટો જીતી શકી છે અને 86 પર આગળ છે.
હિકેનલૂપરે રિપબ્લિકન ઉમેદવાર માર્ક બેસ્લીને પરાજય આપ્યો
અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓમાં કોલોરાડોથી ડેમોક્રેટિક ઉમેદવાર જોન હિકેનલૂપરે (John Hickenlooper) સેનેટ ચૂંટણીમાં ફરી એકવાર શાનદાર વિજય મેળવ્યો છે. સીએનએન (CNN) ના પ્રોજેક્શન અનુસાર, પૂર્વ ગવર્નર રહી ચૂકેલા હિકેનલૂપરે પોતાના સ્પર્ધક અને રિપબ્લિકન ઉમેદવાર માર્ક બેસ્લીને પરાજય આપીને આ બેઠક જાળવી રાખી છે. અગાઉ કોલોરાડો રાજ્યના 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' ના સભ્ય તરીકે પણ સેવા આપી ચૂકેલા જોન હિકેનલૂપર માટે સીનેટમાં આ તેમનો સતત બીજો કાર્યકાળ રહેશે.
વ્યૌમિંગમાં રિપબ્લિકન એરિક બાર્લોએ ગવર્નર તરીકે વિજય મેળવ્યો
રિપબ્લિકન ઉમેદવાર એરિક બાર્લોએ વ્યૌમિંગ (Wyoming) ના ગવર્નર તરીકે જીત મેળવી છે. તેમણે ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી કેનેથ કેસનરને પરાજય આપ્યો હતો. નોંધનીય છે કે એરિક બાર્લોને ટ્રમ્પની મરજી વિરુદ્ધ ટિકિટ મળી હતી અને તેઓ નિવૃત્ત થતા ગવર્નર માર્ક ગાર્ડનનું સ્થાન લેશે.
ભારતીય મૂળના પિયા ડાંડિયા અને સુહાસ સુબ્રમણ્યમનો ઐતિહાસિક વિજય
પિયા ડાંડિયા (ફ્લોરિડા): ડેમોક્રેટિક પક્ષના ભારતીય મૂળના ઉમેદવાર પિયા ડાંડિયાએ ફ્લોરિડાની 22મી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી શાનદાર વિજય મેળવ્યો છે. ફ્લોરિડા જેવા રિપબ્લિકન પ્રભુત્વ ધરાવતા રાજ્યમાં તેમની જીતને ડેમોક્રેટ્સ માટે મોટો વિજય માનવામાં આવે છે.
સુહાસ સુબ્રમણ્યમ (વર્જિનિયા): વર્જિનિયાના 10મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના વરિષ્ઠ સલાહકાર રહી ચૂકેલા 40 વર્ષીય સુહાસ સુબ્રમણ્યમે ફરી એકવાર વિજયી પતાકા લહેરાવી છે. તેમણે 61.5% મત મેળવીને રિપબ્લિકન ડેવ બેકવિથ (36.4%) ને ધૂળ ચાટતા કર્યા હતા.
નોર્થ કેરોલિના અને ન્યુ હેમ્પશાયરમાં સેનેટ સીટો પર ડેમોક્રેટ્સનો કબ્જો
નોર્થ કેરોલિના સેનેટ પલટો: ઉત્તર કેરોલિનાના પૂર્વ ગવર્નર રોય કૂપરે સેનેટ રેસમાં રિપબ્લિકન માઈકલ વ્હેટલીને પરાજય આપીને રિપબ્લિકન સીટ પર ડેમોક્રેટિક ઝંડો લહેરાવ્યો છે.
ન્યુ હેમ્પશાયરમાં ક્રિસ પાપાસનો ઈતિહાસ: ન્યુ હેમ્પશાયર સેનેટ સીટ પરથી ડેમોક્રેટ ઉમેદવાર ક્રિસ પાપાસે રિપબ્લિકન જોન સુનુનૂને હરાવીને સેનેટના પ્રથમ સમલૈંગિક (Gay) સેનેટર બનીને ઈતિહાસ રચ્યો છે.
ફ્લોરિડા સેનેટ સીટ પર રિપબ્લિકન એશલે મૂડીની જીત
ફ્લોરિડાની સેનેટ સીટ પરથી રિપબ્લિકન ઉમેદવાર એશલે મૂડીએ ડેમોક્રેટ એંજી નિક્સન સામે જીત મેળવી છે. માર્કો રુબિયોને ટ્રમ્પે વિદેશ મંત્રી બનાવ્યા બાદ ખાલી પડેલી આ સીટ પર ગવર્નર રોન ડીસેન્ટિસે એશલે મૂડીની નિમણૂક કરી હતી. છેલ્લા ચાર દાયકામાં ફ્લોરિડાથી આ સીટ જીતનારા તેઓ પ્રથમ મહિલા બન્યા છે.
મિડટર્મથી ટ્રમ્પ માટે શું બદલાશે?
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ ચૂંટણીઓ અત્યંત નિર્ણાયક હતી. ઓક્ટોબર અને નવેમ્બરના પ્રારંભમાં આવેલા જ્હોન ઝોગ્બી અને યુગવ (YouGov) સહિતના ત્રણેય મોટા ઓપિનિયન પોલ્સમાં ડેમોક્રેટ્સને 6 થી 9.5% ની મોટી લીડ બતાવવામાં આવી હતી. જો કોંગ્રેસના બંને ગ્રહ (હાઉસ અને સેનેટ) માં ડેમોક્રેટ્સને બહુમતી મળે છે, તો ટ્રમ્પના બાકીના બે વર્ષના કાર્યકાળ દરમિયાન તેમના નિર્ણયો, બજેટ પસાર કરવા અને આંતરરાષ્ટ્રીય નીતિઓ (જેમ કે ઈઝરાયેલ કે ઈરાન યુદ્ધ સંબંધી નિર્ણયો) પર અંકુશ મૂકાઈ જશે.




