Get The App

ઇરાન- યુદ્ધ : પાકિસ્તાન પણ તેમાં ઝૂકાવશે ? વિદેશ મંત્રી દારના કથન પરથી મળતો સંકેત

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાન- યુદ્ધ : પાકિસ્તાન પણ તેમાં ઝૂકાવશે ? વિદેશ મંત્રી દારના કથન પરથી મળતો સંકેત 1 - image

- ઇરાને સાઉદી અરેબિયા ઉપર પણ મિસાઇલ ઝીંક્યા છે પાકિસ્તાન સઉદી અરબ સાથે સંરક્ષણ કરારોથી જોડાયેલું છે

ઇસ્લામાબાદ : પાકિસ્તાને તેવા સંકેતો આપ્યા છે કે વિસ્તરતા જતા ઇરાન યુદ્ધમાં તેને કદાચ જોડાવું પડશે. આ માટે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ઇશાક દારે કારણ આપતા જણાવ્યું હતું કે, 'ઇરાને અન્ય દેશોની જેમ જ, સઉદી અરેબિયા ઉપર પણ મિસાઇલ્સ છોડયા છે. તેથી પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક દારે ઇરાનના વિદેશ મંત્રીને સઉદી અરબસ્તાન ઉપર હુમલો કરવા અંગે ચેતવ્યા હતા.

આ અંગે મેં તેઓને (ઇરાનના વિદેશમંત્રીને) કહ્યું હતું કે, અમારી અને સઉદી અરબસ્થાન સાથે સંરક્ષણ કરારો થયેલા છે તે પ્રમાણે બેમાંથી કોઈ પણ એક ઉપર હુમલો થાય તો તે હુમલો બંને દેશ ઉપર થયેલો ગણવામાં આવશે.

આ સાથે દારે વધુમાં કહ્યું હતું કે, 'સઉદી પાટનગર રિયાધમાં અમેરિકી થાણા બાજુમાં જ હોવાને લીધે અમારી સામે સઉદી અરબે કરેલા સંરક્ષણ કરારો તેની સાથે જોડાવું જ પડે, પરંતુ મને સઉદી મહત્ત્વના બની રહ્યા છે.

આ સાથે ઇશાક દારે જણાવ્યું હતું કે, તે પણ સત્ય છે કે સઉદી પાટનગર રિયાધ ઉપર સૌથી ઓછાં મિસાઇલ્સો છોડવામાં આવ્યા હતા આ ઉપરાંત ઇરાનીઓ કહે છે કે તે સાથે તેઓ (ઇરાન) તેવી બાંહેધરી માગે છે કે તેમના સંરક્ષણની પૂરેપૂરી સંભાળ રાખવામાં આવશે. સાથે સાથે ઇરાન  તેવી પણ બાહેધરી માગે છે કે તેમની ભૂમિનો ઉપયોગ નહીં થવા દે.

ટૂંકમાં આ વિનાશક યુદ્ધમાં જરા જેટલી પણ ભૂલ કે ગેરસમજ ગંભીર પરિણામો લાવી દઈ શકે તેમ છે. તેમાં પાકિસ્તાન જો સઉદી અરબ સાથેના કરારોની આડમાં ઇરાન પરના હુમલામાં જોડાશે તો કેટલાયે અન્ય ઇસ્લામિક દેશની તે ખફા વહોરી લેશે તે નિશ્ચિત છે.