World

લેબનોનમાં ઈઝરાયલનો ટાર્ગેટેડ હુમલો, હિઝબુલ્લાહના 'રાદવાન ફોર્સ'ના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ

By GS TEAM
22 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાન યુદ્ધ વચ્ચે ઈઝરાયલે લેબનોનમાં પણ મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ(IDF)એ રવિવારે સત્તાવાર જાહેરાત કરી છે કે શનિવારે દક્ષિણ લેબનોનના મજદલ સેલમ વિસ્તારમાં કરવામાં આવેલા ટાર્ગેટેડ હુમલામાં હિઝબુલ્લાહના કુખ્યાત 'રાદવાન ફોર્સ'ના સ્પેશિયલ ફોર્સ કમાન્ડર અબુ ખલીલ બરજીને ઠાર કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લેબનોનમાં ઈઝરાયલનો ટાર્ગેટેડ હુમલો, હિઝબુલ્લાહના 'રાદવાન ફોર્સ'ના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ

Israel Hezbollah War: ઈરાન યુદ્ધ વચ્ચે ઈઝરાયલે લેબનોનમાં પણ મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ(IDF)એ રવિવારે સત્તાવાર જાહેરાત કરી છે કે શનિવારે દક્ષિણ લેબનોનના મજદલ સેલમ વિસ્તારમાં કરવામાં આવેલા ટાર્ગેટેડ હુમલામાં હિઝબુલ્લાહના કુખ્યાત 'રાદવાન ફોર્સ'ના સ્પેશિયલ ફોર્સ કમાન્ડર અબુ ખલીલ બરજીને ઠાર કરવામાં આવ્યો છે.

કોણ હતો અબુ ખલીલ બરજી?

તે હિઝબુલ્લાહના સૌથી શક્તિશાળી યુનિટ 'રાદવાન ફોર્સ' ના સ્પેશિયલ ફોર્સિસનો કમાન્ડર હતો. તે ઘણા વર્ષોથી આ સંગઠનમાં સક્રિય હતો. IDFના જણાવ્યા અનુસાર, બરજીના નેતૃત્વ હેઠળનું યુનિટ મુખ્યત્વે ઈઝરાયલી સૈનિકો પર હુમલા કરવા માટે જવાબદાર હતું.

કમાન્ડરનો સફાયો, 10 આતંકી ઢેર: IDF

IDFના જણાવ્યા મુજબ દક્ષિણ લેબનોનના મજદલ સેલ્મ વિસ્તારમાં થયેલા હુમલામાં બરજીની સાથે અન્ય બે આતંકીઓ પણ માર્યા ગયા છે. રવિવારે વહેલી સવારે લેબનોનમાં હિઝબુલ્લાહના અનેક ઠેકાણાઓ પર સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 10થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે. જેમાં સ્પેશિયલ ફોર્સ કમાન્ડર અબુ ખલીલ બરજી પણ સામેલ છે. 

લેબનોનમાં ઈઝરાયલનું ગ્રાઉન્ડ ઓપરેશન 

સૈન્ય કાર્યવાહી દરમિયાન આતંકીઓના અડ્ડાઓ પરથી રોકેટ સહિત મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે. ઈઝરાયલી સેનાના મતે આ હથિયારોનો ઉપયોગ ઇઝરાયલ અને IDFના સૈનિકો પર હુમલો કરવા માટે થવાનો હતો. મહત્વનું છે કે આ એક્શન બાદ પણ રવિવારે બપોરે IDFએ ફરી એકવાર દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને નવા હવાઈ હુમલા શરૂ કર્યા છે. 

આ પણ વાંચો: VIDEO: ઈરાને F-35 બાદ અમેરિકાના F-15 ફાઈટર જેટને તોડી પાડ્યું, વીડિયો જાહેર કરીને આપી ચેતવણી

શનિવારે દક્ષિણ લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન 'ગિવાતી બ્રિગેડ'ના જવાનો અને હિઝબુલ્લાહના આતંકીઓ વચ્ચે સીધી અથડામણ થઈ હતી. ઇઝરાયલી સૈનિકોએ ગોળીબારમાં એક આતંકીને ઠાર કર્યો હતો, જ્યારે અન્ય આતંકીઓને એર સ્ટ્રાઈક દ્વારા હુમલો કરી ખતમ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટેન્કની મદદ પણ લેવાઈ હતી જેની ફાયરિંગમાં પણ ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. આ સાથે ઈઝરાયલે એ પણ દાવો કર્યો છે કે આ અથડામણમાં ઇઝરાયલના પક્ષે કોઈ જાનહાનિ થઈ નથી.