- સ્વિત્ઝર્લેન્ડમાં અમેરિકા ઇરાન મંત્રણા સફળ થઇ
- પહેલા દિવસની તંગદિલી પછી બીજા દિવસની મંત્રણાનું સકારાત્મક પરિણામ આવ્યું : બંને દેશ કેટલાયે મુદ્દાઓ ઉપર સહમત થયા
નવી દિલ્હી : સ્વિત્ઝર્લેન્ડમાં અમેરિકા ઇરાન સમજૂતી મંત્રણા સફળ થઇ છે. ઇરાની પ્રતિનિધી મંડળે અમેરિકાની બે શરતો સ્વીકારી છે જ્યારે અમેરિકી પ્રતિનિધિ મંડળે પણ ઇરાનને બે મોટી શરતો આપી છે. અમેરિકાએ ઇરાનની તેલ નિકાસ પર લગાડેલા પ્રતિબંધો ૬૦ દિવસ સુધી ઢીલા કર્યા છે. કતારમાં ફ્રીઝ કરાયેલા ૬ અબજ ડોલર પણ છૂટા કરવાની ઇરાનની રજૂઆત સ્વીકારવામાં આવી છે. જ્યારે ઇરાને હોર્મુઝ સ્ટેઇટસ્ને જહાજોની આવન જાવન માટે ખુલ્લી કરવા સહમતી દર્શાવી છે.
અન્ય મહત્ત્વની વાત તે છે કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (આઈએસઇએ) તે પોતાનાં પરમાણુ મથકોનું નિરીક્ષણ કરવા દેવા માટે અનુમતિ આપવા સહમત થયું છે. તેથી હવે ઇરાનમાં યુ.એન.ના ન્યૂક્લિયર ઇન્સમેટર્સ ઉપસ્થિત રહેશે.
અમેરિકાના ટ્રેઝરી વિભાગે ઇરાનને ૬૦ દિવસ માટેનું એક લાઈસન્સ આપ્યું છે. જે ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ સુધી ચાલુ રહેશે. તે લાઈસન્સના આધારે ઇરાન તેનું ક્રૂડ ઓઇલ વિશ્વ બજારમાં વેચી શકશે. ભારત સહિત બીજા અનેક દેશો ઇરાન પાસેથી ક્રૂડ ખરીદી શકશે.
આ સાથે મેટ્રો કેમિકલ્સ ઉત્પાદનો તથા પેટ્રોલિયમ ડેરીવેટીવ્સ (આડ પેદાશો)ની ડીલીવરી તથા વેચાણ માટે પણ તે સમજૂતી દ્વારા પરવાનગી મળી છે. પરંતુ આ લાઈસન્સ ઉત્તર કોરિયા તથા ક્યુબા સાથેના વ્યવહારોમાં લાગુ પડશે નહીં. તેમ પણ આ સંધિમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે, કારણ કે તે દેશો ઉપર અમેરિકાના પ્રતિબંધો લાગેલા છે.
અમેરિકાના વિત્તમંત્રી સ્કોટલેન્ડે કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી કોઈપણ જહાજનું આવન જાવન વિના રોકટોક ચાલુ રાખવા આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇરાને યુએનની પરમાણુ ન્યૂઝ એજન્સી આઈએઇએના ઇસ્પેકટર્સને દેશમાં તૈનાત રહેવા તથા કામ કરવા દેવા સહમતી પણ દર્શાવી છે.
અમેરિકા ઇરાન વચ્ચે જે એમઓયુ થયા છે તેમાં ૧૪ મુદ્દા સામેલ છે. તે ઉપર સહમતી સાધવા માટે જ સ્વિત્ઝર્લેન્ડમાં મંત્રણા યોજાઈ રહી હતી તેમાં ઇરાની તેલ પરના પ્રતિબંધોમાં છૂટ તથા હોર્મુઝમાંથી જહાજની બે રોક-ટોક આવન જાવન ચાલુ રાખવું તે બે મુખ્ય શરતો હતી. તે અંગેબંને દેશો વચ્ચે સહમતી સધાઈ છે.
ઇરાનની સરકારી મીડીયા ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇરાની પ્રતિનિધિ મંડળના નેતા મોહમ્મદ બાઘેર ગાલીબાફે કહ્યું હતું કે ઇરાનના ફ્રઝ ફંડઝ છૂટા થયા તે સૌથી મોટી સિદ્ધિ છે. એમઓયુના આર્ટિકલ ૧૧માં બે કટકે ઇરાનને ૬-૬ અબજ ડોલર આપવાની શરત છે. જે મંજૂર થઇ છે. આ માટે પ્રાથમિક સમજૂતીનો કતારમાં યોજાયેલી પ્રારંભિક મંત્રણા દરમિયાન થઇ હતી. જ્યારે અંતિમ મંજૂરી સ્વિત્ઝર્લેન્ડમાં આપવામાં આવી. આર્ટિકલ ૧૦નીચે ક્રૂડ ઓઇલ પેટ્રોકેમિકલ પ્રોડક્ટસ બેન્કીંગ વીમા અને પરિવહન સાથે સંકળાયેલા પ્રતિબંધો પર અંતિમ સમજૂતી સુધી રાહત મળી છે. ઇરાન આ કામિયાબીને અમેરિકા ઉપર થયેલી જીત સમાન માને છે.
સ્વિત્ઝર્લેન્ડમાં મંત્રણા પછી ઇરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલીબાફ અને વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી ઓમાન જવા રવાના થયા. બંનેએ કહ્યું કે તેઓ ઓમાન સરકાર સાથે હોર્મુઝ સ્ટ્રેઇટસ મેનેજમેન્ટ અંગે ઇરાનની તૈયારીઓ મજબૂત કરશે અને બંને દેશો વચ્ચે સહકાર વધારશે.


