World

યુદ્ધની આશંકા વચ્ચે ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ન્યુક્લિયર પ્લાન્ટ નજીક કાટમાળ પડ્યો

By GS TEAM
24 Feb 20261 min read
TukuTouch Logo
ઈરાનના ઈસ્ફહાન પ્રાંતમાં ટેકનિકલ ખામીના કારણે આર્મી હેલિકોપ્ટર ફ્રૂટ માર્કેટમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં પાયલટ અને વેપારીઓ સહિત 4 લોકોના મોત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધની આશંકા વચ્ચે ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ન્યુક્લિયર પ્લાન્ટ નજીક કાટમાળ પડ્યો

 (Image Alahad TV-EN X)



Iran Helicopter Crash : ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે સેનાનું એક હેલિકોપ્ટર ઈસ્ફહાન પ્રાંતમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. સેનાનું આ હેલિકોપ્ટર એક ફ્રૂટ હોલસેલ માર્કેટમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયાના સમાચાર છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ઈરાનના પરમાણુ પ્લાન્ટ ધરાવતા ઈસ્ફહાન પ્રાંતમાં હેલિકોપ્ટરનો કાટમાળ ફેલાઈ ગયો હતો.

ટેકનિકલ ખામીને કારણે સર્જાઈ દુર્ઘટના

ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલી 'તસ્નીમ ન્યૂઝ એજન્સી'ના જણાવ્યા અનુસાર આ હેલિકોપ્ટર ઈરાની સેનાની એવિએશન યુનિટનું હતું. તે ઈસ્ફહાન પ્રાંતના ખોમેની શાહર કાઉન્ટીના દારચેહ શહેરમાં આવેલા ફળ અને શાકભાજી માર્કેટ વિસ્તારમાં તૂટી પડ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ, ક્રેશનું મુખ્ય કારણ ટેકનિકલ ખામી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટનામાં પાયલટ અને કો-પાયલટ ઉપરાંત માર્કેટના બે વેપારીઓના પણ મોત નિપજ્યા છે.

ઈરાનનો નબળો એર સેફ્ટી રેકોર્ડ

ન્યૂઝ એજન્સી રોયટર્સે અહેવાલ છે કે, ઈરાનનો એર સેફ્ટી રેકોર્ડ ઘણો ખરાબ છે. અહીં વારંવાર વિમાન અને હેલિકોપ્ટર દુર્ઘટનાઓ સર્જાય છે. આનું મુખ્ય કારણ એ છે કે ઈરાન પાસે રહેલા મોટાભાગના એરક્રાફ્ટ 1979ની ઈસ્લામિક ક્રાંતિ પહેલા ખરીદવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે મેન્ટેનન્સ માટે અસલી સ્પેરપાર્ટ્સ ન મળતા હોવાથી જૂના વિમાનોમાં અવારનવાર ખામી સર્જાય છે.