World

ટ્રમ્પે કરેલી ડીલના કારણે પોતાના જ દેશમાં ઘેરાયા નેતન્યાહૂ! 92 ટકા લોકોએ માન્યું- ઈઝરાયલ નહીં ઈરાન વિજેતા

By GS Team
21 Jun 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં યુદ્ધને લઈને થયેલા એક ઇઝરાયલી સરવેમાં લગભગ 92 ટકા લોકોએ માન્યું છે કે, તાજેતરમાં થયેલા સંઘર્ષ અને ત્યારપછીના અમેરિકા-ઈરાન કરારથી ઈરાન વધુ મજબૂત બનીને ઉભર્યું છે. તો બીજી તરફ, મોટાભાગના લોકોએ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ દ્વારા યુદ્ધના મેનેજમેન્ટ પર પણ આશંકા વ્યક્ત કરી છે. સરવેના આ પરિણામથી યુદ્ધને લઈને સરકારના નિવેદનો અને જનતાની ધારણા વચ્ચે એક મોટો તફાવત જોવા મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે કરેલી ડીલના કારણે પોતાના જ દેશમાં ઘેરાયા નેતન્યાહૂ! 92 ટકા લોકોએ માન્યું- ઈઝરાયલ નહીં ઈરાન વિજેતા

Israel Survey 92 Percent View Iran As Winner : પશ્ચિમ એશિયામાં યુદ્ધને લઈને થયેલા એક ઇઝરાયલી સરવેમાં લગભગ 92 ટકા લોકોએ માન્યું છે કે, તાજેતરમાં થયેલા સંઘર્ષ અને ત્યારપછીના અમેરિકા-ઈરાન કરારથી ઈરાન વધુ મજબૂત બનીને ઉભર્યું છે. તો બીજી તરફ, મોટાભાગના લોકોએ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ દ્વારા યુદ્ધના મેનેજમેન્ટ પર પણ આશંકા વ્યક્ત કરી છે. સરવેના આ પરિણામથી યુદ્ધને લઈને સરકારના નિવેદનો અને જનતાની ધારણા વચ્ચે એક મોટો તફાવત જોવા મળ્યો છે.

92 ટકા લોકોએ ઈરાનને વિજેતા માન્યું

જેરૂસલેમની 'હિબ્રુ યુનિવર્સિટી' દ્વારા અગમ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને 17-20 જૂન 2026 વચ્ચે એક સરવે કરવામાં આવ્યો હતો, જેમાં 3,644 લોકોનો અભિપ્રાય લેવાયો હતો. ન્યૂઝ એજન્સી 'AFP' ના જણાવ્યા અનુસાર, અમેરિકા-ઈરાન કરાર પછી નેતન્યાહૂ સરકાર પ્રત્યે ભારે નિરાશા જોવા મળી છે. સરવેમાં સામેલ 92.1 ટકા લોકોનું માનવું છે કે, ઈરાન કાં તો આ સંઘર્ષ જીતી ગયું છે, અથવા તો તેને ઇઝરાયલ કરતાં વધુ ફાયદો થયો છે. આ સાથે જ 82.9 ટકા લોકોનું માનવું હતું કે, આ યુદ્ધ અને તેના પરિણામોથી ઇઝરાયલની લાંબા ગાળાની સુરક્ષા નબળી પડી છે.

ઈરાનને વધુ મજબૂત માન્યું

ઈરાન સંઘર્ષ જીત્યું હોવાની ધારણા માત્ર વિપક્ષના સમર્થકો પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ નેતન્યાહૂને સમર્થન આપતા દક્ષિણપંથી જૂથ સાથે જોડાયેલા મતદારોમાંથી પણ 93.1 ટકા લોકોનું માનવું હતું કે, ઈરાન આ સંઘર્ષમાં વધુ મજબૂત થઈને બહાર આવ્યું છે. અમેરિકા-ઈરાન કરારને ઇઝરાયલીઓ વચ્ચે ખૂબ જ ઓછું સમર્થન મળ્યું છે. સરવેમાં સામેલ લગભગ 63.2 ટકા લોકોએ આ કરારનો વિરોધ કર્યો છે, જ્યારે માત્ર 12.1 ટકા લોકોએ જ તેનું સમર્થન કર્યું છે.

આ પણ વાંચો : સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો

નેતન્યાહૂની લોકપ્રિયતામાં મોટો ઘટાડો

સરવેના આ તારણો નેતન્યાહૂના નેતૃત્વમાં લોકોના વિશ્વાસમાં આવેલા મોટા ઘટાડા તરફ ઈશારો કરે છે. આશરે 72.5 ટકા લોકોનું માનવું છે કે, ઈરાન સામેના સૈન્ય ઓપરેશનની સિદ્ધિઓને લઈને તેઓ પીએમના દાવાઓ પર ભરોસો નથી કરતા. સરવેમાં સામેલ અડધાથી વધુ એટલે કે 56.4 ટકા લોકોએ નેતન્યાહૂના કન્ફ્લિક્ટ મેનેજમેન્ટને કાં તો અસફળ અથવા ખરાબ ગણાવ્યું છે, જે સંકટના સમયે સરકારના વલણ સામે જનતાના વધતા અસંતોષને દર્શાવે છે. આ રાજકીય ઉથલપાથલની સીધી અસર નેતન્યાહૂની લોકપ્રિયતા પર પડી રહી છે. સરવે અનુસાર, વડાપ્રધાન તરીકે તેમની લોકપ્રિયતા માર્ચ 2026ની શરૂઆતમાં 40.5 ટકા હતી, જે ઘટીને જૂનમાં 29.4 ટકા થઈ ગઈ છે.