World

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનનું સમર્થન કરનારા દેશ પર ઈરાનનો હુમલો, યુદ્ધમાં નવો વળાંક

By GS TEAM
5 Mar 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ જંગની આગ હવે પાડોશી દેશો સુધી પ્રસરી રહી છે. અમેરિકા અને ઈઝરાયલ સામેના સંઘર્ષ વચ્ચે ઈરાને હવે અઝરબૈજાન પર ડ્રોન હુમલા કરીને યુદ્ધનો વ્યાપ વધારી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 5 માર્ચના રોજ બપોરના સમયે ઈરાની વિસ્તારમાંથી બે ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા, જેણે અઝરબૈજાનના વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ગણાતા નખચિવન ઇન્ટરનેશનલ ઍરપૉર્ટને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં ઍરપૉર્ટની ટર્મિનલ બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ સિવાય એક ડ્રોન રહેણાંક વિસ્તારની સ્કૂલ પાસે પડતાં નાગરિકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનનું સમર્થન કરનારા દેશ પર ઈરાનનો હુમલો, યુદ્ધમાં નવો વળાંક

Iran Azerbaijan Drone Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ જંગની આગ હવે પાડોશી દેશો સુધી પ્રસરી રહી છે. અમેરિકા અને ઈઝરાયલ સામેના સંઘર્ષ વચ્ચે ઈરાને હવે અઝરબૈજાન પર ડ્રોન હુમલા કરીને યુદ્ધનો વ્યાપ વધારી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 5 માર્ચના રોજ બપોરના સમયે ઈરાની વિસ્તારમાંથી બે ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા, જેણે અઝરબૈજાનના વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ગણાતા નખચિવન ઇન્ટરનેશનલ ઍરપૉર્ટને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં ઍરપૉર્ટની ટર્મિનલ બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ સિવાય એક ડ્રોન રહેણાંક વિસ્તારની સ્કૂલ પાસે પડતાં નાગરિકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

અઝરબૈજાને ઈરાની હુમલાને આંતરરાષ્ટ્રીય નિયમો વિરુદ્ધ ગણાવ્યો

અઝરબૈજાને આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરતાં તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ ઘટના બાદ અઝરબૈજાન સરકારે ઈરાનના રાજદૂત મૌજતબા ડરમચિલુને સમન્સ પાઠવીને પોતાનો સખત વિરોધ નોંધાવ્યો છે. અઝરબૈજાને સ્પષ્ટ ચીમકી આપી છે કે તેઓ આ હુમલાનો જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર ધરાવે છે. ઓનલાઇન વાઇરલ થયેલા વીડિયોમાં ઍરપૉર્ટ પર થયેલા જોરદાર ધડાકા અને ફ્લેશ જોઈ શકાય છે. નિષ્ણાતો માની રહ્યા છે કે અમેરિકા અને ઈઝરાયલ સાથેના તણાવ વચ્ચે ઈરાન હવે આ ક્ષેત્રના અન્ય દેશોને પણ નિશાન બનાવીને પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: પુતિને યુરોપની દુ:ખતી નસ દબાવી! આ એક નિવેદનથી ગેસની કિંમતમાં 50 ટકાનો ઉછાળો

ભારત માટે ચિંતા

મહત્ત્વની વાત એ છે કે અઝરબૈજાન આંતરરાષ્ટ્રીય મોરચે હંમેશા પાકિસ્તાનનો સાથ આપે છે અને કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદનો આપતું રહ્યું છે. અઝરબૈજાન, તૂર્કિયે અને પાકિસ્તાન વચ્ચેનું ગઠબંધન ભારત માટે ચિંતાનો વિષય છે. નખચિવન વિસ્તાર ઈરાન, તૂર્કિયે અને આર્મેનિયાની સરહદો સાથે જોડાયેલો હોવાથી ત્યાં થયેલો આ હુમલો દક્ષિણ કાકેશસ ક્ષેત્રની સુરક્ષા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. ઈરાનના આ આક્રમક પગલાથી હવે આ વિસ્તારમાં પણ યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વધી ગઈ છે.