World

‘...તો 6 દેશોનો વિનાશ થઈ જશે’, ન્યુક્લિયર પ્લાન્ટ પાસે હુમલો થતા ઈરાનની અમેરિકાને ચેતવણી

By GS TEAM
4 Apr 20262 mins read
TukuTouch Logo
ઈરાનના બુશહરમાં ન્યુક્લિયર પ્લાન્ટ પાસે હુમલો થતા એક ગાર્ડનું મોત થયું છે અને એક બિલ્ડિંગનો નુકસાન થયું છે. આ હુમલા બાદ ઈરાને એવી ચેતવણી આપી છે કે, ખાડી દેશોમાં ખળભળાટ મચી ગયો છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ અમેરિકાઅને ઈઝરાયલ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે, જ્યારે યુક્રેનમાં ન્યુક્લિયર પ્લાન્ટ પાસે સૈન્ય કાર્યવાહી થઈ હતી ત્યારે પશ્ચિમ દેશોએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી, જો કે હાલ ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલા વખતે આવી ચિંતા કરવામાં આવી રહી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

‘...તો 6 દેશોનો વિનાશ થઈ જશે’, ન્યુક્લિયર પ્લાન્ટ પાસે હુમલો થતા ઈરાનની અમેરિકાને ચેતવણી
Image Source - Google Maps

Iran Warns After US Attack On Nuclear Plant : ઈરાનના બુશહરમાં ન્યુક્લિયર પ્લાન્ટ પાસે હુમલો થતા એક ગાર્ડનું મોત થયું છે અને એક બિલ્ડિંગનો નુકસાન થયું છે. આ હુમલા બાદ ઈરાને એવી ચેતવણી આપી છે કે, ખાડી દેશોમાં ખળભળાટ મચી ગયો છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ અમેરિકાઅને ઈઝરાયલ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે, જ્યારે યુક્રેનમાં ન્યુક્લિયર પ્લાન્ટ પાસે સૈન્ય કાર્યવાહી થઈ હતી ત્યારે પશ્ચિમ દેશોએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી, જો કે હાલ ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલા વખતે આવી ચિંતા કરવામાં આવી રહી નથી.

‘...તો છ દેશોની રાજધાનીઓમાં જીવન ખતમ થઈ જશે’

ઈરાનના વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે, ‘અમેરિકા-ઈઝરાયલ ઈરાનના બુશહર ન્યુક્લિયર પ્લાન્ટ પર ચાર વખત બોંબ ઝિંકી ચુક્યા છે. જો આવા હુમલાના કારણે રેડિએશન ફેલાશે તો તહેરાનમાં નહીં પણ, GSS દેશોની રાજધાનીઓમાં જીવન ખતમ થઈ જશે. ઈરાનના પેટ્રોકેમિકલ ઠેકાણાઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જે યુદ્ધના વાસ્તવિક ઉદ્દેશ્ય તરફ ઈશારો દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો : ‘ટ્રમ્પ, પ્લીઝ કંઈક તો બોલો, અમે કંટાળ્યા છીએ’, ઈરાને અમેરિકન પ્રમુખની ઉડાવી મજાક

ઈરાનની ચેતવણીથી આ છ દેશોમાં ખભળાટ

ઉલ્લેખનીય છે કે, ફારસની ખાડીની આસપાસ આવેલા દેશોને ખાડી દેશો કહેવામાં આવે છે. આ દેશો મુખ્યત્વે GCC (Gulf Cooperation Council)ના સભ્યો છે. આ છ દેશમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, કુવૈત, બહેરીન અને ઓમાનનો સમાવેશ થાય છે, જ્યારે ફારસની ખાડીને ઈરાન-ઈરાકની સરહદ આવેલી છે. જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી ઈરાન ખાડી સ્થિત છ દેશોમાં અમેરિકન સૈન્ય મથકો પર પણ હુમલાઓ કરી રહ્યું છે અને હવે હુમલાના કારણે ન્યુક્લિયર પ્લાન્ટમાંથી રેડિએશન ફેલાવવાની ઈરાને ચેતવણી આપી છ દેશોમાં ખળભળાટ મચાવી દીધો છે.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે જર્મની સરકારનો મોટો નિર્ણય, યુવાઓેના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ, જાણો મામલો