Get The App

ઈરાને કહ્યું આગામી 6 મહિના સુધી અમેરિકા-ઇઝરાયલને હંફાવીશું, ઓઈલ સ્ટોરેજ પર ભીષણ હુમલો

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાને કહ્યું આગામી 6 મહિના સુધી અમેરિકા-ઇઝરાયલને હંફાવીશું, ઓઈલ સ્ટોરેજ પર ભીષણ હુમલો 1 - image


Iran America War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર મિડલ ઈસ્ટ ભયાનક સંકટમાં મુકાયું છે. હાલના તબક્કે આ તણાવ ઘટવાની કોઈ શક્યતા દેખાતી નથી. એક તરફ અમેરિકા અને ઈઝરાયલ સંયુક્ત રીતે ઈરાન પર પ્રહારો કરી રહ્યા છે, તો બીજી તરફ ઈરાન પણ પોતાની મિસાઈલો દ્વારા વળતો જવાબ આપી રહ્યું છે.

ઈઝરાયલે ઈરાનના તેલ ભંડારોને બનાવ્યા નિશાન

ઈઝરાયલી સેનાએ ઈરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવા માટે તેલ સ્ટોરેજ સાઇટ્સ પર ભારે બોમ્બમારો કર્યો છે. શનિવારે તેહરાન અને નજીકના શહેર કરજમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઈઝરાયલના આ હુમલામાં અનેક ફ્યૂલ સ્ટોરેજ કોમ્પ્લેક્સ તબાહ થયા છે. જેના કારણે આકાશમાં આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તેહરાન અને અલ્બોર્જ પ્રાંતમાં આવેલી ઓઈલ ડેપોમાં લાગેલી ભીષણ આગ જોઈ શકાય છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે, ઈરાન માટે હજી ઘણા ‘સરપ્રાઈઝ’ બાકી છે.

આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડના આ 3 ખેલાડી ગમે ત્યારે પલટી શકે છે બાજી! ટીમ ઈન્ડિયાએ રહેવું પડશે સાવધાન

ઈરાનનો વળતો દાવો 6 મહિના સુધી યુદ્ધ લંબાવવાની ક્ષમતા

ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આજે રવિવારે ફાર્સ ન્યૂઝ એજન્સી દ્વારા નિવેદન જારી કર્યું છે. ગાર્ડ્સના પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીએ જણાવ્યું કે, ઈરાન હજી પણ આગામી 6 મહિના સુધી અમેરિકા અને ઈઝરાયલ સામે તીવ્ર સંઘર્ષ ચાલુ રાખવા સક્ષમ છે. ગાર્ડ્સે વધુમાં દાવો કર્યો છે કે, તેમણે આ વિસ્તારમાં આવેલા અમેરિકન અને ઈઝરાયલી સૈન્ય બેઝ તેમજ અન્ય સુવિધાઓ સહિત 200 થી વધુ સ્થાનોને નિશાન બનાવ્યા છે. ઈરાની સશસ્ત્ર દળો હાલની ઓપરેશન સ્પીડ મુજબ લાંબા સમય સુધી મજબૂત પ્રતિકાર કરવાની તૈયારી બતાવી રહ્યા છે.