Iran And America On Indian Ships Attack : હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડીમાં ત્રણ દિવસમાં ત્રણ ભારતીય જહાજો પર હુમલો થવાની ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા નિવેદનથી ઈરાન ભડકી ગયું છે. ટ્રમ્પે જહાજો પર હુમલા મામલે ઈરાનનો જવાબદાર ઠેરવ્યું હતું, ત્યારે આ આક્ષેપોને ઈરાને પાયાવિહોણા ગણાવ્યા છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે, તેહરાને ઓમાનની ખાડીમાં એક ભારતીય જહાજ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતમાં ઈરાનના દૂતાવાસે એવો પણ આક્ષેપ કર્યો છે કે, અમેરિકાએ એક અઠવાડિયાની અંદર ત્રણ ભારતીય જહાજો પર હુમલો કર્યો અને ત્રણ નિર્દેશ ભારતીયો ખલાસીઓને મારી નાખ્યા છે.
ટ્રમ્પનો દાવો પાયાવિહોણો, જહાજો પર અમેરિકાએ હુમલો કર્યો : ઈરાનનો દાવો
ભારત સ્થિત ઈરાની દૂતાવાસે આજે (13 જૂન) સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘હોર્મુઝ જળમાર્ગેથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો પર ઈરાને હુમલો કર્યો હોવાનો ટ્રમ્પનો દાવા સંપૂર્ણ પાયાવિહોણો છે. અમેરિકન સેનાએ ત્રણ ભારતીય જહાજો પર હુમલો કર્યો અને ત્રણ નિર્દેષ ભારતીય ખલાસીઓની જામ લઈ લીધી, જે ખૂબ જ શરમજનક ઘટના છે. અમેરિકા ઈરાન પર ખોટા આક્ષેપો કરીને આ ક્રૂરતાભર્યા સત્ય પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

ઈરાને હુમલો કર્યો હોવાનો ટ્રમ્પનો દાવો, ચેતવણી પણ આપી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે (12 જૂને) ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, ‘ઈરાને ગઈકાલે રાત્રે હોર્મુઝ જળમાર્ગેથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેને સંપૂર્ણ નિષ્ફળ કરી દેવાયા છે. આવી બાબત બિલકુલ સ્વિકાર્ય નથી. વહેલી તકે તેઓ પોતાની હરકતો સુધારી લે.’

ઈરાને ટ્રમ્પના આરોપો નકાર્યા
ઈરાને ટ્રમ્પના આ આક્ષેપોને સંપૂર્ણ નકારી દીધા છે. ટ્રમ્પના આ નિવેદન બાદ ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બધાઈએ અમેરિકા પર નિશાન સાધીને એક્સ પર લખ્યું છે કે, ‘અમેરિકાએ ભારતીય કોમર્શિયલ જહાજો પર નિર્દયતાપૂર્વક હુમલો કરતા ઓછામાં ઓછા ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા છે. આ હુમલા એ વાતનો સાબિત પુરાવો છે કે, અમેરિકા હથિયારોના જોરે ધાક-ધમકી આપવાની અને આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં લૂંટારાઓની જેમ દાદાગીરી કરવાની પોતાની જૂની નીતિ હજુ પણ ચલાવી રહ્યું છે. અમે મૃત્યુ પામેલા ભારતીય ખલાસીઓના પરિવારો પ્રત્યે દુઃખ વ્યક્ત કરીએ છીએ.’ તેમણે એવું પણ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે અમેરિકાના ગેરકાયદેસર વ્યવહાર માટે તેને જવાબદાર ઠેરવવો જોઈએ.
The brutal U.S. attacks on Indian commercial vessels which have killed at least three Indian nationals, stand as clear evidence of America’s ongoing policy of armed robbery and State piracy.
— Esmaeil Baqaei (@IRIMFA_SPOX) June 11, 2026
We extend our sympathies to the families and friends of the slain Indian sailors and…
અમેરિકન સેનાનો પણ ઈરાને હુમલો કર્યો હોવાનો દાવો
અમેરિકન સેનાના સેન્ટ્રલ કમાન્ડે સત્તાવાર કહ્યું હતું કે, ઈરાને 9 જૂને ઓમાનના દરિયાકાંઠા પાસે MT સટ્ટેબેલો નામના જહાજ પર હુમલો કર્યો હતો. આ જહાજ પર 24 ભારતીય ક્રૂડ સભ્યો હતા, જેમાંથી 21ને બચાવી લેવાયા છે, જ્યારે ત્રણ લાપતા ખલાસીઓના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે.
— U.S. Central Command (@CENTCOM) June 10, 2026
ભારતીય વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
આ સમગ્ર વિવાદ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ ઘટનાઓનો શિકાર બનેલા ત્રણેય જહાજો વિદેશી ફ્લેગ ધરાવતા હતા અને તે ભારતની માલિકીના જહાજો નથી. આ સાથે જ તેમણે પુષ્ટિ કરી હતી કે સમુદ્રમાં આ હુમલા ત્યાં તૈનાત અમેરિકી નૌસેના દ્વારા જ કરવામાં આવ્યા છે. જાયસવાલે 13 જૂને કહ્યું કે, અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત થઈ છે. આ દરમિયાન તેમણે અમેરિકન સેના દ્વારા ઓમાનની ખાડીમાં હુમલા પર વિરોધ વ્યક્ત કર્યો હતો.
વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ રુબિયો સાથે વાત કરી હતી. જયશંકરે એક્સ પર લખ્યું હતું કે, ‘આજે સાંજે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત થઈ છે. મેં ખાડીમાં અમેરિકન હુમલા પર ભારત તરફથી કડક નિંદા કરી છે. આ ઘટનામાં ત્રણ ભારતીય ખલાસીના મોત થયા છે. કોમર્શિયલ જહાજો પર આવા જીવલેણ હુમલા ક્યારે સ્વિકારવામાં નહીં આવે.’
Spoke to US Secretary of State Marco Rubio this evening. I reiterated India’s strong protest at the attacks by the US Navy in the Gulf that killed three Indian mariners. Such lethal actions against commercial shipping are not justified.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 12, 2026
ઉલ્લેખનીય છે કે, હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડીમાં 72 કલાકમાં અમેરિકાએ ભારતીય ક્રૂ સભ્યો સવાર હોય તેવા ત્રણ જહાજોને નિશાન બનાવ્યા હતા. પહેલો હુમલો 8 જૂને ઓમાનના દક્ષિણ-પૂર્વીય તટ પર મેરીવેક્સ જહાજ પર મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં 24 ક્રૂ મેમ્બર્સ સવાર હતા પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. ત્યારબાદ 9 અને 10 જૂનની વચ્ચે અમેરિકી નેવીએ MT Settebello નામના ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો હતો. આ જહાજના 24 ભારતીય સભ્યોમાંથી 21ને બચાવી લેવાયા હતા, જ્યારે ત્રણ ભારતીયોના મોત થયા છે. ત્યારબાદ 11 જૂને પણ MT Jalveer નામના જહાજને અમેરિકાએ નિશાન બનાવ્યું હતું, જેમાં પણ ભારતીય ક્રૂ સવાર હતા.


