World

આઝાદી V/S અભિવ્યક્તિ : હિજાબ વગર દેશભક્તિનું ગીત ગાવા બદલ મહિલા સિંગરને 74 કોરડાની સજા

By GS Team
20 Jun 20262 mins read
TukuTouch Logo
ઈરાનમાં મહિલાઓના પહેરવેશ અને અભિવ્યક્તિની આઝાદીને લઈને ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો છે. ઈરાનની 29 વર્ષીય પ્રખ્યાત સિંગર પરસ્તૂ અહમદીને લાઈવ કોન્સર્ટ દરમિયાન હિજાબ ન પહેરવા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ અદાલતે 74 કોરડા મારવાની ક્રૂર સજા સંભળાવી છે. ઈરાની સત્તાવાળાઓએ તેના આ પ્રદર્શનને અશ્લિલ અને અનૈતિક ગણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આઝાદી V/S અભિવ્યક્તિ : હિજાબ વગર દેશભક્તિનું ગીત ગાવા બદલ મહિલા સિંગરને 74 કોરડાની સજા

Parastoo Ahmadi Viral Concert : ઈરાનમાં મહિલાઓના પહેરવેશ અને અભિવ્યક્તિની આઝાદીને લઈને ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો છે. ઈરાનની 29 વર્ષીય પ્રખ્યાત સિંગર પરસ્તૂ અહમદીને લાઈવ કોન્સર્ટ દરમિયાન હિજાબ ન પહેરવા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ અદાલતે 74 કોરડા મારવાની ક્રૂર સજા સંભળાવી છે. ઈરાની સત્તાવાળાઓએ તેના આ પ્રદર્શનને અશ્લિલ અને અનૈતિક ગણાવ્યું છે.

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર મામલો ડિસેમ્બર 2024નો છે, જ્યારે સિંગર પરસ્તૂ અહમદીએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક લાઈવ કોન્સર્ટ કર્યો હતો. આ કોન્સર્ટમાં તેણે હિજાબ પહેર્યા વિના ઈરાનનું પ્રખ્યાત દેશભક્તિ ગીત 'અઝ ખૂને જવાનાને વતન' ગાયું હતું. આ વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થયો હતો, અને તેને લાખો વ્યૂઝ મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ પરસ્તૂ અહમદી અને તેના સંગીતકારોની અટકાયત કરવામાં આવી હતી, જેમને પાછળથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

કોર્ટે સંભળાવી આ કડક સજાઓ

કોર્ટે જાહેર શાલીનતાને ઠેસ પહોંચાડવા અને ઈન્ટરનેટ પર અશ્લિલ કન્ટેન્ટ પબ્લિશ કરવાના આરોપસર સિંગર અને તેની ટીમને દોષિત જાહેર કરી છે.

સિંગર પરસ્તૂ અહમદીને 74 કોરડા મારવાની સજા.

સિંગર પર 2 વર્ષ માટે દેશ છોડવા પર પ્રતિબંધ (ટ્રાવેલ બેન).

2 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની કલાત્મક પ્રવૃત્તિ કે ગીત ગાવા પર રોક.

કોન્સર્ટની પ્રોડક્શન ટીમ અને મ્યુઝિશિયન્સ સહિત અન્ય 8 લોકોને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

વિશ્વભરમાં થઈ રહ્યો છે વિરોધ

આ નિર્ણય બાદ ઈરાન સરકારની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ રહી છે. માનવાધિકાર સંગઠનો અને કલાકારોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સેન્ટર ફોર હ્યુમન રાઇટ્સ ઇન ઇરાનના ડિરેક્ટર અને અન્ય વકીલોએ આ સજાના કાનૂની આધાર પર સવાલો ઉઠાવ્યા છે, અને તેને ક્રૂરતા ગણાવી છે.