Iran Claims to Shot Down US Aircraft : મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થતાં જ એવું લાગતું હતું કે, અમેરિકાના એડવાન્સ હથિયારો સામે ઈરાનના હથિયારો પત્તાના મહેલની જેમ ઉડી જશે. જોકે સતત એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે, ઈરાન આક્રમક હુમલા કરીને અમેરિકાના એક પછી એક જેટ, હેલિકોપ્ટરને નષ્ટ કરી રહ્યો છે. ઈરાને તાજેતરમાં જ અમેરિકાના બે ફાઈટર જેટ, એક મોટું એરક્રાફ્ટ અને અનેક હેલીકોપ્ટર ઉડાવી દીધા હતા, ત્યારે હવે તેણે ઈરાનમાં ઘૂસેલા અમેરિકાના વધુ બે એરક્રાફ્ટના કુરચેકુરતા ઉડાવી દીધા હોવાનો દાવો કર્યો છે.
ઈરાને અમેરિકાના બે એરક્રાફ્ટો ઉડાવી દીધા
ઈરાને મોટો ઘટસ્ફોટ કર્યો છે કે, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ અમેરિકાના બે એરક્રાફ્ટો ઉડાવી દીધા છે. જોકે આ એરક્રાફ્ટ કયું હતું, તેની કોઈ માહિતી સામે આવી નથી. વાસ્તવમાં ઈરાને તાજેતરમાં જ F-15E ફાઈટર જેટ તોડી પાડત તેનો પાયલટ ગુમ થઈ ગયો હતો, જેને શોધવા માટે અમેરિકાએ ઈરાનની અંદર ઘૂસીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ટીમમાં 100થી વધુ કમાન્ડો, ડઝનથી વધુ હેલિકોપ્ટરો અને અત્યાધુનિક હથિયારો હતા. આમાંથી બે એરક્રાફ્ટ તોડી પાડ્યા હોવાનો ઈરાને દાવો કર્યો છે. ઈરાન જમીન પરથી સતત દુશ્મનો પર હુમલાઓ કરી રહ્યું છે.
અમેરિકાનું C-130 સપોર્ટ જેટ અને રીફ્યૂલિંગ વિમાન નષ્ટ : ઈરાની કોન્સ્યુલેટ
મુંબઈ સ્થિત ઈરાનના વાણિજ્ય દૂતાવાસ દાવો કર્યો છે કે, ‘ઈરાનની વિશેષ સેનાએ જોરદાર ગોળીબાર કરતા અમેરિકાનું C-130 સપોર્ટ વિમાન નષ્ટ થઈ ગયું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ઈરાની સેનાએ એક રીફ્યૂલિંગ વિમાનને પણ તોડી પાડ્યું છે.’ આ નિવેદન પહેલા ઈરાની કોન્સ્યુલેટે દાવો કર્યો હતો કે, IRGCએ અમેરિકાનું એક વિમાન નષ્ટ કી નાખ્યું છે. આ વિમાન F-15E ફાઈટર જેટના ગુમ થયેલા પાયલટને શોધવા નિકળ્યું હતું.
અમેરિકાએ બે બ્લેક હૉલ હેલિકોપ્ટર નષ્ટ થયાનું સ્વિકાર્યું, સી-130 તોડ્યાનો દાવો નકાર્યો
બીજીતરફ અમેરિકાએ ઈરાનના દાવાને પાયાવિહોણા ગણાવ્યા છે. ઈરાનની સરકારી એજન્સી તસ્નીમ સહિત ઈરાની સૂત્રોએ દાવો કર્યો કે, રેસ્ક્યૂ ઓપરેશનમાં આવેલા અમેરિકન સી-130 હરક્યૂલિસ અને બ્લેક હૉક હેલિકોપ્ટરને ઈરાને ટાર્ગેટ કર્યું છે. બે યુએસ બ્લેક હૉલ હેલિકોપ્ટર નષ્ટ થયો હોવાનું અમેરિકાએ પણ સ્વિકાર્યું છે, જોકે તેણે સી-130 હરક્યૂલિસ વિમાન તૂટ્યું હોવાના દાવાને ખોટા ગણાવ્યા છે.
અમેરિકાએ બંને પાયલોટને શોધી કાઢ્યા
અમેરિકા ઈચ્છતું નથી કે, ઈરાનની સેના તેના જીવિત પાયલાટને પકડે. આ જ કારણે તેણે પાયલાટની શોધખોળ કામગીરીમાં 12 હેલિકોપ્ટર સાથે 100 કમાન્ડો ઉતાર્યા હતા અને જ્યાં હેલિકોપ્ટર વિમાન તૂટી પડ્યું હતું, ત્યાં આ કમાન્ડો સતત નજર રાખી રહ્યા હતા. અનેક કલાકોની મહેનત બાદ અમેરિકાએ ગુમ થયેલા બીજા પાયલટને શોધી કાઢ્યો છે, જ્યારે વિમાન તૂટી પડ્યું ત્યારે પહેલો પાયલટને પહેલેથી જ શોધી કાઢ્યો હતો.
આ પણ વાંચો : ટેકનોલોજીએ સર્જ્યો ચમત્કાર ! 13 વર્ષની માસૂમ બાળકી 45 વર્ષની મહિલા બનીને પાછી ફરી


