Image : Press TV |
Israel-USA vs Iran War Updates : અમેરિકા અને ઈઝરાયલ હવે ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં આક્રમક વલણ અપનાવતા સિવિલિયન સાઈટ્સને નિશાન બનાવી રહ્યા છે જેને લઇને ઈરાન લાલઘૂમ થયું છે. તાજેતરમાં ઈરાનના કરજમાં અમેરિકા દ્વારા એક બ્રિજ પર હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને યુદ્ધની સ્થિતિ વકરે તેવી શક્યતા છે.
Israel-USA vs Iran War Updates LIVE
અમેરિકાના સંરક્ષણ મંત્રીએ ડઝનેક અમેરિકન સૈન્ય અધિકારીઓની કરી હકાલપટ્ટી
US Defense Secretary Hegseth fired more than a dozen generals, including the commander of the Army’s ground forces.
— Press TV 🔻 (@PressTV) April 3, 2026
Follow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/4urkhIVNFb
VIDEO : 12 આઈરન ડોમ મિસાઈલ પણ ઈરાનના એક પ્રહારને ન રોકી શકી
WHOના ડિરેક્ટરે અમેરિકા ઈઝરાયલને વખોડ્યા, ઈરાનના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કર્યા હતા હુમલા

ફિલિપાઈન્સના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાની છૂટ મળી
ફિલિપાઇન્સ અને ઈરાન વચ્ચેની સફળ વાટાઘાટો બાદ ફિલિપાઈન્સના જહાજોને હોર્મુઝની સામુદ્રધૂની (Strait of Hormuz) માંથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. મનિલા દ્વારા ઈરાન સાથેના સંપર્ક બાદ પોતાને 'બિન-દુશ્મન' (non-hostile) દેશ તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી જેથી તે તેલનો પુરવઠો મેળવી શકે. વિદેશ મંત્રી થેરેસા લાઝારોએ આ વાતચીતને હકારાત્મક ગણાવતા જણાવ્યું હતું કે, ઈરાને ફિલિપાઈન્સના ધ્વજ ધરાવતા જહાજો, ઊર્જા પુરવઠો અને નાવિકોને કોઈપણ અવરોધ વગર અને ઝડપથી આ માર્ગ પરથી પસાર થવાની ખાતરી આપી છે.
કુવૈતમાં ઓઈલ રિફાઈનરી પર એટેક
કુવૈતની નેશનલ ઓઈલ કંપનીએ કહ્યું હતું કે મિના અલ અહમદી રિફાઈનરી પર ડ્રોન હુમલો કરાયાની માહિતી સામે આવી છે. જેના બાદ ઓઈલ રિફાઈનરીમાં આગ લાગી ગઇ હતી.

ટ્રમ્પની નવી ધમકી
ડોનાલ્ડ ટ્રમ્પે આ પોસ્ટ દ્વારા ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, દુનિયાની સૌથી શક્તિશાળી અને મહાન ગણાતી અમેરિકી સેનાએ હજુ તો ઈરાનને તબાહ કરવાની શરૂઆત પણ નથી કરી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, હવે પછીનો વારો ઈરાનના પુલો (Bridges) અને પાવર પ્લાન્ટ્સનો છે. ટ્રમ્પે ઉમેર્યું કે, નવા શાસનનું નેતૃત્વ જાણે છે કે શું કરવાનું છે અને તે કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવું પડશે.

વ્હેર ઈઝ ધ એક્ઝિટ? : TIME મેગેઝીનનો ટ્રમ્પ પર કટાક્ષ
ટાઈમ મેગેઝિને તેના કવર પેજ પર ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર છાપીને જોરદાર કટાક્ષ કર્યો છે. તેમાં સવાલ કર્યો છે કે યુદ્ધમાંથી બહાર નીકળવાનો રસ્તો ક્યાં છે?

IRGC એ અમેરિકાનું વધુ એક ફાઈટર જેટ તોડી પાડ્યાનો કર્યો દાવો
બ્રિજ પર હુમલામાં 8ના મોત 95 ઈજાગ્રસ્ત
ઈરાન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરજમાં મહત્ત્વપૂર્ણ B1 બ્રિજ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. તે સમયે ઈરાનના ટ્રાવેલર અને ગામના સ્થાનિક લોકો ત્યાં નેચર ડેની ઉજવણી કરી રહ્યા હતા. જેમાં 8 લોકોના મોત નીપજ્યા જ્યારે 95 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ પહેલીવાર નથી જ્યારે ઈઝરાયલ અને અમેરિકાએ નફ્ફટાઈ બતાવતા કોઈ સિવિલિયન સાઈટને નિશાને લીધી હોય. અગાઉ પણ અનેક સ્કૂલો અને રહેણાંક ઈમારતો પર આડેધડ બોમ્બમારા કરાયા હતા.
યુએઈમાં ઓરેકલના ડેટા સેન્ટર પર ઈરાનનો એટેક
અકળાયેલા ઈરાને હવે અમેરિકાની કંપનીઓને નિશાને લેવાનું શરૂ કર્યું છે. એમેઝોન બાદ હવે યુએઈમાં ઓરેકલના ડેટા સેન્ટર પર હુમલો કરાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખુદ ઇરાનની સત્તાવાર મીડિયા પ્રેસ ટીવી દ્વારા આ હુમલાની પુષ્ટી કરવામાં આવી હતી.
ઈઝરાયલ પર ભીષણ હુમલા શરૂ
ઈરાને હવે ઈઝરાયલમાં ભારે તબાહી મચાવવાનું શરૂ કર્યું છે. ઈઝરાયલના વિવિધ શહેરોમાં ઈરાન તરફથી આવતી મિસાઈલોથી એલર્ટ કરતાં સાયરન વાગી રહ્યા છે. એવા અનેક દૃશ્યો પણ સામે આવ્યા છે જેમાં ઇઝરાયલમાં ભારે નુકસાની થઈ છે.



