IRGCનો મોટો દાવોઃ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી 24 કલાકમાં પસાર થયા 25 જહાજ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IRAN-US WAR : સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ઈરાને સૌથી મોટો દાવો કર્યો છે. દુનિયાના સૌથી મહત્વના સામુદ્રિક રસ્તાઓમાંનો એક ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને સૌથી મોટો દાવો કરવામાં આવ્યો છે. ઈરાનની રિવોલ્યૂશનરી ગાર્ડ્સ નેવીનું કહેવું છે કે છેલ્લા 24 કલાકની અંદર આ રસ્તા પરથી 25 એવા જહાજ પસાર થયા છે. કે જેમણે પહેલાથી ઈરાનની મંજૂરી લીધી હતી. આ જહાજોમાં ઓઈલ ટેન્કર, કંટેનર શિપ અને બીજા અન્ય કારોબારી જહાજ પણ સામેલ છે. આ વખતે મધ્ય-પૂર્વની ખાડીમાં ભારે તણાવ ફેલાયેલો છે, એવામાં ઈરાનનો આ દાવો ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઈરાનની IRGCનો મોટો દાવો
ઈરાનની IRGC નેવીએ શનિવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, પાછલા 24 કલાકની અંદર પસાર થયેલા 25 જહાજોમાં ઓઈલ ટેન્કર, કંટેનર શિપ અને બીજા અન્ય વ્યાપારીક જહાજો સામેલ હતા. ઈરાનના મત અનુસાર આ જહાજોને જરૂરી મંજૂરી અને સુરક્ષા સમન્વય બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર કરવામાં આવ્યા હતા. ઈરાનની નૌસેનાનું કહેવું છે કે, આ વિસ્તારમાં તણાવ હોવા છતા, અહીં સમુદ્રના રસ્તાઓ પર તેમની નજર અને કંટ્રોલ બન્ને રહેલા છે.
ક્યારથી ચાલી રહ્યો છે વિવાદ?
આખરે આ સમગ્ર વિવાદ ફેબ્રુઆરી 2026માં શરૂ થયો હતો, જ્યારે અમેરિકા-ઈઝરાયલે સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો હતો. જે બાદ ગુસ્સામાં આવીને ઈરાને પોતાના દુશ્મનો અને તેમના સાથી દેશો માટે હોર્મુઝ ખાડી બંધ કરી દીધી હતી. હવે ત્યાંથી પસાર થવા માટે જે જહાજોએ ઈરાનની પરવાનગી લીધી હતી, તેનેજ પસાર થવા દીધા હતા. વર્તમાન સમયમાં મધ્ય-પૂર્વના દેશોમાં ભારે તણાવની સ્થિતિ છે, એવામાં ઈરાનનો આ દાવો ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે.









