Get The App

યુએઇ અને બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટર પર ઇરાનનો હુમલો, કલાઉડ કમ્પ્યુટિંગ સુવિધાને નુકસાન

ગલ્ફ દેશના ગૃહ મંત્રાલયે આ કૃત્યને ઇરાની આક્રમણ ગણાવ્યું હતું

અગાઉ ઇરાને કોર્મશિયલ સેન્ટરોને નિશાન બનાવવાની ધમકી આપી હતી

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
યુએઇ અને બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટર પર ઇરાનનો હુમલો, કલાઉડ કમ્પ્યુટિંગ સુવિધાને નુકસાન 1 - image

ન્યૂયોર્ક,૧ એપ્રિલ,૨૦૨૬,બુધવાર 

ઇરાને ગલ્ફ દેશોમાં કાર્યરત અમેરિકી ટેક કંપનીઓ અને ડેટા સેન્ટર પર હુમલો કરવાની ધમકી આપ્યાના એક દિવસ પછી યુએઇ અને બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો થયો હતો. આ અંગે ફાયનાન્શિયલ ટાઇમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે  બહેરીનમાં એમેઝોનની કલાઉડ કમ્પ્યુટિંગ સુવિધાને નુકસાન થયું છે. ગલ્ફ દેશના ગૃહ મંત્રાલયે આ કૃત્યને ઇરાની આક્રમણ ગણાવ્યું હતું અને આગ ઓલવવામાં આવી હતી. 

અન્ય વિગત અનુસાર ૧ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ઇરાની શાહેદ ડ્રોન દ્વારા યુએઇના બે એમેઝોન વેબ સર્વિસીસ ડેટા સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આને જાણી જોઇને નિશાન બનાવવામાં આવ્યા છે તે સ્પષ્ટ થયું નથી પરંતુ ઇરાન અગાઉ કોર્મશિયલ સેન્ટરોને નિશાન બનાવવાની ધમકી આપી ચુકયું હતું. ડેટા સેન્ટરોને જાસૂસી અને સાયબર હુમલાઓનું જોખમ હંમેશા રહે છે પરંતુ યુધ્ધ દરમિયાન કોઇ દેશ દ્વારા કોર્મશિયલ ડેટા સેન્ટરને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાની પ્રથમ ઘટના છે. રશિયા-યુક્રેન લડાઇમાં યુક્રેનિયન હેકર્સે વર્ષ ૨૦૨૪માં રશિયન લશ્કરી સંલગ્ન ડેટા સેન્ટરમાં સંગ્રહિત ડેટાનો નાશ કર્યો હતો. જો કે આ એક ફિઝિકલ હુમલો હતો જેમાં ડ્રોનથી ઇમારતને નુકસાન થયું હતું.