World

BIG NEWS | ગાઝામાં આગામી 24 કલાકમાં સીઝફાયર, ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ પર ઇઝરાયલની મોટી જાહેરાત

By GS TEAM
9 Oct 20252 mins read
TukuTouch Logo
Israel Announces Gaza Ceasefire Within 24 Hours : નોબેલ શાંતિ પુરસ્કાર માટે તલપાપડ થઈ રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં યુદ્ધ વિરામ માટે પ્રસ્તાવ લઈને આવ્યા હતા. આ પ્રસ્તાવ પર હમાસ અને ઇઝરાયલ મહદઅંશે રાજી થયા છે. આવતીકાલે જ નોબેલ શાંતિ પુરસ્કાર કોને મળશે તેની જાહેરાત થવાની છે ત્યારે આજે ઇઝરાયલે ગાઝા પર હુમલો ન કરવાની જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

BIG NEWS | ગાઝામાં આગામી 24 કલાકમાં સીઝફાયર, ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ પર ઇઝરાયલની મોટી જાહેરાત
Image : x/netanyahu

Israel Announces Gaza Ceasefire Within 24 Hours : નોબેલ શાંતિ પુરસ્કાર માટે તલપાપડ થઈ રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં યુદ્ધ વિરામ માટે પ્રસ્તાવ લઈને આવ્યા હતા. આ પ્રસ્તાવ પર હમાસ અને ઇઝરાયલ મહદઅંશે રાજી થયા છે. આવતીકાલે જ નોબેલ શાંતિ પુરસ્કાર કોને મળશે તેની જાહેરાત થવાની છે ત્યારે આજે ઇઝરાયલે ગાઝા પર હુમલો ન કરવાની જાહેરાત કરી છે. 

24 કલાકમાં ગાઝામાં સીઝફાયર 

ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવને ગાઝામાં હાલ તો સફળતા મળી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. આજે યોજાયેલી ઇઝરાયલની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે આગામી 24 કલાકમાં ગાઝામાં સીઝફાયર લાગુ થઈ જશે. બુધવારે ઈજિપ્તમાં ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 

ઇઝરાયલે હમાસની શરત ન સ્વીકારી 

ઇઝરાયલની સરકારે આજે જાહેરાત કરી છે કે કેબિનેટ બેઠકના 24 કલાકની અંદરોઅંદર ગાઝામાં સીઝફાયર લાગુ થશે. બંધકો છૂટી ગયા બાદ ઇઝરાયલ સેના ગાઝાના 53 ટકા ભાગ પર નિયંત્રણ રાખશે. નોંધનીય છે કે અત્યાર સુધી હમાસ મારવાન બરગોતીને છોડવા માટે પણ માંગ કરી રહ્યું હતું, જોકે આ મુદ્દે ઇઝરાયલે ઇન્કાર કર્યો છે. પેલેસ્ટાઇનના જાણીતા નેતા બરગોતી ઘણા સમયથી ઇઝરાયલની જેલમાં બંધ છે અને તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. 

હવે આગળ શું? 

હમાસ હવે ઇઝરાયલના 48 બંધકોને છોડશે, જેમાં 20 જીવિત અને બાકીના લોકોના મૃતદેહ સોંપવામાં આવશે. જે બાદ ઇઝરાયલ પણ પેલેસ્ટાઇનના લોકો તથા મૃતદેહો પરત આપશે. ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ અનુસાર હમાસ સત્તા અને હથિયાર છોડશે તથા પેલેસ્ટાઇનમાં આંતરરાષ્ટ્રીય સેના તૈનાત કરવામાં આવશે. એક શાંતિ બોર્ડનું ગઠન કરવામાં આવશે જેના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રહેશે. 

નોંધનીય છે કે હમાસ દ્વારા ઇઝરાયલ પર ભીષણ હુમલા બાદ ગાઝામાં બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં પેલેસ્ટાઇનના 69 હજારથી વધુ લોકોના મોત થયા છે જેમાં બાળકો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં સામેલ છે.