World

ઇરાને એઆઈ ક્લોડનો ઉપયોગ કરી યુએસ નેવીના મથકો ઉડાવ્યા

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
એન્થ્રોપિકના અહેવાલ મુજબ, ઇરાન અને હુથી આતંકવાદીઓ AI ક્લોડનો ઉપયોગ કરી રહ્યા છે. ઇરાન દ્વારા US નેવીના મથકોને નિશાન બનાવવા ગુપ્ત માહિતી એકત્રિત કરાઈ, જ્યારે યમનમાં હુથીઓએ મિસાઇલ સિસ્ટમ અને ગાઇડેડ રોકેટ સોફ્ટવેર વિકસાવ્યા. આ ખુલાસાથી અમેરિકન નિષ્ણાતો ચિંતિત છે. એન્થ્રોપિકે આ સંબંધિત ખાતાઓ નિષ્ક્રિય કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાને એઆઈ ક્લોડનો ઉપયોગ કરી યુએસ નેવીના મથકો ઉડાવ્યા
  • એન્થ્રોપિકના અહેવાલથી આખા વિશ્વમાં ખળભળાટ
  • એ આઈ હવે આતંકીઓ પાસે પહોંચ્યું : હુથી એઆઇ ક્લોડનો ઉપયોગ કરી મિસાઇલ સિસ્ટમ બનાવી લીધી

વોશિંગ્ટન : અમેરિકા સાથેના યુદ્ધમાં ઇરાને યુએસ નેવીના મથકોને નિશાન બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ક્લોડનો ઉપયોગ કર્યાનું બહાર આવતા આખા વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ફક્ત એટલું જ નહીં આતંકી જૂથ હુથી પણ એઆઈ ક્લોડનો ઉપયોગ મિસાઇલ બનાવવા માટે કરી રહ્યુ હોવાનો પર્દાફાશ થતાં અમેરિકન લશ્કરી નિષ્ણાતોને અને રણનીતિકારોને પરસેવો છૂટી ગયો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) કંપની એન્થ્રોપિકે જણાવ્યું હતું કે ઇરાન સાથે લિંક ધરાવતા ઓપરેટરે એન્થ્રોપિકના ક્લોડનો ઉપયોગ કરીને ઇન્ટેલિજન્સ એકત્રિત કરી હતી અને મધ્યપૂર્વમાં આવેલા અમેરિકન નૌકાદળના થાણાને નિશાન બનાવ્યા હતા. એન્થ્રોપિકે જણાવ્યું હતું કે તેણે શોધી કાઢ્યું હતુંે કે ઇરાન સાથે સંલગ્ન એકાઉન્ટે ક્લાડનો ઉપયોગ કરીને યુએસ નેવલ એસેટ્સની જાહેરમાં ઉપલબ્ધ માહિતી એકત્રિત કરી હતી અને તેનું વિશ્લેષણ કર્યુ હતું. આ એકાઉન્ટે પછી સંભવિત ટાર્ગેટો નક્કી કરવા માટેનું મોડેલ બનાવ્યું હતું અને ઓપન સોર્સ ઇન્ફોર્મેશન દ્વારા નેવલ પોઝિશન ઓળખી કાઢી હતી અને ટ્રેક કરી હતી.
એન્થ્રોપિકના અહેવાલમાં હૂથી આતંકીઓવાળા યમનમાં એક એન્જિનિયરિંગ સેલને ઓળખી કાઢવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ એન્થ્રોપિકના એઆઈ મોડેલ ક્લોડનો ઉપયોગ મિસાઇલો અને ગાઇડેડ રોકેટ માટે ગાઇડેન્સ સોફ્ટવેર ડેવલપ કરવા માટે કરવામાં આવ્યો. યમનમાં સક્રિય આ સેલ ઘણી મિસાઇલો પર કામ કરી રહ્યું હતું. તેમા એક મલ્ટી સ્ટેજ બેલિસ્ટિક મિસાઇલ હતી. તેની બતાવવામાં આવેલી રેન્જ બે હજાર કિ.મી.થી પણ વધુ હતી. આ સિવાય હૂથીઓ એક મિસાઇલ સિસ્ટમ પર પણ કામ કરી રહ્યા હતા, જેને આર ૨,૦૦૦ નામ અપાયું હતું. તેમા હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલનું વેરિયન્ટ પણ સામેલ હતું. આ સમૂહે એઆઇની સુરક્ષા વ્યવસ્થાને ચાતરવાનો પ્રયત્ન કર્યો, જેથી તેની ઓળખ છૂપી રહે, પરંતુ તેમા તેને નિષ્ફળતા મળી.
એન્થ્રોપિકે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે તેઓએ અમેરિકન નૌકાદળના મથકો અંગેની માહિતી એકત્રિત કરનારા એકાઉન્ટને ઓળખી કાઢ્યું છે અને તેને નિષ્ક્રીય કરી દીધું છે. આ એકાઉન્ટ દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીમાં અમેરિકાના લશ્કરી જવાનોના વ્યક્તિગત ફોટા તેમના કેપ્શન્સ પરથી શોધી કઢાયા હતા, આ ઉપરાંત શિપ, એરક્રાફ્ટ ટ્રાન્સપોન્ડર આઇડેન્ટિફાયર્સ, કોમર્સિયલ સેટેલાઇટ ઇમેજરી સ્ક્રિપ્ટ્સ અને અમેરિકન નૌકાદળની હિલચાલની માહિતી આપતી પબ્લિક વેબસાઇટ્સની યાદી આ એકાઉન્ટમાં હતી, એમ કંપનીએ જણાવ્યું હતું. આ ઉપરાંત ઇરાનના જ એક એકાઉન્ટ દ્વારા તેના સુપ્રીમ લીડર ખામેનેઈના અંતિમ સંસ્કારનું આયોજન કરવા માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.