World

'ઈતિહાસનો સૌથી વિનાશક હુમલો કરીશું...' ખામેનેઈની શહાદતનો બદલો લેવાના ઈરાને લીધા સોગંધ

By GS TEAM
1 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના નિધનના સમાચારની પુષ્ટિ થયા બાદ હવે ઈરાને વિશ્વને હચમચાવી નાખે તેવી જાહેરાત કરી છે. ઈરાની સશસ્ત્ર દળોએ અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ ઈતિહાસના સૌથી વિનાશક હુમલાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાનું જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ઈતિહાસનો સૌથી વિનાશક હુમલો કરીશું...' ખામેનેઈની શહાદતનો બદલો લેવાના ઈરાને લીધા સોગંધ

Iran War Updates : ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના નિધનના સમાચારની પુષ્ટિ થયા બાદ હવે ઈરાને વિશ્વને હચમચાવી નાખે તેવી જાહેરાત કરી છે. ઈરાની સશસ્ત્ર દળોએ અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ ઈતિહાસના સૌથી વિનાશક હુમલાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાનું જણાવ્યું છે.

ઈરાની સેના (IRGC) દ્વારા મોતના સમાચારની પુષ્ટિ

ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી IRNA અને સૈન્ય સંગઠન ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ભારે હૈયે સ્વીકાર્યું છે કે શનિવારે અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં આયતુલ્લા અલી ખામેનેઈ શહીદ થયા છે. જ્યારે આ હુમલો થયો ત્યારે તેઓ તેમના કાર્યાલયમાં હાજર હતા. આ હુમલામાં ખામેનેઈની પુત્રી, જમાઈ અને પૌત્રના પણ મોત થયા હોવાના અહેવાલ છે. ઈરાનમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક અને એક અઠવાડિયાની જાહેર રજા જાહેર કરવામાં આવી છે.

'ઈતિહાસનો સૌથી મોટો હુમલો કરીશું' – ઈરાની સેનાની ધમકી

ખામેનેઈના મૃત્યુના કલાકો બાદ ઈરાની સશસ્ત્ર દળોએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના ઇતિહાસનું સૌથી ભયાનક અને વિનાશક સૈન્ય ઓપરેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ હુમલાનું મુખ્ય નિશાન ઈઝરાયેલના કબજા હેઠળના વિસ્તારો અને મિડલ ઈસ્ટમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો હશે. IRGC એ આને "સન્માનિત શહાદત" ગણાવીને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે.

સત્તાના ઉત્તરાધિકારનું સંકટ અને હાઈ એલર્ટ

86 વર્ષીય ખામેનેઈ 1989થી ઈરાનની સત્તા પર હતા. તેમના નિધન બાદ હવે ઈરાનમાં સત્તા કોણ સંભાળશે તેને લઈને મોટો પ્રશ્ન ઊભો થયો છે. તેહરાનની સડકો પર હાલ સન્નાટો અને દહેશતનો માહોલ છે, જ્યારે સુરક્ષા દળોને 'હાઈ એલર્ટ' પર રાખવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને "ક્રૂર યુગનો અંત" ગણાવ્યો છે, જ્યારે ઈરાન આને "કાયરતાપૂર્ણ હુમલો" ગણાવીને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ઈશારો કરી રહ્યું છે.