World

સઉદી- પાક.- તુર્કીના સંરક્ષણ કરારોમાં જોડાવા ઇરાનને આમંત્રણ : ફરી 'ક્રૂઝેડ'યુગ શરૂ થશે

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
નવા ભૂરાજકીય સમીકરણો વચ્ચે, ઈરાનને ઑગસ્ટ-7ના 'મક્કા જોઈન્ટ ડીફેન્સ એગ્રીમેન્ટ'માં જોડાવા આમંત્રણ મળ્યું છે. સાઉદી-પાક.-તુર્કીના ત્રિપક્ષીય સંરક્ષણ કરારોમાં તહેરાન જોડાવા વિચારણા કરી રહ્યું છે, તેમ ઈરાની અધિકારી મહેદી રાહીમીએ જણાવ્યું. આ 'ઈસ્લામિક નાટો'માં ઇજીપ્ત અને બાંગ્લાદેશ પણ જોડાવા ઉત્સુક છે. આ જોડાણથી મધ્ય-પૂર્વના રાજકીય સમીકરણો બદલાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સઉદી- પાક.- તુર્કીના સંરક્ષણ કરારોમાં જોડાવા ઇરાનને આમંત્રણ : ફરી 'ક્રૂઝેડ'યુગ શરૂ થશે
  • નવા ભૂરાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે
  • ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે : 'ઑગસ્ટ-7ના' મક્કા જોઈન્ટ ડીફેન્સ એગ્રીમેન્ટ'માં જોડાવા ઇરાનને આમંત્રણ મળ્યું છે, તે પર વિચારણા ચાલે છે

તહેરાન : સઉદી- પાક.- તુર્કીએના ત્રિપક્ષીય સંરક્ષણ કરારોમાં જોડાવા ઇરાનને આમંત્રણ મળ્યું છે. તેમ કહેતા ઇરાનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુંહતું કે, 'તહેરાન તે વિષે વિચારણા કરી રહ્યું છે.'
ઈરાનની સંસદની ન્યુઝ એજન્સીના વડા મહેદી રાહીમીએ બૈરૂતની એક ન્યુઝ ચેનલને આપેલી મુલાકાતમાં આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે, 'તે દ્વારા તે રાષ્ટ્રો' પ્રાદેશિક સલામતી છત્ર રચવા માંગે છે.
રાહીમીએ આ સંગઠનને ઈરાનના વિજય સમાન ગણાવ્યું હતું અને કહ્યું કે, 'વાસ્તવમાં ઇરાન તે માટે ઘણા સમયથી આગ્રહ રાખી રહ્યું છે.
નિરીક્ષકો આ કરારોને 'ઇસ્લામિક નાટો' કહે છે. તે પ્રમાણે તે સંગઠનના કોઈ એક સભ્ય ઉપર આક્રમણ થાય તો તે ત્રણે ઉપર થયેલા આક્રમણ સમાન ગણવામાં આવશે.
દરમિયાન તુર્કીએના વિદેશમંત્રી હડાન ફીદાને કહ્યું હતું કે, ઇજીપ્તે પણ આ જૂથમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તે ઉપરાંત બાંગ્લાદેશના પણ બે મંત્રીઓ હુમાયુ કબીર અને શામા ઔબેદ ઇસ્લામે પણ જણાવ્યું છે કે, ઢાકા પણ આ સંગઠનમાં જોડાવા ઇચ્છે છે.
વિશ્લેષકો કહે છે કે, સઉદી- પાક. અને તુર્કીએ રચેલા આ સંરક્ષણ કરારોનો મુખ્ય હેતુ તો ઇરાન તરફથી થતા હુમલાઓનો એક સાથે મળી સામનો કરવાનો હતો તે સમયે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે તે કરારોને વધાવ્યા પણ હતા. પરંતુ હવે ઇરાન પણ તેમાં જોડાય તો મધ્ય-પૂર્વના ભૂરાજકીય સમીકરણો જ બદલાઈ જશે.
બીજી તરફ હવે ટ્રમ્પ પણ ઇરાન સાથે સમજૂતી સાધવા તૈયાર થયા છે. ત્યારે ઇરાને ટ્રમ્પની દરખાસ્ત ફગાવી દીધી છે. કેટલાક નિરીક્ષકો માને છે કે, 'યુરોપીય દેશો ભલે અત્યારે ટ્રમ્પની સાથે જોડાયા નથી પરંતુ સમય જતા જોડાઈ જશે તે નિશ્ચિત લાગે છે. જો આમ થશે તો એક તરફ ખ્રિસ્તી દેશો તો સામે ઇસ્લામિક દેશો આવી જતાં ફરી ૧૧મી સદીથી શરૂ થયેલ ક્રૂઝેડ્સ (ધર્મયુદ્ધ)માં મધ્યપૂર્વ ફસાઈ જશે તે નિશ્ચિત લાગે છે.