World

અમેરિકા વિરુદ્ધ મોટા યુદ્ધના એંધાણ ! ઈરાને સામાન્ય લોકોને હાથમાં પકડાવ્યા હથિયાર

By GS Team
2 Nov 20261 min read
TukuTouch Logo
અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાને યુદ્ધની તૈયારીઓ તેજ કરી છે. 2 નવેમ્બર 2026ના રોજ તેહરાનમાં નવું સૈન્ય પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ કરાયું છે. IRGC દ્વારા સામાન્ય નાગરિકોને શસ્ત્રો ચલાવવા અને સૈન્ય કવાયતોની તાલીમ અપાશે. તાજરીશ સ્ક્વેર ખાતેના ઉદ્ઘાટન સમારોહમાં સેનાના જવાનોએ નાગરિકોને તાલીમ આપી. અગાઉ હફ્ત-એ તીર અને ઈમામ હુસૈન સ્ક્વેર પર પણ આવા કેન્દ્રો શરૂ કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા વિરુદ્ધ મોટા યુદ્ધના એંધાણ ! ઈરાને સામાન્ય લોકોને હાથમાં પકડાવ્યા હથિયાર

Iran Prepares For War Opens Military Training Centers: અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ અને સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાને પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. રાજધાની તેહરાનમાં સોમવારે 2 નવેમ્બર 2026ના રોજ એક નવા સૈન્ય પ્રશિક્ષણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. અહીં ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સામાન્ય નાગરિકોને યુદ્ધ માટે તૈયાર કરશે, જેથી જરૂર પડ્યે તેઓ સૈન્યને મદદ કરી શકે.

તેહરાનમાં ખુલ્યા નવા ટ્રેનિંગ સેન્ટર્સ

તેહરાનના તાજરીશ સ્ક્વેર ખાતે બનેલા કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહમાં સેના અને IRGCના જવાનો નાગરિકોને હથિયારો ચલાવવાની અને સૈન્ય કવાયતોની તાલીમ આપતા જોવા મળ્યા હતા. આ પહેલાં તેહરાનના હફ્ત-એ તીર સ્ક્વેર અને ઈમામ હુસૈન સ્ક્વેર પર પણ આવા જ પ્રશિક્ષણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં તણાવ વધ્યો

ઈરાને સોમવારે જણાવ્યું કે, કતરની મધ્યસ્થતાથી અમેરિકા સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ પરિણામ આવ્યું નથી. આ તણાવ 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ શરૂ થયો હતો, જેના જવાબમાં ઈરાને મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' બંધ કરી દીધો હતો. ત્યારબાદ અમેરિકાએ ઈરાની બંદરોની નાકાબંધી કરી હતી.