World

‘તમે અમારા ભાઈ અને પડોશી, તમારી સાથે કોઈ વિવાદ નથી’ ઈદ પર્વે ઈરાની રાષ્ટ્રપતિનો મુસ્લિમ દેશોને ‘શાંતિ સંદેશ’

By GS TEAM
21 Mar 20262 mins read
TukuTouch Logo
વિશ્વભરમાં આજે શનિવારે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમેરિકા-ઈઝરાયેલ સાથે લડી રહેલા ઈરાને ઈદના તહેવારે મુસ્લિમ દેશોને શાંતિનો સંદેશ આપ્યો છે. આ સંદેશને ઘર્ષણનો સામનો કરી રહેલા મધ્ય-પૂર્વને મોટી રાહત મળવાના સંકેત તરીકે માનવામાં આવી રહ્યો છે. યુદ્ધના આજે 22મા દિવસે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેજેશ્કિયને મુસ્લિમ દેશોના નામથી એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ઈરાને મુસ્લિમ દેશોને પોતાના ભાઈ અને પડોશી કહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘તમે અમારા ભાઈ અને પડોશી, તમારી સાથે કોઈ વિવાદ નથી’ ઈદ પર્વે ઈરાની રાષ્ટ્રપતિનો મુસ્લિમ દેશોને ‘શાંતિ સંદેશ’

Iran President Eid And Peace Message : વિશ્વભરમાં આજે શનિવારે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમેરિકા-ઈઝરાયેલ સાથે લડી રહેલા ઈરાને ઈદના તહેવારે મુસ્લિમ દેશોને શાંતિનો સંદેશ આપ્યો છે. આ સંદેશને ઘર્ષણનો સામનો કરી રહેલા મધ્ય-પૂર્વને મોટી રાહત મળવાના સંકેત તરીકે માનવામાં આવી રહ્યો છે. યુદ્ધના આજે 22મા દિવસે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેજેશ્કિયને મુસ્લિમ દેશોના નામથી એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ઈરાને મુસ્લિમ દેશોને પોતાના ભાઈ અને પડોશી કહ્યા છે.

ઈરાનની મુસ્લિમ દેશોને સંપ માટે અપીલ

ઈરાની રાષ્ટ્રપતિ મુસ્લિમ દેશોને પત્ર લખીને શાંતિનો સંદેશ આપવાની સાથે ઈદ મુબારક પાઠવી છે. તેમણે કહ્યું કે, ‘તમે અમારા ભાઈ છો, તેથી અમારે તમારી સાથે કોઈ વિવાદ નથી.’ તેમણે મુસ્લિમ દેશોને આ સંદેશ આપીને સંપ માટે અપીલ કરી છે. 

ઈરાની રાષ્ટ્રપતિ પત્રમાં શું લખ્યું?

રાષ્ટ્રપતિ પેજેશ્કિયને ઇસ્લામિક દેશો અને પડોશીઓને લખેલા પત્રમાં લખ્યું છે કે, ‘ઇસ્લામી દેશો અને અમારા પ્રિય પડોશીઓ... તમે અમારા ભાઈ છો અને આપણી વચ્ચે કોઈપણ વિવાદ નથી. આપણા મતભેદોનો લાભ મેળવનાર એકમાત્ર પક્ષ ઝાયોની સત્તા(ઈઝરાયેલ) છે. અમે ઈદ-ઉલ-ફિત્રના તહેવાર પર અલ્લાહને દુઆ કરીએ છીએ કે, તેઓ અમને શક્તિ આપે અને એકતા પ્રદાન કરે, જેથી અમે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)ની શિક્ષાઓ પર અમલ કરીને તેમની રજા મેળવી શકીએ.’

ઈરાની રાષ્ટ્રપતિ ઈઝરાય-અમેરિકા પર સાધ્યું નિશાન

ઈરાની રાષ્ટ્રપતિ પત્રમાં ઝાયોની શાસનો ઉલ્લેખ કરીને ઈઝરાયલ-અમેરિકા પર પ્રહાર કર્યા છે. ઈઝરાયલ અને અમેરિકામાં મોટાભાગની વસ્તી યહૂદી છે. અમેરિકા-ઈઝરાયેલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થતું હતું. છેલ્લા 22 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં ઈરાનના 40થી વધુ વરિષ્ઠ સેન્ય અધિકારીઓ અને નેતાઓના મોત થયા છે. ઈરાને પણ જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે ઈઝરાયલથી લઈને અમેરિકા સુધીના સૈન્ય અને ઊર્જા સ્થળો પર ડ્રોન અને મિસાઇલથી હુમલા કરી આખા મધ્ય-પૂર્વમાં તબાહી મચાવી દીધી છે.