World

ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ વચ્ચે કેનેડાની નવી ચાલ, ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો

By GS TEAM
13 Apr 20263 mins read
TukuTouch Logo
ઈરાન અને અમેરિકા વચ્ચે હાલ બે અઠવાડિયાનું યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે. પાકિસ્તાનમાં બંને દેશો વચ્ચે થયેલી બેઠક કોઈ પરિણામ વગર પૂરી થઈ છે. છેલ્લા 40 દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં અમેરિકા અને ઈરાન બંનેના સૈન્ય કાફલામાં મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિ વચ્ચે કેનેડાએ અમેરિકાને મોટો આંચકો આપ્યો છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ સ્પષ્ટ કર્યું છે કે હવે કેનેડા તેના સંરક્ષણ બજેટનો 70 ટકા હિસ્સો અમેરિકન કંપનીઓને નહીં મોકલે. આ નિર્ણયને રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ માટે મોટો આર્થિક ફટકો માનવામાં આવી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ વચ્ચે કેનેડાની નવી ચાલ, ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો

Canada Defense Budget: ઈરાન અને અમેરિકા વચ્ચે હાલ બે અઠવાડિયાનું યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે. પાકિસ્તાનમાં બંને દેશો વચ્ચે થયેલી બેઠક કોઈ પરિણામ વગર પૂરી થઈ છે. છેલ્લા 40 દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં અમેરિકા અને ઈરાન બંનેના સૈન્ય કાફલામાં મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિ વચ્ચે કેનેડાએ અમેરિકાને મોટો આંચકો આપ્યો છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ સ્પષ્ટ કર્યું છે કે હવે કેનેડા તેના સંરક્ષણ બજેટનો 70 ટકા હિસ્સો અમેરિકન કંપનીઓને નહીં મોકલે. આ નિર્ણયને રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ માટે મોટો આર્થિક ફટકો માનવામાં આવી રહ્યો છે.

અમેરિકા પરની નિર્ભરતા ઘટાડશે કેનેડા

ઉલ્લેખનીય છે કે, ગત 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ સહિત અનેક મોટા નેતાઓ અને સૈન્ય અધિકારીઓના મોત થયા હતા, ત્યારબાદ આ વિવાદે ભીષણ યુદ્ધનું સ્વરૂપ લીધું હતું. યુદ્ધમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયલના હથિયારોનો મોટો જથ્થો નાશ પામ્યો છે, જેના કારણે અમેરિકા અને ઈઝરાયલે પોતાના સંરક્ષણ બજેટમાં વધારો કરવો પડ્યો છે. હવે કેનેડાએ અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવા માટે આર્થિક પ્રતિબંધ જેવો નિર્ણય લીધો છે.

સ્થાનિક ઉદ્યોગને મજબૂત કરવા પાછળ ખર્ચ

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની મુજબકેનેડા હવે તેના સંરક્ષણ ખર્ચના 70 ટકા અમેરિકન કંપનીઓને આપવાને બદલે પોતાના સ્થાનિક ઉદ્યોગને મજબૂત કરવા પાછળ ખર્ચશે. કેનેડા છેલ્લા ઘણા સમયથી પોતાના સંરક્ષણ બજેટનો મોટો હિસ્સો અમેરિકન હથિયારો અને ટેકનોલોજી પાછળ ખર્ચતું હતું, જેના કારણે તેની પોતાની સૈન્ય ક્ષમતા નબળી પડી હતી. હવે કેનેડા સ્થાનિક ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરીને રોજગારી વધારવા અને આત્મનિર્ભર બનવા માંગે છે.

સહાય આપી અમેરિકન હથિયારો ખરીદે તેવો પ્લાન

મહત્વનું છે કે, વિશ્વના ઘણા દેશો અમેરિકન સેનાને મોટી રકમ ચૂકવે છે. અમેરિકાએ યુક્રેનને અત્યાર સુધીમાં અંદાજે 175 અબજ ડોલરની સહાય આપી છે, જેમાંથી મોટાભાગની રકમ અમેરિકન કંપનીઓ પાસેથી હથિયારો ખરીદવા માટે વપરાય છે. ઈઝરાયલને 2019-2023 વચ્ચે 16.5 અબજ ડોલરની સૈન્ય સહાય મળી છે, જ્યારે ઈજિપ્તને પણ 6.3 અબજ ડોલરની સહાય મળી છે. અમેરિકન સૈનિકોના નિભાવ માટે ચૂકવણી કરતા દેશોમાં જાપાન અને દક્ષિણ કોરિયા અગ્રેસર છે. જાપાન વાર્ષિક અંદાજે 2 અબજ ડોલરનું યોગદાન આપે છે, જ્યારે દક્ષિણ કોરિયા સંરક્ષણ સમજૂતી હેઠળ વાર્ષિક 1 અબજ ડોલરથી વધુ રકમ ચૂકવે છે. આ રકમ અમેરિકન સૈન્ય મથકોની જાળવણી માટે મહત્વપૂર્ણ છે. તે જ રીતે જર્મની પણ વાર્ષિક એક અબજ ડોલરથી વધુનો ખર્ચ ઉઠાવે છે, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સમાં છૂટછાટ જેવી સુવિધાઓ સામેલ છે.

આ પણ વાંચો: 'હવે અમેરિકાની સાન ઠેકાણે લાવો...', ઈરાને ભારત, ચીન અને રશિયાની માંગી મદદ

ખાડી દેશો અમેરિકા પાસેથી હથિયારો ખરીદવામાં મોખરે

સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા અને ખાડી દેશો અમેરિકા પાસેથી હથિયારો ખરીદનારા મુખ્ય દેશો છે, જે અમેરિકન સંરક્ષણ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન છે. NATO હેઠળ પણ સભ્ય દેશો પોતાની આર્થિક ક્ષમતા મુજબ બજેટમાં ફાળો આપે છે, જેમાં અમેરિકા અને જર્મની બંને સંચાલન ખર્ચમાં લગભગ 16% જેટલો સમાન ફાળો આપે છે. કેનેડાના આ નવા વલણથી હવે આ વૈશ્વિક રક્ષણ સમીકરણો બદલાય તેવી શક્યતા છે.