Get The App

હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત 1 - image

- ગુરૂવારે બંને દેશોએ સમજૂતી સાધતા દુનિયાભરમાં હાશકારો આ સમુદ્ર ધૂની બંધ થતાં વૈશ્વિક ઉર્જા આપૂર્તિ અટવાઈ રહી હતી

નવી દિલ્હી : હોર્મુઝ સ્ટ્રેઈટસ ઉપર પહેલાં ઈરાને નાકાબંધી જાહેર કરી હતી પછી ઈરાનનાં યુદ્ધ જહાજો જે નાકાબંધી સંભાળતાં હતા તેમની ફરતા અમેરિકાનાં ત્રણ ત્રણ પ્રચંડ વિમાન વાહક જહાજો તથા તેના યુદ્ધ જહાજોએ નાકાબંધી જાહેર કરતાં દુનિયાભરમાં ઊર્જા પૂરવઠામાં ઓછામાં ઓછો ૨૦ ટકાનો કાપ આવતાં વૈશ્વિક ક્રૂડના ભાવો અપવર્ડ સ્પાયરલ (સતત ઉંચે જતા વલયાકાર માર્ગ)માં વધી રહ્યા હતા તે સાથે વૈશ્વિક સ્તરે દરેક ચીજોના ભાવ પણ સતત ઉંચા જતા હતા. તેવામાં બંને દેશોએ હોર્મુઝ સમુદ્રધુનિ (સ્ટ્રેઇટસ) ઉપરથી નાકાબંધી ઉઠાવવાનો નિર્ણય લેતાં વિશ્વ બજારોએ હાશકારો અનુભવ્યો છે.

આ માહિતી આપતાં સાઉદી અરબસ્તાનની ન્યુઝ ચેનલ અલ અરેબિયા જણાવે છે કે હવે પછીના દિવસોમાં સ્ટ્રેટસમાં ફસાયેલાં જહાજો મુક્ત રીતે અરબી સમુદ્રમાં જઈ શકશે.

પ્રમુખ ટ્રમ્પે પ્રોજેક્ટ ફ્રીડમ મોકૂફ રાખ્યો છે તે માટે તેણે કારણ આપ્યું છે કે ઈરાન સાથેની મંત્રણામાં પ્રગતિ થઈ રહી છે. આથી હવે અમેરીકા-ઈઝરાયલ વિરૂદ્ધ ઈરાન તે યુદ્ધમાં લાંબા સમયનો યુદ્ધ વિરામ થઈ ગયો છે.