ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી બંધ કરવાની કરી જાહેરાત, અમેરિકા-ઈઝરાયલે કરારનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Strait Of Hormuz Close: અમેરિકા ઈરાન વચ્ચેના શાંતિ કરારના થોડા જ દિવસો બાદ ઈરાનની સંયુક્ત મિલિટરી કમાન્ડે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz)થી જહાજોની અવરજવર બંધ કરવાની જાહેરાત કરી છે. તેની પાછળ તેમણે યુદ્ધ ખતમ કરવાવાળા કરાર (MOU)નું અમેરિકા દ્વારા ઉલ્લંઘન, દક્ષિણ લેબેનોનથી સેના ન હટાવવી અને ઇઝરાયલ દ્વારા સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનું કારણ જણાવ્યું છે.
કરારના ઉલ્લંઘન પર ઈરાનની આગામી ચેતવણી
ઈરાને આ નિર્ણયને પ્રથમ પગલું ગણાવ્યું છે અને ચેતવણી આપી છે કે જો ઉલ્લંઘન ચાલુ રહેશે, તો વધુ પગલાં લેવામાં આવશે. જણાવી દઈએ કે, અમેરિકા અને ઈરાને આ અઠવાડિયે એક કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા, જેના પરિણામ સ્વરૂપ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી.
યુદ્ધવિરામ વચ્ચે ઇઝરાયલી હુમલા
બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર કરારના સમાચારોના થોડા જ કલાકો પછી શનિવારે દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા, જેમાં બે બાળકો પણ સામેલ છે.









