World

ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ ફેઈલ! 'લિટલ ઈન્ડિયા' કહેવાતા શહેર પર ઈરાનનો હુમલો, 100થી વધુ ઈજાગ્રસ્ત

By GS TEAM
22 Mar 20262 mins read
TukuTouch Logo
Israel-Iran War Escalates: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ દિવસે ને દિવસે વધુ ગંભીર થઈ રહ્યું છે. ઈરાને ઈઝરાયલથી બદલો લેવા માટે ડિમોના શહેરમાં શનિવારે સાંજે મિસાઈલથી હુમલા કર્યા હતા. જેમાં 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. નોંધનીય છે કે ઈઝરાયલે ગઇકાલે જ ઈરાનના પરમાણુ કેન્દ્ર પર હુમલો કર્યો હતો, જે બાદ ઈરાને મિસાઈલો છોડી હતી. નોંધનીય છે કે ડિમોનામાં મોટી સંખ્યામાં ભારતીયો રહેતા હોવાથી આ શહેરને લિટલ ઈન્ડિયા પણ કહેવામાં આવે છે. ડિમોનામાં જ ઈઝરાયલના ન્યુક્લિયર રીએક્ટર પણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ ફેઈલ! 'લિટલ ઈન્ડિયા' કહેવાતા શહેર પર ઈરાનનો હુમલો, 100થી વધુ ઈજાગ્રસ્ત

Israel-Iran War Escalates: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ દિવસે ને દિવસે વધુ ગંભીર થઈ રહ્યું છે. ઈરાને ઈઝરાયલથી બદલો લેવા માટે ડિમોના શહેરમાં શનિવારે સાંજે મિસાઈલથી હુમલા કર્યા હતા. જેમાં 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. નોંધનીય છે કે ઈઝરાયલે ગઇકાલે જ ઈરાનના પરમાણુ કેન્દ્ર પર હુમલો કર્યો હતો, જે બાદ ઈરાને મિસાઈલો છોડી હતી. નોંધનીય છે કે ડિમોનામાં મોટી સંખ્યામાં ભારતીયો રહેતા હોવાથી આ શહેરને લિટલ ઈન્ડિયા પણ કહેવામાં આવે છે. ડિમોનામાં જ ઈઝરાયલના ન્યુક્લિયર રીએક્ટર પણ છે. 

ઈઝરાયલમાં ન્યુક્લિયર સાઈટ પર હુમલો

યુનાઈટેડ નેશન્સની પરમાણુ દેખરેખ સંસ્થા, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) એ ડિમોનામાં બનેલી ઘટનાના અહેવાલોની નોંધ લીધી છે, પરંતુ ત્યાંના નેગેવ ન્યૂક્લિયર રિસર્ચ સેન્ટરને નુકસાન થયું હોવાના કોઈ સંકેત મળ્યા નથી. એજન્સીએ જણાવ્યું કે હુમલા બાદ કોઈ અસાધારણ રેડિયેશન લેવલ નોંધાયું નથી અને તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. 

ઈરાન પર હુમલાથી રશિયા પણ ભડક્યું

બીજી તરફ ઈરાનમાં પણ ન્યુક્લિયર સાઈટ પર કોઈ પણ પ્રકારનું લીકેજ નોંધાયું નથી. જેથી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ રાહતનો શ્વાસ લીધો છે. ઈરાનનો દાવો છે કે ઈઝરાયલ અને અમેરિકાએ ભેગા થઈને ન્યુક્લિયર સાઈટ પર હુમલા કર્યા. રશિયાએ પણ આ હુમલાની નિંદા કરતાં કહ્યું છે કે આવા હુમલા મિડલ ઈસ્ટમાં ભયાનક વિનાશનું કારણ બનશે. 

ઈઝરાયલના અરાદ પર પણ હુમલો

નોંધનીય છે કે ઈરાને ડિમોનાની સાથે સાથે ઈઝરાયલના અરાદ શહેર પર પણ હુમલો કર્યો હતો. ઈઝરાયલની સેના ઈરાનની મિસાઈલ રોકવામાં અસમર્થ રહી. ડિમોના જેવા ભારે સુરક્ષિત વિસ્તારમાં ઈરાની મિસાઈલો ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં સફળ રહી હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે.

અરાદ પર થયેલા હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક નિવેદનમાં કહ્યું, આપણા ભવિષ્ય માટેના યુદ્ધમાં આ એક ખૂબ જ મુશ્કેલ સાંજ રહી છે.

નોંધનીય છે કે ઈઝરાયલ પાસે પરમાણુ હથિયારો છે તેવું માનવામાં આવે છે, જોકે ઈઝરાયલ આ વાતનો ક્યારેય સ્વીકાર કે ઈનકાર કરતું નથી.