World

આ કેવી શાંતિ ? અમેરિકા સાથે સમજૂતીનું સિગ્નલ આપનારાં ઈરાનનો ડ્રોન હુમલો : યુ.એસ. નેવીનો વળતો કઠોર જવાબ

By GS Team
13 Jun 20261 min read
આ કેવી શાંતિ ? અમેરિકા સાથે સમજૂતીનું સિગ્નલ આપનારાં ઈરાનનો ડ્રોન હુમલો : યુ.એસ. નેવીનો વળતો કઠોર જવાબ

- અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી પસાર થતાં વેપારી જહાજો ઉપર પણ ડ્રોન હુમલા કર્યા છે

નવી દિલ્હી : અમેરિકા અને ઈરાને દુનિયાને અસમંજસમાં નાખી દીધી છે. એક તરફ ઇરાનના વિદેશમંત્રી દાવો કરે છે કે અમેરિકા સાથેની સમજૂતીની નજીક પહોંચી ગયા છીએ, તો બીજી તરફ ઈરાન હોર્મુઝમાં અમેરિકાને નિશાન બનાવી રહ્યું છે, અમેરિકી નૌસેના તે હુમલાને નકામ કરવાની કોશિશ કરે છે. પ્રશ્ન તે છે કે ઈરાનની આ કેવી રણનીતિ છે કે જેમાં એક હાથમાં શાંતિ સમજૂતીનો ડ્રાફ્ટ તો બીજા હાથમાં ડ્રોનનો રીમોટ.

અમેરિકાનાં સેન્ટ્રલ કમાન્ડે (સેન્ટ-કામે) સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ 'ટ' ઉપર જણાવ્યું હતું કે, 'ઈરાને હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી પસાર થતાં વ્યાપારી જહાજોને પણ નિશાન બનાવી ડ્રોન હુમલા શરૂ કરી દીધા હતા, પરંતુ અમેરિકાના નેવીએ તે બધાં જ હવામાં તોડી પાડયા હતા.'

આ રીતે અમેરિકાએ ઝડપી કાર્યવાહી કરતા ઈરાનના ડ્રોન્સ તોડી પાડયા હતા.

આંતરરાષ્ટ્રીય સંબંધોના જ્ઞાતાઓ પણ વિચારમાં પડી ગયા છે કે ઈરાન આખરે કરવા શું માગે છે ?

ટૂંકમાં ઈરાને આ સમજૂતીને સંપૂર્ણ રીતે સસ્પેન્સ બનાવી રાખી છે. ઈરાનના વિદેશમંત્રી અરાઘચીએ તેવો દાવો કર્યો છે કે 'ઈરાનનું વલણ હંમેશા પારદર્શક જ રહ્યું છે. ઈરાન એક જવાબદાર રાષ્ટ્ર છે.' સમજૂતીની ઝીણામાં ઝીણી વિગતો યોગ્ય સમયે જનતાને જણાવવામાં આવશે, ત્યાં સુધી કોઈપણ ઉતાવળ કરવી યોગ્ય નથી.