Get The App

યુદ્ધ વચ્ચે ઈરાનમાં આંતરિક ડખો! રાષ્ટ્રપતિની 'માફી'થી સૈનિકો નારાજ, IRGCએ કરી મોટી જાહેરાત

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધ વચ્ચે ઈરાનમાં આંતરિક ડખો! રાષ્ટ્રપતિની 'માફી'થી સૈનિકો નારાજ, IRGCએ કરી મોટી જાહેરાત 1 - image


Iran America War : મધ્ય-પૂર્વના જંગની વચ્ચે ઈરાનના શાસક વર્ગમાં ભયાનક જૂથવાદ સામે આવ્યો છે. રાષ્ટ્રપતિ મસુદ પેજેશકિયાન દ્વારા અખાતી દેશો પર થયેલા હુમલાઓ માટે માફી માંગવામાં આવતા ઈરાનના કટ્ટરપંથી નેતાઓ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરો ભારે નારાજ થયા છે.

રાષ્ટ્રપતિની માફી અને ટ્રમ્પનો વળતો પ્રહાર

રાષ્ટ્રપતિ પેજેશકિયાને નિવેદન આપ્યું હતું કે, "ઈરાનની કાર્યવાહીથી પ્રભાવિત થયેલા પડોશી દેશોની હું વ્યક્તિગત રીતે માફી માંગુ છું". તેમણે પડોશી દેશોને વિનંતી કરી હતી કે તેઓ ઈરાન પરના અમેરિકી-ઇઝરાયલી હુમલામાં સામેલ ન થાય. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ 'માફી'ને 'આત્મસમર્પણ' ગણાવી હતી. ટ્રમ્પે ચેતવણી આપી છે કે શનિવારે 'ખૂબ જ કડક પ્રહાર' કરવામાં આવશે અને અમેરિકા પોતાના હુમલાનું દાયરો વધારી શકે છે.

આ પણ વાચો : ઈરાન યુદ્ધ હજુ 7 દિવસ ચાલશે તો દુનિયામાં મહામંદી સર્જાશે! 16 દેશોને અસર થવાનો દાવો

કટ્ટરપંથીઓ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સની નારાજગી

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, પેજેશકિયાનના નિવેદનથી ઈરાનમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. વિવાદ વધતા રાષ્ટ્રપતિ કાર્યાલયે સ્પષ્ટતા કરવી પડી અને સોશિયલ મીડિયા પોસ્ટમાંથી 'માફી' શબ્દ હટાવી દેવો પડ્યો. કટ્ટરપંથી સાંસદ હામિદ રસાઈએ X પર લખ્યું કે પેજેશકિયાનનું વલણ નબળું અને અસ્વીકાર્ય છે. શક્તિશાળી રિવોલ્યુશનરી ગાર્ડ્સના સિનિયર કમાન્ડરો રાષ્ટ્રપતિની વાતોથી નારાજ છે અને તેમણે જવાબી હુમલા ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

આદેશ અવગણી અબુ ધાબી અને દુબઈ પર હુમલા

રાષ્ટ્રપતિએ હુમલા રોકવાનું આશ્વાસન આપ્યું હોવા છતાં, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે આક્રમક હુમલા ચાલુ રાખ્યા છે. અબુ ધાબી પાસે આવેલા અલ ધાફરા એરબેઝ પર અમેરિકી એર કમાન્ડ સેન્ટરને નિશાન બનાવી ડ્રોન હુમલો કરવામાં આવ્યો. દુબઈમાં થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ છે.રિવોલ્યુશનરી ગાર્ડ્સે બહેરીન અને દોહામાં પણ હુમલા કર્યા છે. ઈરાની ન્યાયતંત્રના વડા મોહસેની-એજેઈના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી પડોશી દેશોની ધરતીનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ થશે, ત્યાં સુધી જવાબી હુમલા ચાલુ રહેશે.