PRESS TV |
Iran vs Israel and USA War updates : અમેરિકા અને ઈઝરાયલનું ઈરાન વિરુદ્ધનું યુદ્ધ દિવસે ને દિવસે ખતરનાક સ્વરૂપ ધારણ કરતું જઇ રહ્યું છે. ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું ફાઈનલ અલ્ટીમેટમ આપ્યું છે ત્યારે ઈરાને સમગ્ર મિડલ ઈસ્ટમાં ભડકો બોલાવી દેવાની ચેતવણી ઉચ્ચારી છે. આ દરમિયાન ઈરાન દ્વારા ફરી એકવાર કુવૈતમાં મોટો હુમલો કર્યાના અહેવાલ સામે આવ્યા છે.
Iran vs Israel-USA War LIVE updates
અમેરિકાને આવી વધુ 3 જીત મળી જાય તો તે બરબાદ થઈ જશે : ઇરાનની સંસદના સ્પીકરનો કટાક્ષ

VIDEO: ઈરાન યુદ્ધ વચ્ચે કઝાકિસ્તાનના અસ્તાનામાં આકાશમાં રહસ્યમય વસ્તુ દેખાઈ
'આજે રાત્રે દુનિયા સદીઓ સુધી યાદ રાખશે તેવો હુમલો કરીશું' : ઈરાને ટેન્શન વધાર્યું
ઈરાની સેનાએ એક અત્યંત આક્રમક અને રહસ્યમય નિવેદન જારી કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ઈરાને ચેતવણી આપી છે કે આજની રાત્રે તેઓ એક એવો "પ્રચંડ અને ઐતિહાસિક આશ્ચર્યજનક" (Massive Historic Surprise) વળતો પ્રહાર કરશે, જેને "દુનિયા સદીઓ સુધી યાદ રાખશે." અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા સતત હુમલાઓ અને ટ્રમ્પના 48 કલાકના અલ્ટીમેટમ વચ્ચે ઈરાનનું આ નિવેદન યુદ્ધને એક નવા અને સંભવિત વિનાશક સ્તરે લઈ જઈ શકે છે. સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે કે ઈરાન કદાચ તેના સૌથી ગુપ્ત શસ્ત્રો અથવા વ્યુહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ ઠેકાણાઓ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે, જેના કારણે મિડલ ઈસ્ટ સહિત સમગ્ર વિશ્વમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ALERT: 🚨 Iranian Army Warns of Massive Historic Surprise Tonight.
— TRENDING ➞ 911 (@911NewsBreaks) April 5, 2026
The Iranian Army announced a massive surprise coming tonight that the world will remember for centuries, according to Iranian state media.pic.twitter.com/YIVhoK4JIJ
24 કલાકની અપડેટ: ઈરાનમાં 120થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર ઈઝરાયલી વાયુસેનાનો ભીષણ હુમલો
ઈઝરાયલ એરફોર્સ (IAF) એ છેલ્લા 24 કલાકમાં મધ્ય અને પશ્ચિમ ઈરાનમાં ઈરાની શાસનના 120થી વધુ લક્ષ્યો પર સચોટ હુમલા કર્યા છે. આ વિનાશક કાર્યવાહીમાં મુખ્યત્વે બેલેસ્ટિક મિસાઈલ એરે સાઇટ્સ (મિસાઈલ તૈનાત કરવાના સ્થળો), ડ્રોન (UAV) ઉત્પાદન અને લોન્ચિંગ કેન્દ્રો તેમજ એર ડિફેન્સ સિસ્ટમ્સને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈઝરાયલનો દાવો છે કે આ હુમલાઓ દ્વારા ઈરાનની લાંબા અંતરની પ્રહાર ક્ષમતા અને હવાઈ સુરક્ષા કવચને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જેનાથી ઈરાન માટે વળતો હુમલો કરવો હવે વધુ મુશ્કેલ બનશે.
રેસ્ક્યુ મિશન દરમિયાન 2 અમેરિકી વિમાનમાં ખામી, કબજો ટાળવા નાશ કરવાનો આદેશ અપાયો : ન્યૂયોર્ક ટાઈમ્સ
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ઈરાનમાં ચાલી રહેલા હાઈ-રિસ્ક પાયલટ રેસ્ક્યુ મિશન દરમિયાન અમેરિકાના બે ટ્રાન્સપોર્ટ વિમાનોમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ વિમાનો ઈરાની સેનાના હાથમાં ન પડે અને કોઈ સંવેદનશીલ ટેકનોલોજી કે માહિતી દુશ્મન દેશ પાસે ન જાય તે હેતુથી, અમેરિકાના કમાન્ડ દ્વારા આ બંને વિમાનોને તે જ સ્થળે નષ્ટ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ મિશન અત્યંત જોખમી હતું કારણ કે રેસ્ક્યુ ટીમ ઈરાનના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પાયલટને શોધવા માટે ઘૂસી હતી. જોકે, આ ટેકનિકલ અવરોધ છતાં અમેરિકી દળોએ અંતે તેમના ઓફિસરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી, પરંતુ આ ઘટનાએ અમેરિકી સૈન્ય સાધનોની સ્થિતિસ્થાપકતા પર સવાલો ઉભા કર્યા છે.
બેહરીનમાં બાપકો ઓઈલ રિફાઈનરી પર ઈરાને મિસાઈલ ઝીંકી
ઈરાનનો દાવો: ઈસ્ફહાન પાસે અમેરિકાનું રેસ્ક્યૂ વિમાન તોડી પાડ્યું
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે, ઈસ્ફહાનના દક્ષિણ વિસ્તારમાં એક અમેરિકન વિમાનને આંતરીને તેનો નાશ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ વિમાન અગાઉ તોડી પાડવામાં આવેલા અમેરિકન F-15 ફાઈટર જેટના લાપતા પાયલટની શોધખોળ કરી રહ્યું હતું. ઈરાની સૈન્યનું કહેવું છે કે અમારી એર ડિફેન્સ સિસ્ટમે આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહેલા 'દુશ્મન' વિમાનને સચોટ નિશાન બનાવ્યું છે. આ ઘટના બાદ આ પ્રદેશમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, કારણ કે બંને દેશો વચ્ચે હવાઈ સંઘર્ષ હવે વધુ આક્રમક બની રહ્યો છે.
‘વી ગોટ હિમ’: ઈરાનમાં લાપતા અમેરિકન ઓફિસરને બચાવી લેવાયાની ટ્રમ્પે કરી પુષ્ટિ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી છે કે ઈરાન પરના હુમલા દરમિયાન જેઓનું F-15E જેટ તોડી પાડવામાં આવ્યું હતું, તે લાપતા અમેરિકન વેપન્સ ઓફિસર (કર્નલ) ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ટ્રમ્પે અત્યંત ઉત્સાહભેર સોશિયલ મીડિયા પર લખ્યું કે, "વી ગોટ હિમ!. મારા સાથી અમેરિકનો, છેલ્લા કેટલાક કલાકોમાં યુનાઇટેડ સ્ટેટ્સ મિલિટરીએ અમેરિકાના ઇતિહાસનું સૌથી સાહસિક 'સર્ચ એન્ડ રેસ્ક્યુ' ઓપરેશન પાર પાડ્યું છે. આપણા એક અદભૂત ક્રૂ મેમ્બર ઓફિસર અને અત્યંત સન્માનિત કર્નલ હવે સંપૂર્ણપણે સુરક્ષિત અને હેમખેમ છે." આ સફળ રેસ્ક્યુ ઓપરેશન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયેલા છે અને અમેરિકા માટે આ એક મોટી મનોવૈજ્ઞાનિક જીત માનવામાં આવી રહી છે.
ઈરાનમાં ક્રેશ અમેરિકન જેટનો બીજો પાયલટ પણ સુરક્ષિત, અમેરિકન એરફોર્સનો મોટો દાવો
ઈરાનમાં તોડી પડાયેલા અમેરિકાના F-15E ફાઈટર જેટના પાયલટ સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન અધિકારીઓના અહેવાલ અનુસાર આ વિમાનના બીજા પાયલટને પણ સુરક્ષિત બચાવી લેવામાં સફળતા મળી છે. આ રેસ્ક્યૂ ઓપરેશન અત્યંત ઘાતક પરિસ્થિતિમાં હાથ ધરાયું હતું જ્યાં અમેરિકાના દળોને ભારે ગોળીબારીનો સામનો કરવો પડ્યો હતો. જોકે હજુ સુધી ઈરાની અને અમેરિકન સૈનિકો વચ્ચે ભયંકર ગોળીબારની સ્થિતિ યથાવત્ છે અને આ પાયલટ પણ ઈરાનમાં જ હાજર છે. બંને દેશના સૈનિકો વચ્ચે ભારે અથડામણ ચાલુ હોવાની માહિતી અધિકારીએ આપી હતી.
ઈરાનના વિદેશ મંત્રીએ પાકિસ્તાનને કેમ થેન્ક્યૂ કહ્યું?
ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ અમેરિકન મીડિયા પર જૂઠ ફેલાવવાનો આરોપ લગાવતા સ્પષ્ટ કર્યું છે કે ઈરાન ક્યારેય શાંતિ વાર્તાથી પાછળ હટ્યું નથી. તેમણે પાકિસ્તાનના મધ્યસ્થતાના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે તેઓ ઈસ્લામાબાદ જવા માટે હંમેશા તૈયાર છે, પરંતુ ઈરાન માટે પ્રાથમિકતા માત્ર બેઠકો યોજવાની નથી, પણ તેમના પર લાદવામાં આવેલા આ 'ગેરકાયદેસર યુદ્ધ'નો કાયમી અને નિર્ણાયક રીતે અંત આવે તેવી શરતોની છે. ઈરાનનું વલણ સ્પષ્ટ છે કે જ્યાં સુધી ન્યાયી અને સ્થાયી શાંતિની ખાતરી ન મળે, ત્યાં સુધી કોઈ પણ સમજૂતી શક્ય નથી.
કુવૈતમાં ઈરાનનો મોટો હુમલો
ઈરાને હવે અમેરિકાને પડકારતા કુવૈતમાં ઓઈલ રિફાઇનરી, ગેસ પ્લાન્ટ પર ભયાનક ડ્રોન હુમલો કર્યાના દૃશ્યો સામે આવ્યા છે. ઈરાને અહીંના પાવર પ્લાન્ટને પણ નિશાન બનાવ્યાની માહિતી મળી રહી છે. જેના બાદથી વિસ્તારમાં વીજ સપ્લાય ખોરવાઈ ગયો હતો.
તેલ અવીવમાં યુદ્ધ વિરોધી પ્રચંડ પ્રદર્શન
ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં ઈરાન સાથેના યુદ્ધના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જ્યાં પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઈરાન પર ચાલી રહેલા હુમલાઓને તાત્કાલિક રોકવાની માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તણાવપૂર્ણ બની હતી, જેમાં પોલીસે હસ્તક્ષેપ કરીને અનેક દેખાવકારોની ધરપકડ કરી છે. લોકોનો આક્રોશ એ વાત પર છે કે આ સંઘર્ષ સતત લંબાઈ રહ્યો છે, જેના કારણે પ્રાદેશિક અસ્થિરતા અને સામાન્ય જનજીવન પર ખતરો વધી રહ્યો છે.
ઈઝરાયલનો ઈરાન અને લેબેનોન પર વિધ્વંસક હુમલો
ઈઝરાયલી દળોએ ઈરાન અને લેબનોનમાં વ્યાપક સૈન્ય કાર્યવાહી કરતા કુલ 340થી વધુ લક્ષ્યો પર ભીષણ હુમલા કર્યા છે, જેમાં ઈરાન સ્થિત IRGCના 200થી વધુ અને લેબનોનમાં હિઝબુલ્લાહના 140થી વધુ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલામાં ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ ઉત્પાદન કેન્દ્રો, શસ્ત્ર ભંડારો અને એર ડિફેન્સ સિસ્ટમને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે લેબનોનમાં હિઝબુલ્લાહની ખતરનાક 'રાદવાન ફોર્સ'નું હેડક્વાર્ટર, તાલીમ કેન્દ્રો અને લોન્ચિંગ સાઇટ્સને તોડી પાડવામાં આવી છે. ઈઝરાયલનો દાવો છે કે આ કાર્યવાહી દ્વારા ઈરાન અને તેના સહયોગી સંગઠનોની હુમલો કરવાની ક્ષમતાને કમરતોડ ફટકો પડ્યો છે.
ઈરાની મિસાઈલ હુમલાનો કહેર: બહેરીનથી 1,500 અમેરિકન સૈનિકોનું પલાયન
ઈરાનના જવાબી મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ અમેરિકન સેનાને પીછેહઠ કરવા મજબૂર કરી છે, જેના પરિણામે બહેરીન સ્થિત યુએસ નેવીના પાંચમા બેડા (Fifth Fleet) ના 1,500 સૈનિકો અને તેમના પરિવારોને તાત્કાલિક અમેરિકા પરત મોકલી દેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, સૈનિકો એટલી ઉતાવળમાં બેઝ છોડી રહ્યા છે કે તેઓ પોતાનો સામાન અને કાર પણ પાછળ છોડીને માત્ર એક બેગ સાથે પરત ફરી રહ્યા છે. પેન્ટાગોને સ્વીકાર્યું છે કે શુક્રવાર સુધીમાં 13 સૈનિકોના મોત અને 365 ઘાયલ થયા છે, પરંતુ તપાસ અહેવાલો મુજબ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) જાનહાનિના સાચા આંકડા છુપાવી રહી હોવાનો ગંભીર આરોપ છે. ઈરાને સાઉદી અરેબિયા, UAE અને કુવૈત જેવા દેશોમાં સ્થિત અમેરિકી ઠેકાણાઓ પર પણ હુમલા તેજ કર્યા છે અને સ્પષ્ટ માંગ કરી છે કે પોતાની સુરક્ષા માટે અમેરિકી દળોએ આ ક્ષેત્ર તાત્કાલિક ખાલી કરી દેવું જોઈએ.


