તેલઅવીવ,૧૦ માર્ચ,૨૦૨૬,મંગળવાર
ઇરાનની મિસાઇલોનો ફાયર રેટ ૯૨ ટકા જેટલો ઘટી ગયો હોવાનો ઇઝરાયેલે દાવો કર્યો છે. જેરુસલામ પોસ્ટમાં પ્રકાશિત માહિતી અનુસાર ૨૮ ફેબુ્આરીથી ૯ માર્ચ સુધીના રાઇઝિંગ લાયન અને એપિક ફયૂરીમાં ઇરાની બેલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન ઓપરેશન્સની ડેટા આધારિત સરખામણી કરતા વિગતો બહાર આવી છે જેમાં ઇરાનનો બેલેસ્ટિક લોંચ રેટ તેના પહેલા દિવસના શિખરથી લગભગ ૯૨ ટકા જેટલો ઘટાડો થયો છે. ઇરાનના ડ્રોન લોંચ એક જ વળાંકને અનુસરી રહયા છે જે ૭૨૦ થી ઘટીને ૬૦ જેટલા થયા છે જે ૯૨ ટકા જેટલો ઘટાડો દર્શાવે છે.
બીજી બાજુ અમેરિકા અને ઇઝરાયલે પોતાના મિલિટરી ઓપરેશન હેઠળ ઇરાનના ૩૧ પ્રાંતોમાંથી ૩૦ પ્રાંતોમાં ૩૦૦૦થી લક્ષ્યો પર હુમલા કર્યા છે. ઇઝરાયેલના આઇડીએફ દ્વારા ૧૫૦ જેટલી સ્ટ્રાઇકમાં ૨૬૦૦થી વધુ લક્ષ્યાંકો પર ૬૫૦૦૦ બોંબ વરસાવ્યા છે. ઇરાનના ૬૦ ટકાથી વધુ મિસાઇલ લોન્ચર્સનો નાશ કરાયો છે. ઇરાની નૌકાદળના ૩૩ થી વધુ જહાજોનો નાશ કરાયો છે અથવા તો ગંભીર નુકસાન થયું છે. અહેવાલ મુજબ અમેરિકા અને ઇઝરાયેલની આ હુમલા પેર્ટન ગત જુન ૨૦૨૫ને જ પ્રતિબિંબિત કરે છે. જો કે ઇરાનને ૨૦૨૫ કરતા પણ ૨૦૨૬માં વધારે નુકસાન થયું છે. ઇરાનનો મિસાઇલ ફાયર રેટ પહેલા દિવસે ૧૦૦ થી ઘટીને પ્રતિ દિવસ માત્ર માત્ર ૫ થયો છે. આ દર જુન ૨૦૨૫માં થયેલી લડાઇના સરેરાશ મિસાઇલ ફાયર રેટ કરતા પણ ઓછો છે.

ઇરાનના ડ્રોન અને મિસાઇલ હુમલાના ઇન્ટરસેપ્શનનો દેશ વાઇઝ દર
દેશનું નામ મિસાઇલ - ડ્રોન - કુલ - ઇન્ટરસેપ્શન દર (ડ્રોન અને મિસાઇલ)
ઇઝરાયેલ ૨૮૫ ૧૦૭ ૩૯૨ બેલેસ્ટિક મિસાઇલ- અને ડ્રોન -૯૦ ટકા
યુએઇ ૨૧૪ ૧૨૫૪ ૧૪૬૮ બેલેસ્ટિક મિસાઇલ ૯૨ ટકા ડ્રોન ૯૩ ટકા
કુવૈત ૧૭૮ ૩૮૪ ૫૬૨ બેલેસ્ટિક મિસાઇલ ૯૭ ટકા, ડ્રોન -૯૫ ટકા
બહેરીન ૮૪ ૧૪૭ ૨૩૧ બેલેસ્ટિક મિસાઇલ ૮૮ ટકા - ડ્રોન ૮૨ ટકા
કતાર ૧૦૪ ૩૯ ૧૪૩ બેલેસ્ટિક મિસાઇલ ૯૭ ટકા, ડ્રોન ૬૨ ટકા
જોર્ડન ૬૦ ૫૯ ૧૧૯ બેલેસ્ટિક મિસાઇલ ૧૦૦ ટકા ડ્રોન ૧૦૦ ટકા
સાઉદી અરબ ૨૮ ૪૫ ૭૩ બેલેસ્ટિક મિસાઇલ ૯૮ ટકા, ડ્રોન ૯૩ ટકા
ઇરાક ૨૦ ૪૦ ૬૦ બેલેસ્ટિક મિસાઇલ ૭૦ ટકા, ડ્રોન ૬૫ ટકા
ઓમાન ૦૨ ૦૪ ૦૬ બેલેસ્ટિક મિસાઇલ ૫૦ ટકા ડ્રોન ૫૦ ટકા
અઝર બેઝાન ૦ ૦૩ ૦૩ નોન
તુર્કી ૦ ૦૧ ૦૧ ડ્રોન -૧૦૦ ટકા


