વોશિંગ્ટન,૧૫ એપ્રિલ,૨૦૨૬,બુધવાર
અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયોની મધ્યસ્થતાથી વોશિંગ્ટનમાં ઇઝરાયેલ અને લેબેનોનના રાજદૂતોએ શાંતિ વાર્તા કરી હતી. અમેરિકાની મધ્યસ્થતાના પગલે ૪૦ વર્ષ પછી ઇઝરાયલ અને લેબનોને પ્રત્યક્ષ બેઠક કરી હતી. લેબનોનમાં ઇરાન સમર્થિત શિયા મુસ્લિમ જૂથ હિઝબુલ્લાહ વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહયો છે. ઇરાન યુધ્ધ દરમિયાન હિજબુલ્લાહે ઇઝરાયેલ પર હુમલા કર્યા હતા. ઇઝરાયેલે પણ દક્ષિણ લેબનોન અને ઉત્તર ભાગમાં હિજબુલ્લાહનો પ્રભાવ ધરાવતા વિસ્તારો પર વિનાશક હુમલા કર્યા હતા.
ઇઝરાયેલના હુમલાની આક્રમકતાના પગલે હાહાકાર મચી ગયો હતો. અમેરિકામાં ઇઝરાયેલના રાજદૂત યેચિએલ લીટર અને લેબનોનના અમેરિકા ખાતેના રાજદૂત નાદા હમદેહ મોવાદે વોશિંગ્ટનમાં યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો. અમેરિકાના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ૧૯૯૩ પછી બંને દેશો વચ્ચે પ્રથમ વાર સીધી ઉચ્ચ સ્તરીય બેઠક છે. ચર્ચાની શરુઆતમાં રબિયાએ આ બેઠકને એક ઐતિહાસિક અવસર ગણાવી હતી. દાયકાઓના જટિલ ઇતિહાસની વચ્ચે જીવતા હતા ત્યારે હવે કોઇ નવું માળખું તૈયાર કરીને સ્થાઇ શાંતિ સ્થાપવામાં મદદરુપ બનશે. હિજબુલ્લાહનો પ્રભાવ ઘટાડવાની દિશામાં મહત્વનું પગલું છે. અમેરિકાની મધ્યસ્થતા ધરાવતી ઇઝરાયેલ-લેબેનોનની બેઠકનો હિજબુલ્લાહએ વિરોધ કર્યો હતો.


