World

અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી

By GS Team
8 May 20262 mins read
TukuTouch Logo
વૈશ્વિક દરિયાઈ વેપારના સૌથી મહત્વપૂર્ણ માર્ગ ગણાતા હોર્મુઝની ખાડી પર હવે ઈરાને પોતાની પકડ મજબૂત કરી દીધી છે. ઈરાને આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ટેક્સ વસૂલવા માટે એક વિશેષ સત્તામંડળની રચના કરી છે, જેની અસર ભારત સહિત અનેક દેશો પર પડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
 AI IMAGE

Strait of Hormuz toll tax: વૈશ્વિક દરિયાઈ વેપારના સૌથી મહત્વપૂર્ણ માર્ગ ગણાતા હોર્મુઝની ખાડી પર હવે ઈરાને પોતાની પકડ મજબૂત કરી દીધી છે. ઈરાને આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ટેક્સ વસૂલવા માટે એક વિશેષ સત્તામંડળની રચના કરી છે, જેની અસર ભારત સહિત અનેક દેશો પર પડી શકે છે.

નવું સત્તામંડળ અને કડક નિયમો

શિપિંગ અને દરિયાઈ વેપાર પર નજર રાખતી ઉદ્યોગ પત્રિકા લોયડ્સ લિસ્ટના અહેવાલ મુજબ, ઈરાને પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી (PGSA) ની રચના કરી છે. આ સત્તામંડળ હેઠળ હવે કોઈપણ જહાજ પૂર્વ મંજૂરી વગર અહીંથી પસાર થઈ શકશે નહીં. જહાજોએ રવાના થતા પહેલા ટ્રાન્ઝિટ ઓથોરાઈઝેશન મેળવવું અને ટોલ ટેક્સ ચૂકવવો ફરજિયાત રહેશે. ઈરાની મીડિયા મુજબ, જહાજ માલિકોએ માલિકી, વીમો અને ક્રૂ મેમ્બર્સની વિગતો સહિતનો સંપૂર્ણ રેકોર્ડ ઈમેલ દ્વારા ઓથોરિટીને આપવો પડશે.

ચીની કરન્સી અને ક્રિપ્ટોમાં વસૂલાત

ઈરાનનો આ નિર્ણય અમેરિકા માટે મોટો આર્થિક અને રાજકીય પડકાર સાબિત થઈ શકે છે. ઈરાન આ ટોલ ટેક્સ અમેરિકન ડોલરને બદલે ચીની કરન્સી યુઆનમાં વસૂલશે.આ ટેરિફ લાગુ થવાથી ઈરાનને વાર્ષિક 40 થી 50 અબજ ડોલરની આવક થઈ શકે છે, જે તેના પર લાગેલા અમેરિકન આર્થિક પ્રતિબંધોની અસરને ઘણી ઓછી કરી દેશે. ઈરાને આ પેમેન્ટ સ્વીકારવા માટે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ પણ શરૂ કર્યો છે. ઈરાન આ વસૂલાતનો હિસ્સો ઓમાન સાથે વહેંચવા માટે પણ વિચારી રહ્યું છે.

ભારત અને અન્ય સાથી દેશો પર અસર

અહેવાલો મુજબ, ચીન, ભારત અને જાપાન તરફ જતા જહાજોએ પહેલેથી જ આ પ્રકારની ચૂકવણી કરવાનું શરૂ કરી દીધું હોવાનું મનાય છે. ઈરાનની આ નવી વ્યવસ્થાને કારણે પાકિસ્તાન, દક્ષિણ કોરિયા અને ફિલિપાઈન્સ જેવા અમેરિકાના પ્રમુખ સાથી દેશો પર આર્થિક દબાણ વધશે, કારણ કે તેઓ પહેલાથી જ ખાડી ક્ષેત્રના સંકટથી આર્થિક તણાવમાં છે.

વૈશ્વિક શક્તિ સંતુલનમાં ફેરફાર

ઈરાનનો આ નિર્ણય ચીન સાથેના તેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક શક્તિ સંતુલનમાં મોટો બદલાવ લાવી શકે છે. ઈરાનની સંસદ હાલમાં આ પ્રક્રિયાને કાયદેસરનું સ્વરૂપ આપવા માટે કામ કરી રહી છે. આ ફેરફાર ભવિષ્યમાં દરિયાઈ વેપારના ખર્ચમાં વધારો કરી શકે છે અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અમેરિકાના વર્ચસ્વને સીધો પડકાર આપી શકે છે.