Get The App

યુદ્ધના 6 દિવસોમાં ઈરાન-અમેરિકા-ઈઝરાયલ અને અખાતી દેશોને કેટલું નુકસાન થયું?

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
6 Days of Middle East Conflict


(IMAGE - IANS)

6 Days of Middle East Conflict: મધ્ય પૂર્વમાં 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલું મહાયુદ્ધ હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હુમલા બાદ ઈરાન સહિત સમગ્ર ખાડી દેશોમાં હાહાકાર મચી ગયો છે. તાજેતરના અહેવાલ મુજબ, હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીને ઈરાની યુદ્ધજહાજને ટોર્પીડો મારીને ડુબાડી દીધું છે, જેમાંથી અત્યાર સુધીમાં 89 મૃતદેહો મળી આવ્યા છે. આ જંગમાં અત્યાર સુધીમાં ઈરાનમાં 1045 લોકોના મોત થયા છે, જ્યારે લેબનોનમાં 60થી વધુ અને ઈઝરાયલમાં એક ડઝન જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. કુવૈતમાં અમેરિકન એમ્બેસી પર થયેલા ઈરાની હુમલામાં 6 અમેરિકન સૈનિકોના પણ મોત થયા છે, જેના કારણે સ્થિતિ વધુ સ્ફોટક બની છે.

સુરક્ષા તંત્રને જડમૂળથી ઉખેડવા માટે ઈઝરાયલ-અમેરિકાની વ્યૂહનીતિ

ઈઝરાયલ અને અમેરિકાની વ્યૂહનીતિ અત્યારે ઈરાનના સુરક્ષા તંત્ર અને પરમાણુ કાર્યક્રમોને જડમૂળથી ઉખેડી નાખવાની હોય તેવું લાગે છે. ઈરાની સુરક્ષા કમાન્ડ અને 'બસીજ' દળની ઈમારતો પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. તેહરાન અને કૌમ જેવા શહેરોમાં સરકારી ઈમારતો ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ પણ હાલમાં મોકૂફ રાખવામાં આવ્યો છે. અમેરિકાના સંરક્ષણ સચિવે સંકેત આપ્યા છે કે આ ઓપરેશનની કોઈ ચોક્કસ સમયમર્યાદા નથી અને તે હજુ લાંબો સમય ચાલી શકે છે.

આ પણ વાંચો: LIVE : યુદ્ધ વચ્ચે અમેરિકાએ ખતરનાક પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કર્યું, દુનિયાભરમાં ફફડાટ

વૈશ્વિક અર્થતંત્ર પર જોખમ

આ યુદ્ધની અસરો હવે વૈશ્વિક સ્તરે દેખાઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલના ટેન્કરોની અવરજવર 90% સુધી ઘટી ગઈ છે, જેના કારણે વિશ્વબજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. ઈરાને ધમકી આપી છે કે જો હુમલા અટકશે નહીં તો તેઓ આખા વિસ્તારના આર્થિક અને સૈન્ય માળખાને નેસ્તનાબૂદ કરી દેશે. લાખો મુસાફરો મધ્ય પૂર્વમાં ફસાયેલા છે અને દુનિયાભરના શેરબજારોમાં પણ ગાબડાં પડી રહ્યા છે. ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સહિતના વૈશ્વિક નેતાઓ આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પરંતુ હાલમાં આ મહાવિનાશ અટકવાના કોઈ એંધાણ દેખાતા નથી.

યુદ્ધના 6 દિવસોમાં ઈરાન-અમેરિકા-ઈઝરાયલ અને અખાતી દેશોને કેટલું નુકસાન થયું? 2 - image